શાંતિલાલ રણછોડભાઈ પટેલ
આંકડાશાસ્ત્રીય અનુમાન
આંકડાશાસ્ત્રીય અનુમાન વિતરણ વિધેય F (x; θ) દ્વારા સૂચિત સંભાવના પરિરૂપ-(model)ના અજ્ઞાત પ્રાચલ કે પ્રાચલોના અવલોકન હેઠળના યર્દચ્છ ચલ પર મેળવેલ માહિતીના આધારે આગણન (estimation) કરવાની અથવા અજ્ઞાત પ્રાચલો વિશે કરેલ નિરાકરણીય પરિકલ્પનાનું પરીક્ષણ કરી તેનું સમર્થન યા ઇન્કાર કરવાની આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પ્રયોજવાનો કસબ. આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિઓની મદદથી વ્યવહારલક્ષી શાસ્ત્રોના…
વધુ વાંચો >ઇન્સ્યુલિન
ઇન્સ્યુલિન : સર્વે મેરુદંડી (Vertebrates) પ્રાણીઓના સ્વાદુપિંડ-(pancreas)ના આઇલિટ્સ [islets (insulae)] ઑવ્ લેન્ગરહાન્સના β-કોષો દ્વારા ઉત્પાદિત થતો અને સ્રવતો પૉલિપૅપ્ટાઇડ અંતસ્રાવ(hormone). તે ગ્લુકોઝના ચયાપચયનું શરીરમાં નિયમન કરે છે. આર. એન. એ. પ્રોટીન સંશ્લેષણ અને ચરબીના ચયાપચય તથા સંગ્રહમાં ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે અને તેની ઊણપ અથવા ગેરહાજરી મધુપ્રમેહ (Diabetes mellitis)…
વધુ વાંચો >ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર)
ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર) : સજીવોના જીવરસ-(protoplasm)ના બંધારણના અગત્યના ભાગરૂપ એવા પ્રોટીન જેવા જૈવ-અણુઓ(biomolecules)ના નાઇટ્રોજનયુક્ત એકમો (units). ઍમિનોઍસિડના અણુમાં આમ્લિક (acidic) અને બેઝિક (basic) બન્ને પ્રકારના મૂલકો આવેલા છે. આથી આ ઍસિડ ઉભયધર્મી (amphoteric) છે અને દ્વિઆયન (zwitterion) તરીકે જાણીતા છે. ઍમિનોઍસિડની સંરચના : સજીવ ગમે તે (દા.ત., અમીબા કે વડનું વૃક્ષ)…
વધુ વાંચો >દુર્વિકસન
દુર્વિકસન (dysplasia) : અનિયમિત અને અલાક્ષણિક (atypical) સંખ્યાવૃદ્ધિ પામતા કોષોથી ઉદભવતો વિકાર. ‘દુર્વિકસન’નો શાબ્દિક અર્થ ‘કોષોનો ખોટો અને વિકારયુક્ત વિકાસ’ થાય છે. પરંતુ વ્યવહારમાં તેને વિકારયુક્ત સંખ્યાવૃદ્ધિ(proliferation)ની સ્થિતિ સાથે જોડવામાં આવે છે. તેથી પુખ્ત કોષોનાં કદ, આકાર અને બંધારણમાં વિષમતા (abnormality) આવી ગયેલી હોય છે. પરાવિકસન(metaplasia)માં કોષો પરિસ્થિતિને અનુકૂળ થવા…
વધુ વાંચો >દુ:ક્ષીણતા
દુ:ક્ષીણતા (degeneration) : ફરીથી સામાન્ય સ્થિતિ સ્થપાઈ શકે તેવું કોષનું કાર્ય નીચલા સ્તરે ઊતરી ગયેલું હોય તેવી સ્થિતિનો વિકાર. તેમાં કોષો કોઈક અસામાન્ય રાસાયણિક ક્રિયાને કારણે કાં તો લઘુતાકક્ષા(lower level)માં આવે છે અથવા તો કોઈ અન્ય રસાયણનો ભરાવો (infiltration) થાય છે. પોષણના અભાવે કોષ કે અવયવના કદમાં થતા ઘટાડાને અપોષી…
વધુ વાંચો >