શિલીન નં. શુક્લ
ડામ, કાર્લ પીટર હેનરિક
ડામ, કાર્લ પીટર હેનરિક (જ. 21 ફેબ્રુઆરી 1895, કૉપનહેગન; અ. એપ્રિલ 1975, કૉપનહેગન) : 1943માં વિટામિન ‘કે’ની શોધ માટે નોબેલ પુરસ્કાર મેળવનાર ડેનિશ વિજ્ઞાની, કૉપનહેગનની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાંથી 1920માં જૈવરસાયણવિજ્ઞાનમાં સ્નાતક બન્યા અને 1934માં તેમણે કૉપનહેગન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાં તેમણે પ્રેગ્લ અને કારર જેવા નોબેલ પુરસ્કાર-વિજેતાઓ સાથે કામ કર્યું.…
વધુ વાંચો >ડાયક્લોફેનેક
ડાયક્લોફેનેક : શોથજન્ય (inflammatory) સોજો તથા દુખાવો ઘટાડતા ફિનાઇલ એસેટિક ઍસિડનાં અવશિષ્ટ દ્રવ્યો(derivatives)માંનું પ્રથમ ઔષધ. ચેપ કે ઈજા પછી થતી રતાશ, સોજો, દુખાવો ઇત્યાદિ થાય તેને શોથનો વિકાર કહે છે. તે બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધજૂથ (non-steroidal anti-inflammatory drugs : NSAIDs)નું ઔષધ છે. ઔષધીય ગુણધર્મો : તે દુખાવો ઘટાડે છે, તાવ ઉતારે…
વધુ વાંચો >ડાયપેરિડેમોલ
ડાયપેરિડેમોલ : લોહી ગંઠાવાની ક્રિયાને તથા ગંઠાયેલા લોહીના ગઠ્ઠાને એક સ્થાનેથી બીજા સ્થાને નસ દ્વારા વહી જવાની પ્રક્રિયાને રોકતી દવા. તે લોહીની નસોને પહોળી કરે છે. વૅરિફેરિન સાથે અપાય ત્યારે હૃદયના કૃત્રિમ વાલ્વ પર ચોંટેલા લોહીના ગઠ્ઠાનું ગુલ્મ સ્થાનાંતરણ (embolism) ઘટાડે છે. આ માટે તે દવા એકલી વાપરવામાં આવે ત્યારે…
વધુ વાંચો >ડાયાલિસિસ (પારગલન ચિકિત્સા) (આયુર્વિજ્ઞાન)
ડાયાલિસિસ (પારગલન ચિકિત્સા) (આયુર્વિજ્ઞાન) : મૂત્રપિંડની નિષ્ફળતાના વિકારમાં લોહીમાંની અશુદ્ધિઓને દૂર કરવાની સારવાર. ભૌતિકશાસ્ત્રમાં અપૂર્ણ પારગલનશીલ (semipermeable) પડદાની મદદથી આપેલા દ્રાવણમાંના દ્રાવ્ય પદાર્થોની સાંદ્રતા (concentration) બદલવાની પ્રક્રિયાને પારગલન (dialysis) કહે છે. આ પ્રકારનો પડદો કૃત્રિમ હોય અથવા પેટમાંની પરિતનકલા (peritoneum) હોઈ શકે. આવા પડદાની એક બાજુ પર વધારે સાંદ્રતાવાળાં ચોક્કસ…
વધુ વાંચો >ડિજિટાલિસ
ડિજિટાલિસ : હૃદયની ઘટેલી કાર્યક્ષમતાને વધારવા વપરાતું એક મહત્વનું ઔષધ છે અને હૃદય શરીરમાં બધે લોહી ધકેલવાનું મુખ્ય કાર્ય કરે છે. તેમાં જ્યારે નિષ્ફળતા ઉદભવે ત્યારે તેને હૃદયકાર્ય-નિષ્ફળતા અથવા હૃદઅપર્યાપ્તતા (cardiac failure) કહે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારીને ડિજિટાલિસ લોહી ધકેલવાનું હૃદયનું કાર્ય વધારે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારતાં ઔષધોને…
