શિલ્પકલા

ધર્મ-નિરપેક્ષ શિલ્પો

ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ…

વધુ વાંચો >

ધાતુશિલ્પ

ધાતુશિલ્પ : વિવિધ ધાતુઓમાંથી આકારો કંડારવાનું કલાકૌશલ્ય. ધાતુપ્રતિમા બનાવવાની કલા ભારતમાં ઘણા સમયથી પ્રચલિત હતી. સૌથી પ્રાચીન ભારતીય ધાતુપ્રતિમા હડપ્પા સંસ્કૃતિમાંથી નર્તિકાની મળી આવી છે. આ નર્તિકાનો નાજુક દેહ અને લાંબા હાથ-પગ તત્કાલીન નારીદેહના શરીરસૌષ્ઠવનો ખ્યાલ આપે છે. તેના જમણા હાથમાં બે કંકણ અને કડાં છે, જ્યારે ડાબા હાથમાં પચીસથી…

વધુ વાંચો >

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ)

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ) : શિલ્પોમાં ધાતુનો પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાળથી મળે છે પણ ત્યારબાદ એના નમૂના ઈ. સ. પૂર્વે 1લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે. ધાતુશિલ્પો બનાવવાની પદ્ધતિનું ‘માનસાર’, ‘અભિલશિતાર્થ-ચિંતામણિ’ અને ‘માનસોલ્લાસ’ જેવા ગ્રંથોમાં વર્ણન મળે…

વધુ વાંચો >

નટરાજ

નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…

વધુ વાંચો >

પટેરિયા, રમેશ

પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં…

વધુ વાંચો >

પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ

પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ (જ. 1 જુલાઈ 1925, બૉર્નિયો, ઇન્ડોનેશિયા; અ. 8 જાન્યુઆરી 2019, અમદાવાદ) : ગુજરાતના પ્રતિભાસંપન્ન શિલ્પી. પિતાના દાક્તરી વ્યવસાય નિમિત્તે બાળપણ બૉર્નિયોમાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ વતન સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ ગાંધીજી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાં દત્તા મહા પાસે શિલ્પશિક્ષણનો પ્રારંભ કર્યો. 1942ની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. તેમના કાર્યક્ષેત્રરૂપ સૂરત જિલ્લામાં…

વધુ વાંચો >

પટેલ, નાગજી

પટેલ, નાગજી (જ. 1 એપ્રિલ 1937, જૂની જિથરડી, તા. કરજણ) : ગુજરાતના શિલ્પી. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકળાના વિષય સાથે અનુસ્નાતક થયા. 1962-64 દરમિયાન ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયની શિષ્યવૃત્તિ મેળવી વિવિધ પ્રદેશોના પથ્થરની ગુણવિશેષતાની જાણકારી મેળવી તેમજ શિલ્પકૃતિઓ તૈયાર કરી. 1976થી 1978 દરમિયાન…

વધુ વાંચો >

પટ્ટડકલનાં શિલ્પો

પટ્ટડકલનાં શિલ્પો : કર્ણાટકના પટ્ટડકલમાં ચાલુક્ય શૈલીનાં વિરૂપાક્ષ મંદિર અને પાપનાથ મંદિર સુપ્રસિદ્ધ છે. ઈ. સ.ની 6ઠ્ઠી – 7મી સદીનાં આ મંદિરોમાં ચાલુક્ય શૈલીની શિલ્પકલા પૂર્ણપણે પાંગરેલી જોવામાં આવે છે. પાપનાથ મંદિરનાં ભોગાસનનાં સુંદર શિલ્પો ઉપરાંત ત્રિપુરાંતક અને રામાયણની સંપૂર્ણ કથાની હરોળો (લેબલ સહિત) કંડારેલી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ…

વધુ વાંચો >

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય : પર્શિયા એટલે કે ઈરાનનાં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્ય. ઈરાન ભારત અને મિસરની પેઠે પોતાના પ્રાચીન વારસાનું ગૌરવ ધરાવે છે. અહીંનાં ખંડેરો ઐતિહાસિક દસ્તાવેજો સમાન છે. તેમનું મૂલ્ય ઘણું છે. તે ઈરાનના પ્રાચીન માહાત્મ્યની સાક્ષી આપે છે. ઈરાનીઓએ એમના લાંબા ઇતિહાસ દરમિયાન બીજી પ્રજાઓ પાસેથી સ્થાપત્યના…

વધુ વાંચો >

પલ્લવ શિલ્પ શૈલી

પલ્લવ શિલ્પ શૈલી : તમિળ ભાષી ચેન્નયી અને મહાબલિપુરમ્ વિસ્તારમાં પલ્લવ રાજવીઓને આશ્રયે ખીલેલી આ કલા. મહેન્દ્ર વર્મા અને એના પુત્ર નરસિંહ વર્મા (ઈ. સ. 600–650) બંને કલાપ્રેમી રાજવીઓએ કંડારાવેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેના મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે. આ કાળની પલ્લવશૈલી પર પશ્ચિમી ચાલુક્યો અને વિષ્ણુકુંડીઓની કલાનો…

વધુ વાંચો >