શિવપ્રસાદ મ. જાની

લૅગ્રાંઝ, જોસેફ લૂઈ

લૅગ્રાંઝ, જોસેફ લૂઈ (Lagrange, Joseph Louis) (જ. 25 જાન્યુઆરી 1736, તુરીન-સાર્ડિનિયા, ઇટાલી; અ. 10 એપ્રિલ 1813, પૅરિસ) : ન્યૂટન પછીના સમયમાં થયેલા અને ‘વૈશ્ર્લેષિક યંત્રવિદ્યા’ (Mecanique Analytique) નામના પુસ્તકથી જાણીતા થયેલા ગણિતશાસ્ત્રી. પિતૃપક્ષે તેઓ ફ્રેન્ચ હતા. તેમના પિતા સાર્ડિનિયાના રાજાના કોષાધ્યક્ષ હતા. તેમણે સટ્ટાખોરીમાં પોતાની બધી મિલકત ગુમાવી હતી. આથી…

વધુ વાંચો >

લૅટિસ

લૅટિસ : લૅટિસ એટલે અમુક નિશ્ચિત ગુણધર્મોવાળા આંશિક ક્રમસંબંધથી સંપન્ન ગણ. જેમ લૅટિસને ક્રમસંપન્ન માળખા તરીકે જોઈ શકાય તેમ તેને દ્વિક્રિયાસંપન્ન એટલે કે બૈજિક માળખા તરીકે પણ જોઈ શકાય. કોઈ ગણ S પર આંશિક ક્રમ ‘≤’ એટલે નીચેના ગુણધર્મો ધરાવતો દ્વિસંબંધ. Sમાંના તમામ સભ્યો x, y, z માટે (1) x…

વધુ વાંચો >

લેવી-પૉલ-પિયરી (Levy Paul Pierre)

લેવી-પૉલ-પિયરી (Levy Paul Pierre) (જ. 15 સપ્ટેમ્બર 1886, પૅરિસ; અ. 15 ડિસેમ્બર 1971) : ખનિજ-ઇજનેર તેમજ સંભવિતતાના સિદ્ધાંત પરના તેમના કૃતિત્વ માટે ખ્યાતનામ થયેલા ફ્રેન્ચ ગણિતી. 1910થી 1913ના ગાળામાં પૅરિસના ઇકોલ દ’ માઇન્સ દ’ એટીનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1914થી 1951ના ગાળા દરમિયાન તેઓ ઇકોલ-નૅશનલ-સુપિરિયર દ’ માઇન્સની વિદ્યાશાખામાં જોડાયા. વળી…

વધુ વાંચો >

વક્રો (curves)

વક્રો (curves) અવકાશમાં ગતિ કરતા બિંદુનો માર્ગ તે વક્ર. સામાન્ય અર્થમાં પેન્સિલ ઉપાડ્યા સિવાય કાગળ ઉપર લસરકો મારવાથી આલેખાયેલી આકૃતિ તે વક્ર છે. વૈકલ્પિક રીતે વક્રને સંવૃત અંતરીત(internal)ના સતત રૂપાંતરણને પરિણામે ઉદભવેલાં બિંદુઓના ગણ તરીકે ગણવામાં આવે છે. યામપદ્ધતિનો ઉપયોગ કરી યામો દ્વારા વક્રને સમીકરણના સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વાયર્સ્ટ્રાસ કાર્લ-વિલ્હેમ-થિયૉડૉર (Weierstrass Karl)

વાયર્સ્ટ્રાસ કાર્લ-વિલ્હેમ-થિયૉડૉર (Weierstrass Karl) (જ. 31 ઑક્ટોબર 1815, ઑસ્ટેનફેલ્ડ-બવારિયા; અ. 19 ફેબ્રુઆરી 1897, બર્લિન) : વાસ્તવિક અને સંકર વિધેયો પરના કૃતિત્વ માટે જાણીતા જર્મન ગણિતી. તેમના પિતાએ રાજ્યના વહીવટીતંત્રમાં તેમનો પુત્ર સારો હોદ્દો મેળવે એવી આશા સાથે પૂર્વ તાલીમ મેળવવા માટે પુત્રને કાયદો અને વિત્તશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઓગણીસ વર્ષની…

વધુ વાંચો >

વિધેય (function)

વિધેય (function) બે અરિક્ત ગણ X, Y માટે X ગણના દરેક ઘટકને Y ગણના અનન્ય ઘટક સાથે સાંકળવાની અર્થવાહી અને ગૂંચવાડારહિત રીત. X અને Y બે અરિક્ત ગણ છે, આ બે ગણને કોઈ સંગતતા f વડે સાંકળવામાં આવે છે જેથી x ગણનો દરેક ઘટક, y ગણના અનન્ય ઘટક સાથે જોડાય…

વધુ વાંચો >

વૈદ્ય, અરુણભાઈ મ.

વૈદ્ય, અરુણભાઈ મ. (જ. 14 ઑક્ટોબર, 1935, જામનગર) : જાણીતા ગણિતશાસ્ત્રી.  જામનગરના નાગરકુટુંબમાં જન્મ. પિતાશ્રી મધુસૂદનભાઈ વૈદ્યે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ ગણિતશાસ્ત્ર સાથે મેળવી હતી. તેમના કાકા ડૉ. પી. સી. વૈદ્ય ખ્યાતનામ ગણિતશાસ્ત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી અરુણભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈથી 1956માં બી.એસસી.ની પદવી ગણિતશાસ્ત્ર સાથે…

વધુ વાંચો >

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…

વધુ વાંચો >

શૂન્ય (zero)

શૂન્ય (zero) : ભારતીય બહુપાર્શ્ર્વી (multifacet) ગાણિતિક વિભાવના. તે એકસાથે સંજ્ઞા, પરિમાણ, દિશાનિર્દેશક અને સ્થાનધારક હોવાનું કામ કરે છે. ચાર હજાર વર્ષ અગાઉ ઇજિપ્તમાં શૂન્યનો સંકેત માત્ર પરિમાણ કે ઊંચી-નીચી સપાટીને છૂટી પાડતી સીમાનો નિર્દેશ કરવા પૂરતો થતો. બૅબિલોનની સંખ્યાલેખન-પદ્ધતિમાં અંકનો અભાવ દર્શાવતા સ્થાનસંકેત તરીકે તેનો ઉપયોગ થતો. દક્ષિણ અમેરિકામાં…

વધુ વાંચો >

સંખ્યાસંહતિ (Number System)

સંખ્યાસંહતિ (Number System) : પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂ કરી ક્રમશ: પૂર્ણાંકો, સંમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ તથા છેલ્લે સંકર સંખ્યાઓ સુધી વિકસતો સંખ્યાગણ. ગણિતજ્ઞ ક્રૉનેકરે કહ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, ……… ઈશ્વરદત્ત છે, બાકી બધી સંખ્યાઓ માનવીનું સર્જન છે. માનવી ગણતરી કરતો થાય એટલે પ્રાકૃતિક સંખ્યાઓને ઓળખતો થાય.…

વધુ વાંચો >