વધુ વાંચો >ડિફ્થેરિયા
ડિફ્થેરિયા : કોરિનેબૅક્ટેરિયમ ડિફ્થેરી નામના જીવાણુથી થતો ચેપી રોગ. આ જીવાણુની ચેપી અને ઝેરી અસરોને કારણે રોગનાં લક્ષણો ઉદભવે છે. આધુનિક વિજ્ઞાનના વિકાસને કારણે તે આ સદીમાં સૌથી પ્રથમ કાબૂમાં આવેલો રોગ છે અને તેથી તેને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઘટી ગયેલું છે. નાક, ગળું અને ચામડીમાં ચેપ…
વધુ વાંચો >ડી ડુવે, ક્રિશ્ચિયન
ડી ડુવે, ક્રિશ્ચિયન (De Duve, Christian) (જ. 2 ઑક્ટોબર 1917, થેમ્સ-ડિટન, ઇંગ્લૅન્ડ; અ. 14 મે. 2013, નેથેન બેલ્જિયમ) : કોષના રચનાલક્ષી અને ક્રિયાલક્ષી બંધારણ અંગે સંશોધનો કરીને 1974નો નોબેલ પુરસ્કાર મેળવનાર બેલ્જિયન વિજ્ઞાની. તેમના સહવિજેતાઓ હતા – આલ્બર્ટ ક્લૉડ અને જૉર્જ એમિલ પલાડી. ડી ડુવેએ લોન્વિએનની કૅથલિક યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ…
વધુ વાંચો >ડૂપવીટ્રી સંકીર્ણન
ડૂપવીટ્રી સંકીર્ણન (Dupuytren’s contracture) : હથેળી અને આંગળીઓને વાંકી અને કુરૂપ કરતો વિકાર. હથેળીમાં થઈને આંગળીઓ અને વેઢાનું હલનચલન કરાવતા સ્નાયુઓના સ્નાયુબંધો (tendons) પસાર થાય છે. તેમને યથાસ્થાને રાખવા માટે તંતુઓનું એક પડ બનેલું હોય છે. તેને હસ્તતલીય તંતુપટલ (palmar aponeurosis) કહે છે. તે જ્યારે સંકોચાઈને સંકીર્ણ બને છે ત્યારે…
વધુ વાંચો >ડેક્સ્ટ્રોપોપૉક્સિફૅન
ડેક્સ્ટ્રોપોપૉક્સિફૅન : અફીણાભ (opioid) જૂથનું પીડાનાશક ઔષધ. તેના 4 ત્રિપરિમાણી સમસંરચિત (stereoisomers) પ્રકારો છે જેમાંના આલ્ફા ઉપપ્રકાર(racemate)ને પ્રોપૉક્સિફૅન કહે છે અને તે દુખાવો ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. તેના ડેકસ્ટ્રૉચક્રીય (dexrorotatory) સમસંરચિત પ્રકારને ડી-પ્રોપૉક્સિફૅન કહે છે અને તેમાં પીડાનાશનનો ગુણધર્મ રહેલો છે. તે એક કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરતો મંદ પ્રકારનો…
વધુ વાંચો >ડેલબ્રુક, મૅક્સ
ડેલબ્રુક, મૅક્સ (જ. 4, સપ્ટેમ્બર 1906, બર્લિન, જર્મની; અ. 10 માર્ચ 1981, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : જર્મન વિજ્ઞાની. તેમને આલ્ફ્રેડ ડી. હર્ષી અને સાલ્વેડોર એડવર્ડ લુરિયા સાથે વિષાણુઓની જનીની સંરચના (genetic structure) અને સંખ્યાવૃદ્ધિની પ્રવિધિઓ અંગેના સંશોધન માટે 1969નું શરીરક્રિયા વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ ભૌતિકશાસ્ત્રી નેઇલ્સ બોહરના વિદ્યાર્થી…
વધુ વાંચો >