શિવપ્રસાદ મ. જાની

સાતત્ય (વિધેયનું)

સાતત્ય (વિધેયનું) (continuity of a function) : ગણિતમાં કલનશાસ્ત્ર માટેનો પાયાનો એક ખ્યાલ. ધારો કે A અને B વાસ્તવિક સંખ્યાગણના ઉપગણો છે અને વિધેય f Aથી B પરનું વિધેય છે. a ∈ A માટે જ્યારે x aની નજીક હોય ત્યારે f(x) જો f(a)ની નજીક હોય તો f a આગળ સતત…

વધુ વાંચો >

સાપેક્ષતા-સિદ્ધાંત

સાપેક્ષતા–સિદ્ધાંત : પ્રકાશની ગતિના સાર્વત્રિક (વૈશ્વિક) સ્વરૂપના વર્ણનને માન્ય કરતો ભૌતિકવિજ્ઞાનનો સિદ્ધાંત. પરિણામ-સ્વરૂપે આ સિદ્ધાંત અવકાશ, સમય અને અન્ય યાંત્રિક (mechanical) માપનો કરતા નિરીક્ષકની કામગીરી ઉપર આધાર રાખે છે. આ ભૌતિકવિજ્ઞાનનો વ્યાપક સિદ્ધાંત મૂળભૂત રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇને વીસમી સદીના આરંભે આપેલો. તેમાં સમય અને અવકાશનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતું વિશ્ર્લેષણ સમાવિષ્ટ…

વધુ વાંચો >

હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ

હાર્ડી, ગોડફ્રે હેરાલ્ડ (જ. 1877; અ. 1947) : સરેના ક્રેમલેમાં જન્મ. જાણીતા અંગ્રેજ ગણિતશાસ્ત્રી, જેમણે 1910થી 1945ના ગાળામાં જે. ઈ. લિટલવુડ સાથે સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો, અસમતા અને રીમાનના હાઇપૉથિસિસ ઉપર સો જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં. સુરેખા   પર રીમાન ઝીટા વિધેયનાં અનંત ગણા (infinitely many) શૂન્યો હોય છે. ગોડફ્રે હેરાલ્ડ…

વધુ વાંચો >

હિલ્બર્ટ ડેવિડ

હિલ્બર્ટ, ડેવિડ (જ. 23 જાન્યુઆરી 1862, કોનિગ્ઝબર્ગ, પ્રશિયા; અ. 14 ફેબ્રુઆરી 1943, ગોટિંજન, જર્મની) : ‘હિલ્બર્ટ અવકાશ’ વિભાવનાના પ્રણેતા જર્મન ગણિતી. હિલ્બર્ટે કોનિગ્ઝબર્ગ અને હેઇડલબર્ગ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે થોડો સમય પૅરિસ અને લિપઝિગમાં પણ ગાળ્યો હતો. ઈ. સ. 1884માં કોનિગ્ઝબર્ગમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1886થી 1892 દરમિયાન કોનિગ્ઝબર્ગ…

વધુ વાંચો >