શિલીન નં. શુક્લ
ઝેરકોચલાં
ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે. તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…
વધુ વાંચો >ટાઇફૉઈડનો તાવ
ટાઇફૉઈડનો તાવ : ફક્ત માણસમાં સાલ્મોનેલા ટાઇફી નામના જીવાણુ(bacteria)થી થતો રોગ. તેના દર્દીને લાંબા ગાળાનો તાવ, પેટમાં દુખાવો, ઝાડા, સનેપાત (delirium), ચામડી પર સ્ફોટ (rash), બરોળની વૃદ્ધિ તથા કેટલીક આનુષંગિક તકલીફો (complications) થાય છે. તેમાં નાના આંતરડામાં ચાંદાં પડે છે, માટે તેને આંત્રજ્વર (enteric fever) પણ કહે છે. આંત્રજ્વર ક્યારેક…
વધુ વાંચો >ટાલ
ટાલ : મોટી ઉંમરે માથા પરના વાળ ઓછા થવાથી થતી સ્થિતિ. તે મુખ્યત્વે પુરુષોમાં જોવા મળે છે અને ઉંમર વધવાની સાથે ધીમે ધીમે ઉદભવે છે. સામાન્ય રીતે માથા પરના બધા જ વાળ જતા રહેતા નથી. ટાલ પડવાની પ્રક્રિયા એટલી બધી જોવા મળે છે કે તેને ઉંમર વધવાની સાથે થતા કુદરતી…
વધુ વાંચો >ટિન્બર્જન, નિકોલાસ
ટિન્બર્જન, નિકોલાસ (જ. 15 એપ્રિલ 1907, ધ હેગ; અ. 21 ડિસેમ્બર 1988 ઑક્સડૂ ડૅ) : 1973ના નોબેલ પુરસ્કારના ડચ વિજેતા. કાર્લ રિટર ફૉન ફ્રિશ અને કૉનરેડ ઝેચારિઆઝ લૉરેન્ઝ તેમના સહવિજેતા હતા. તેમને વ્યક્તિગત અને સામાજિક વર્તનપ્રણાલીઓના બંધારણ અને નિર્દેશન અંગેના સંશોધન માટે આ પુરસ્કાર મળેલો, 1930માં લૉરેન્ઝ અને ટિન્બર્જને વિવિધ…
વધુ વાંચો >ટેટમ, એડવર્ડ લૉરી
ટેટમ, એડવર્ડ લૉરી (જ. 14 ડિસેમ્બર 1909, બોલ્ડર, કૉલોરાડો, યુ.એસ.; અ. 5 નવેમ્બર 1975, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : 1958ના નોબેલ પુરસ્કારના જ્યૉર્જ બિડલ વેલ્સ તથા જોશુઆ લેડરબર્ગ સાથેના સહવિજેતા. તેમને જીવાણુ(bacteria)ના જનીનદ્રવ્ય(genetic material)ના બંધારણ તથા જનીનીય પુન:સંયોજન સંબંધિત સંશોધન માટે તે મળ્યું હતું. ટેટમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે જ્યૉર્જ…
વધુ વાંચો >ટેમિન, હોવર્ડ માર્ટિન
ટેમિન, હોવર્ડ માર્ટિન (જ. 10 ડિસેમ્બર 1934, ફિલાડેલ્ફિયા, યુ.એસ.) : ડેવિડ બાલ્ટિમોર અને રેનેટો ડલ્બેકો સાથે 1975ના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે અર્બુદ-વિષાણુઓ (tumour viruses) અને કોષના જનીનીય (genetic) દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયાઓ અંગે સંશોધન કર્યું હતું. બાલ્ટિમોર તથા ટેમિને અલગ અલગ સંશોધન દ્વારા વિપરીત લિપ્યંતરક (reverse transcriptase) નામનો ઉત્સેચક શોધ્યો હતો.…
વધુ વાંચો >ટેવજન્ય સંકુચનો
ટેવજન્ય સંકુચનો (habit spasms) : ટેવ પડી જવાને કારણે વારંવાર આંખ પટપટાવવી, માથું હલાવવું, ખભો ઉછાળવો, હાથ કે ચહેરા દ્વારા ભાવ દર્શાવવાની થતી ક્રિયાઓ. સામાન્ય રીતે અસરગ્રસ્ત વ્યક્તિ તેને રોકી શકતી નથી. ક્યારેક તે થોડા સમયગાળા માટે અટકાવી શકે છે, પરંતુ તેના પછી થતાં સંકુચનો વધુ તીવ્ર અને અતિશય વારંવાર…
વધુ વાંચો >ટેસ્ટ-ટ્યૂબ-બેબી (કૃત્રિમ ગર્ભધારણ)
ટેસ્ટ-ટ્યૂબ-બેબી (કૃત્રિમ ગર્ભધારણ) : સામાન્ય જનસમૂહ માટે શરીર બહાર કરાતી કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિઓની ઓળખ. અંડકોષનું કૃત્રિમ સંજોગોમાં ફલનીકરણ (fertilization) કરવાની પ્રક્રિયાને કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ (artificial reproductive technique –ART) કહે છે. સામાન્ય રીતે પૂરતા સમયગાળામાં સંતતિ પ્રાપ્ત ન કરી શક્યાં હોય એવાં દંપતીને આ પદ્ધતિનો લાભ અપાય છે. કૃત્રિમ ગર્ભધારણની વિવિધ…
વધુ વાંચો >ટોનેગવા, સુસુમુ
ટોનેગવા, સુસુમુ (જ. 5 સપ્ટેમ્બર 1939, નાગોયા) : 1987ના વૈદ્યક અને શરીરક્રિયાશાસ્ત્રના નોબેલ પુરસ્કારના જાપાની વિજેતા. તેમણે પ્રતિદ્રવ્યો(antibodies)ની વિવિધતાની પેઢીઓનો જનીનીય (genetic) સિદ્ધાંત શોધી કાઢ્યો. તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને ત્યારબાદ તેઓ બેઝલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇમ્યુનોલૉજીમાં જોડાયા. ચેપ સામે સુરક્ષા માટે શરીરમાં પ્રતિરક્ષાતંત્ર (immune system) હોય છે. જે…
વધુ વાંચો >ટ્રાઇકોમોનાસનો રોગ
ટ્રાઇકોમોનાસનો રોગ : ટ્રાઇકોમોનાસ વજાઇનાલિસ (T. vaginalis) નામના એકકોષી પરોપજીવીથી સ્ત્રીઓની યોનિ(vagina)માં થતો શોથજન્ય રોગ. તેને ટ્રાઇકોમોનલ યોનિશોથ (trichomonal vaginitis) કહે છે. માણસના મોટા આંતરડાના અંધાંત્ર (caecum) નામના ભાગમાં જોવા મળતો ટી. હોમિનિસ નામનો પરોપજીવી એ જુદો જ સજીવ છે અને તે માણસમાં કોઈ રોગ કરતો નથી, એવું મનાય છે.…
વધુ વાંચો >