વૈમાનિક ઇજનેરી
લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ
લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ (જ. 4 ફેબ્રુઆરી 1902; અ. 26 ઑગસ્ટ 1974) : યુ.એસ.નો મહાન વિમાનચાલક અને આટલાંટિક ઉપરના ન્યૂયૉર્કથી પૅરિસ સુધીના, વચ્ચે કોઈ પણ રોકાણ વગરના, સૌપ્રથમ હવાઈ ઉડ્ડયન માટે વિમાન-ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી વધુ જાણીતી વ્યક્તિ. લિન્ડબર્ગના બાળપણના દિવસો મિનિસોટા અને વૉશિંગ્ટન ડી.સી.માં વીત્યા હતા. વિસકૉન્સિન યુનિવર્સિટીમાં બે વર્ષ ગાળ્યા…
વધુ વાંચો >વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન
વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન : તરલ યંત્રશાસ્ત્રની એક શાખા, જેમાં હવાની અને બીજા તરલ વાયુની ગતિ તેમજ આવા તરલોની સાપેક્ષ ગતિ કરતા પદાર્થો પર લાગતાં બળોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હવામાં વિમાનની ગતિ, પવનચક્કીઓનો અભ્યાસ વગેરે. આમ, વાયુગતિકીમાં હવામાં થતા ઉડાણ તેમજ હવાની ગતિની ચર્ચા કરવામાં આવે છે.…
વધુ વાંચો >વાયુનૌકા (Airship)
વાયુનૌકા (Airship) : ગ્રીક પૌરાણિક કથામાં ડેડાલસ અને ઇકારસની રસપ્રદ વાર્તા છે. ડેડાલસ એક સંશોધક અને નિષ્ણાત સ્થપતિ હતો. ઇકારસ તેનો દીકરો હતો. ક્રીટોના રાજા મિનોસે આ બાપ-દીકરાને કોઈ કારણ વગર તેના માટે કામ ન કરવા બદલ જેલમાં પૂર્યા હતા. ડેડાલસે જેલમાંથી છૂટવા માટે પીંછાં અને મીણની મદદથી પાંખો બનાવી…
વધુ વાંચો >વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics)
વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics) હવામાં પોતાની ગતિ દરમિયાન ઉદ્ભવતા દબાણનો ઉપયોગ કરી માલસામાન અને મુસાફરોના પરિવહન માટે હવા કરતાં ભારે અભિકલ્પિત (designed) વાહન માટેનું સાધન તેમજ તેને લગતું વિજ્ઞાન. માનવીએ સૌપ્રથમ વિશ્વનું અવલોકન કર્યું અને ઉન્નતિની સંભાવનાનો અનુભવ કર્યો ત્યારે પહેલાંના સમયથી ઊડવાનો વિચાર એને આવ્યો હોવો જોઈએ.…
વધુ વાંચો >સિકૉર્સ્કી ઇગૉર (ઇવાન)
સિકૉર્સ્કી, ઇગૉર (ઇવાન) (જ. 1889, કીવ, યુક્રેન; અ. 1972) : અમેરિકાના હવાઈ ઉડ્ડયનના ઇજનેર અને હેલિકૉપ્ટરના શોધક. તેમણે 1909થી જ હેલિકૉપ્ટર બાંધવાના પ્રયોગો આદર્યા; પરંતુ પૂરતા અનુભવ તથા નાણાકીય સાધનોના અભાવે પોતાની કામગીરી અભરાઈએ ચઢાવી અને પોતાનું ધ્યાન હવાઈ જહાજ પરત્વે કેન્દ્રિત કર્યું. 1913માં તેમણે 4 એંજિનવાળું પહેલવહેલું ઍરોપ્લેન બાંધ્યું…
વધુ વાંચો >સિંહ શિવાંગી
સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ. પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ…
વધુ વાંચો >સી-પ્લેન (Sea Plane)
સી–પ્લેન (Sea Plane) : પાણી ઉપરથી સીધું હવામાં ઉડાણ ભરી શકે તથા પાણીમાં જ ઉતરાણ કરી શકે તેવું ઍરોપ્લેન. આવાં સી-પ્લેન બે પ્રકારનાં હોય છે : (1) તરતાં ઍરોપ્લેન તથા (2) ઊડતી હોડી જેવાં ઍરોપ્લેન (flying boats). તરતાં ઍરોપ્લેન (float plane) સામાન્ય ઍરોપ્લેન જેવાં જ હોય છે, પરંતુ પ્લેનનાં પૈડાંને…
વધુ વાંચો >સ્ટોલ (STOL) ઍરોપ્લેન
સ્ટોલ (STOL) ઍરોપ્લેન : વિમાનો(હવાઈ જહાજો, aircraft)નો એવો વર્ગ કે જેમને જમીન ઉપર ઉતરાણ(અવતરણ, landing)નાં અને જમીન ઉપરથી હવામાં ઉત્પ્રસ્થાન(takeoff)નાં અંતરો તેમના જેટલાં જ વજન અને પરિમાપ (size) ધરાવતાં પ્રચલિત વિમાનો કરતાં ઓછાં હોય. ‘સ્ટોલ’ એ short takeoff and landingનું ટૂંકું રૂપ છે. સીધું (vertically) ઉડાણ કે ઉતરાણ કરી શકતાં…
વધુ વાંચો >હિંકલર બર્ટ (હર્બટ જૉન લુઈ)
હિંકલર, બર્ટ (હર્બટ જૉન લુઈ) (જ. 1892, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા; અ. 1933) : ઑસ્ટ્રેલિયાના ઉડ્ડયન-નિષ્ણાત. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રૉયલ નૅવલ ઍર સર્વિસમાં કામગીરી બજાવી. 1928માં ઇંગ્લૅન્ડથી ઉડ્ડયન કર્યા પછી 16 જ દિવસમાં નૉર્ધર્ન ટેરિટરીના ડાર્વિન ખાતે આવી પહોંચીને ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો નવો વિક્રમ સ્થાપ્યો. 1931માં તેમણે અમેરિકાથી જમૈકા, બ્રાઝિલ અને પશ્ચિમ…
વધુ વાંચો >હેલિકૉપ્ટર (વાયુદૂત helicopter)
હેલિકૉપ્ટર (વાયુદૂત, helicopter) : જમીન પરથી હવામાં સીધું ઉપર ચડી શકે કે હવામાંથી સીધું જમીન પર નીચે ઊતરી શકે તેવું હવાઈ જહાજ. સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે તે ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલ લાંબાં, પાતળાં પાંખિયાં(blader)વાળો પંખો કે પરિભ્રામક (roter) ધરાવે છે. પંખાનો વ્યાસ 10થી 33 મીટર સુધીનો…
વધુ વાંચો >