શિલીન નં. શુક્લ
ઇન્ફ્લુએન્ઝા
ઇન્ફ્લુએન્ઝા : શરીર અને માથાનો દુખાવો કરતો ઇન્ફલુએન્ઝાના વિષાણુ(virus)થી થતો વિકાર. ચેપયુક્ત ગળાના સોજામાંથી ઝરતા પ્રવાહીના ઉધરસ અને છીંક દ્વારા ફેંકાતા 10μનાં ટીપાંઓથી તેનો ફેલાવો થાય છે, તેને ‘ફ્લૂ’ પણ કહે છે. તેનો વાવર (epidemic) સામાન્યત: શિયાળામાં થાય છે. ક્યારેક તે ફક્ત ગળાનો સામાન્ય સોજો, શ્વાસનળીશોથ (bronchitis) કે ન્યુમોનિયા રૂપે…
વધુ વાંચો >ઈઓસિનકોષિતા, ફેફસી
ઈઓસિનકોષિતા, ફેફસી : ઉષ્ણ કટિબંધમાં હાથીપગાના જંતુના ઍલર્જન સામેની અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રહ્યતા-(hypersensitivity)થી થતો ફેફસાંનો ઍલર્જિક વિકાર. તેને ઉષ્ણકટિબંધીય ઈઓસિનકોષિતા (tropical eosinophilia) પણ કહે છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન તે એક સ્વતંત્ર વિકાર તરીકે સ્વીકારાયો છે. પરોપજીવી જંતુના વિષમોર્જન (allergen) સામેનો પ્રતિભાવ સમગ્ર શરીરને તથા ખાસ કરીને ફેફસાંને અસર કરે છે.…
વધુ વાંચો >ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ
ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ (eosinophilic syndrome) : લોહીમાંના ઈઓસિનરાગી શ્વેતકોષો(ઈઓસિનકોષો)ની અધિકતા દર્શાવતા વિકારો. વિષમોર્જા (allergy) તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ(immune response)ના સમયે પેશીમાં તથા ઘણી વખત લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ વધે છે. લોહીમાં સામાન્યત: તેમની સંખ્યા 100-700/ડેસી લિ. અથવા કુલ શ્વેતકોષોના 3 %થી 8 % જેટલી હોય છે. જો આ સંખ્યા વધીને 2,000/ડેસી. લિ.…
વધુ વાંચો >ઈજાઓ અને દાહ
ઈજાઓ અને દાહ વાગવાથી અથવા અન્ય ભૌતિક કે રાસાયણિક પરિબળના સંપર્કમાં આવવાથી પેશીને થતી હાનિને ઈજા કહે છે અને અતિશય ગરમી કે આગથી પેશીને થતી હાનિને દાહ (દાઝવું) કહે છે. હૃદયવાહિનીના રોગો, કૅન્સર તથા ચેપજન્ય રોગોની માફક ઈજાઓ અને દાહ (દાઝવું) પીડાકારી અને ક્વચિત્ મૃત્યુ નિપજાવનારાં છે. તેમને કારણે વ્યક્તિ…
વધુ વાંચો >ઈથર (આયુર્વિજ્ઞાન)
ઈથર (આયુર્વિજ્ઞાન) : શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી ડાઇઇથાઇલ ઈથર નામની દવા. યુનાઇટેડ સ્ટેટ્સની મૅસેચૂસેટ્સ હૉસ્પિટલના તબીબી અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થી વિલિયમ ટી. જી. મૉર્ટને ડૉ. વૉરન નામના સર્જ્યનના ગિલ્બર્ટ ઍબટ નામના દર્દી ઉપર શંકાશીલ અને કુતૂહલપૂર્ણ શ્રોતાઓની હાજરીમાં તેનો સૌપ્રથમ સફળ પ્રયોગ 16 ઑક્ટોબર, 1846ના રોજ કર્યો. આ…
વધુ વાંચો >ઉગ્ર સજળસ્ફોટ (pemphigus)
ઉગ્ર સજળસ્ફોટ (pemphigus) : ચામડી પર વારંવાર થતા ફોલ્લાનો રોગ. અગાઉ ચામડી પર ફોલ્લા કરનારા ઘણા વિકારોનો તેમાં સમાવેશ કરાતો હતો, પરંતુ હવે તેમાં મુખ્યત્વે બે જૂથના વિકારોનો જ સમાવેશ કરાય છે : (1) સામાન્ય સજળસ્ફોટ (p. vulgaris) અને તેનું વિશિષ્ટ રૂપ શૃંગસ્તરવર્ધક સજળસ્ફોટ (p. vegetans) તથા (2) પોપડીકારી સજળસ્ફોટ…
વધુ વાંચો >ઉટાંટિયું
ઉટાંટિયું (whooping cough pertussis) : શિશુઓ અને બાળકોમાં બૉર્ડેટેલા પર્ટુસિસ (bordetella pertussis) નામના જીવાણુના ઉગ્ર ચેપથી થતો શ્વસનમાર્ગનો અતિશય ઉધરસ કરતો રોગ. ક્યારેક (5 % – 10 %) બૉર્ડેટેલા જાતિના પેરાપર્ટુસિસ અને બ્રોન્કીસેપ્ટિકા જીવાણુઓ પણ આ જ પ્રકારનો વિકાર સર્જે છે. બિ. પર્ટુસિસ કવચધારી, 0.5થી 1.0 m લંબાઈના હલનચલન ન…
વધુ વાંચો >ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન) શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે…
વધુ વાંચો >ઉદરછેદન શસ્ત્રક્રિયા
ઉદરછેદન શસ્ત્રક્રિયા (laparotomy) : પેટની અંદરના રોગનાં નિદાન અને સારવાર માટે પેટની શસ્ત્રક્રિયા કરવી તે. થિયોડૉર બિલરૉથ(Theodore Billroth, 1829-94)ને પેટની આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ગણવામાં આવે છે (આકૃતિ 1). યુરોપમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાનો ક્રાંતિકારી વિકાસ થયો હતો. પેટના વિવિધ રોગોમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. જેમ કે, (1) જઠર…
વધુ વાંચો >ઉદરપીડ
ઉદરપીડ (abdominal pain) : પેટમાં દુખાવો થવો તે. ખૂબ સામાન્ય લાગતાં ચિહ્નો અને લક્ષણોવાળો પેટનો દુખાવો પણ ક્યારેક ઝડપથી જોખમી સંકટ ઊભું કરે છે. વળી ક્યારેક તીવ્ર પીડાવાળા દર્દીમાં ચયાપચયી કે અન્ય એવો વિકાર પણ હોઈ શકે, જેમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત ન હોય. આમ પેટમાં થતી પીડાના નિદાન અંગે ઝીણવટભરી…
વધુ વાંચો >