શિલીન નં. શુક્લ
પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન (immunoglobulins)
પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન (immunoglobulins) : વિશિષ્ટ પ્રકારના રોગપ્રતિકાર માટે ઉપયોગમાં લેવાતા પ્રોટીનના અણુઓ. તેઓ ગોલનત્રલ (globulin) પ્રકારના પ્રોટીનના અણુઓ છે. રોગપ્રતિકાર કરતી શરીરની વિશિષ્ટ સુરક્ષા-પ્રણાલીને પ્રતિરક્ષા (immunity) કહે છે. તે માટે ઉપયોગમાં આવતા ગોલનત્રલોને પ્રતિરક્ષી ગોલનત્રલો (immunoglobulins) અથવા પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિન્સ કહે છે. તેમને ટૂંકમાં ‘Ig’ની સંજ્ઞાથી પણ દર્શાવવામાં આવે છે. તેના…
વધુ વાંચો >પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy)
પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy) : પ્રતિરક્ષાલક્ષી ઘટકો કે તેમની અસરમાં ફેરફાર લાવનાર પરિબળો કે રસાયણો વડે સારવાર. બહારના પ્રોટીન(નત્રલ)ને ઓળખીને તેની સાથે રક્ષણના હેતુસર પ્રતિક્રિયા કરનારા ગ્લૉબ્યુલિન (ગોલનત્રલો) નામના પ્રોટીનના અણુઓને પ્રતિદ્રવ્યો (antibodies) કહે છે. તે પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન કે પ્રતિરક્ષી ગોલનત્રલો(immunoglobulins)નાં બનેલાં હોય છે. તેમના ઉપયોગથી થતી બાહ્ય પ્રોટીનની સામેના ચોક્કસ…
વધુ વાંચો >પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft)
પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft) અન્ય અવયવ, સ્થાન કે વ્યક્તિમાં કોઈ પદાર્થ કે પેશીને રોપવામાં આવે કે જેથી તે તેને મેળવનાર એટલે આદાતા (recipient) અવયવ, સ્થાન કે વ્યક્તિનો જાણે એક આંતરિક (integral) ભાગ બની જાય તેને નિરોપ (graft) કહે છે. જો તે ફક્ત સજીવ પદાર્થ હોય તો તેને પ્રતિરોપ…
વધુ વાંચો >પ્રત્યામ્લો (antacids)
પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડનું તટસ્થીકરણ કરતાં ઔષધો. તેમનો મુખ્ય ઉપયોગ જઠર કે પક્વાશય(duodenum)માં પડેલું ચાંદું કે અજીર્ણની સારવારમાં થાય છે. મોટે ભાગે તે જરૂર કરતાં ઓછી માત્રામાં વપરાય છે. ઓછી માત્રામાં લેવાય છતાં ધારી અસર ઉપજાવે તેવી અસરને અનૌષધીય અસર (placebo effect) કહે છે. જ્યારે કોઈ અસરકારક ઔષધને સ્થાને…
વધુ વાંચો >પ્રથમોપચાર (first aid)
પ્રથમોપચાર (first aid) : તબીબની સહાય મળે તે પહેલાં માંદી કે ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત અપાતી સારવાર. તેમાં જીવનને જોખમી સ્થિતિની સારવાર તથા ઓછી જોખમી તકલીફોની સારવારનો સમાવેશ થાય છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે, જેમ કે ખૂબ તાવ ચડવો, લોહીનું દબાણ ઘટી જવું, બેભાન થઈ જવું, હાડકું ભાંગી જવું…
વધુ વાંચો >પ્રદૂષણ (pollution)
પ્રદૂષણ (pollution) માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા. પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ. (i)…
વધુ વાંચો >પ્રસૂતિ
પ્રસૂતિ જીવંત શિશુનો જન્મ થવો તે. તેને તેની વૈજ્ઞાનિક વ્યાખ્યામાં જીવંત ગર્ભને યોનિમાર્ગે બહારની દુનિયામાં મુક્ત કરવા માટે પ્રજનન-અંગો દ્વારા કરાતી શ્રેણીબદ્ધ ક્રિયાઓનો સમૂહ કહે છે. તેનો શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે સમજનન (eutocia). લોકભાષામાં તેને પ્રસવ થવો અથવા પ્રસવકષ્ટ કે પ્રસૂતિકષ્ટ (labour) પડવું એમ પણ કહે છે. તેને દ્વિમુક્તન (parturition)…
વધુ વાંચો >પ્રસ્વેદ (sweat)
પ્રસ્વેદ (sweat) : ચામડીમાંની ખાસ ગ્રંથિઓમાંથી ઝરતું પ્રવાહી. તેને સ્વેદ અથવા પરસેવો (sweat) પણ કહે છે. તે સ્વેદગ્રંથિઓ અથવા પ્રસ્વેદગ્રંથિઓ(sweat glands)માંથી ઉત્પન્ન થાય છે. તેની સ્રવણક્રિયા(secretion)ને પ્રસ્વેદન (perspiration) કહે છે. પ્રસ્વેદગ્રંથિઓ બે પ્રકારની છે : (1) અધિસ્રાવી (apocrine) અને (2) ઉત્સ્રાવી ગ્રંથિઓ (eccrine). તેમની સંરચનાઓ અને સ્થાન અલગ અલગ હોય…
વધુ વાંચો >પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન)
પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન) : ઑક્સિજન તત્ત્વના 2 પરમાણુથી બનતો વાયુરૂપ પદાર્થ. તેની શાસ્ત્રીય સંજ્ઞા O2 છે. તેમાંના ઑક્સિજન નામના તત્વની સંજ્ઞા ‘O’ છે, તેનો પરમાણુક્રમાંક 8 છે અને તેનો પરમાણુભાર 15.999 છે. તે પૃથ્વીની સપાટી પર અને તેની આસપાસનું સૌથી વધુ વ્યાપક તત્વ છે. તે અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજાઈને ‘ઑક્સાઇડ’…
વધુ વાંચો >પ્રાત: હેળ (morning sickness)
પ્રાત: હેળ (morning sickness) : સગર્ભતાના પ્રથમ 3 મહિનામાં ઉદભવતી ઊબકા-ઊલટીની તકલીફ. આશરે 50% સગર્ભા સ્ત્રીઓને પ્રથમ ત્રિમાસિક કાળ(trimester)માં તે થાય છે. સામાન્ય રીતે સવારે ઊઠતી વખતે ઊબકા અનુભવાય છે અને જો તેણે કુટુંબ માટે સવારનો નાસ્તો કે ખાવાનું બનાવવાનું હોય તો તે વધે છે. ઊબકા ઘણી વખત આખો દિવસ…
વધુ વાંચો >