વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
હરમો
હરમો : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ougeinia oojeinensis (Roxb) Hochr. Syn. O. dalbergioides Benth. (સં. તિનિશ; હિં. તિનસુના, તિરિચ્છ; બં. તિલિશ; મ. તિવસ, કાળા પળસ; ક. તિનિશ; ગુ. હરમો, તણછ; તે. તેલ્લા મોટુકુ; તમ. નરિવેંગાઈ; મલ. માલાવેન્ના; ઉ. બંધોના, બંજન) છે. તે નાનાથી માંડી…
વધુ વાંચો >હરમો બાવળ
હરમો બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia leucophloea willd. syn. A. alba willd. (સં. અરિમેદ, શ્વેત બુરબુર; બં. સફેદ બબુલ; હિં. સફેદ કીકર, સફેદ બબુલ; મ. હીવર, નીમ્બરી, પાન્ઢરી બબુલ; ગુ. હરમો બાવળ, પીળો બાવળ, હરી બાવળ; ક. બીલીજાલી; ત. વેલ્વાયાલમ; તે. તેલ્લા…
વધુ વાંચો >હળદર
હળદર એકદળી વર્ગમાં આવેલા ઝિન્જિબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma longa Linn. syn. C. domestica Val (સં. હરિદ્રા; મ. હલદ; હિં. હરદી, હલ્દી; બં. હલુદ; ક. આભિનિન, અરષણુ; તે. પાસુપુ, પસુપુ; તા. મંજલ, મંચલ; મલ. મન્નસ; ફા. જરદચોબ; અ. કંકુમ, ઉરુકુસ્સુફર; અં. ટર્મરિક) છે. સ્વરૂપ : તે 60–90…
વધુ વાંચો >હળદરવો
હળદરવો : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adina cordifolia (Roxb.) Hook f. ex Brandis (સં. હારિદ્રાક, હરિદ્રુ, પીતદારુ, બહુફલ, કદમ્બક; હિં. હલ્દ, હલ્દુ, કરમ; બં. કેલીકદંબ, ધૂલિકદંબ, દાકમ; મ. હેદ, હલદરવા, હેદુ; ગુ. હેદ, હળદરવો; કો. એદુ; ક. અરસિંટેગા, યેટ્ટેગા; મલ. ત. મંજકદંબ; ઉ. હોલોન્ડો; તે.…
વધુ વાંચો >હાડસાંકળ
હાડસાંકળ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cissus quadrangula Linn. syn. Vitis quadrangula (Linn.) Wall. ex Wight & Arn. (સં. અસ્થિશૃંખલા, અસ્થિસંહારી, વજ્રવલ્લી; હિં. હડજોડ, હડજોરા, હારસાંકરી; બં. હાડજોડા, હારભંગા; મ. ચોધારી, હુરસંહેર, કાંડવેલ; ત. પિંડપિ, વચિરાવલ્લી; તે. નબ્લેરુટીગા; ક. મંગરોલી; ગુ. ચોધારી, હાડસંદ, વેધારી,…
વધુ વાંચો >હારિત
હારિત : આયુર્વેદાચાર્ય. પરંપરાપ્રાપ્ત માન્યતા અનુસાર આયુર્વેદનું જ્ઞાન સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજે, તેમની પાસેથી મહર્ષિ પુનર્વસુ આત્રેયે અને તેમની પાસેથી પરાશરે જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ પરાશરે અગ્નિવેશ, ભેલ, જાતૂકર્ણ, પારાશર, હારિત અને ક્ષારપાર્ણિ – એ છ શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું. આ છ શિષ્યોએ પોતપોતાના નામે સ્વતંત્ર સંહિતાગ્રંથો લખેલા; પરંતુ…
વધુ વાંચો >હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ)
હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. તે પાચનની ખામીથી થતાં ખાસ કરી વાયુ અને કફદોષથી થનારાં દર્દોની સર્વાધિક લોકોપયોગી અને પ્રચલિત ઔષધિ છે. ઔષધિના સંઘટકો : આ ચૂર્ણમાં સૂંઠ, મરી, લીંડી પીપર, અજમો, સિંધાલૂણ, સફેદ જીરુ, શાહજીરુ અને સંચળ હોય છે. આ બધા 11 ભાગ અને 8મો ભાગ ઘીમાં સાંતળેલી…
વધુ વાંચો >હીમજ (બાળહરડે)
હીમજ (બાળહરડે) : મોટી પાકી હરડેનું બાલ-સ્વરૂપ – નાની કાચી હરડે. ગુજરાતના લોકો તેનો રેચ (જુલાબ) માટે ખાસ ઉપયોગ કરે છે. વિવિધભાષી નામો : સં. બાલહરીતકી; હિં. કાલી હડ, છોટી હડ, હર્ર, બાલહડ, જોંગી હડ; ગુ. હીમેજ, હીમજ, નાની હરડે, કાળી હરડે; મ. બાલહરડા; અ. હતીલજ, ઇહલીલજ, અસ્વદ; ફા. હલીલ…
વધુ વાંચો >હીરા દખણ (બિયાનો ગુંદ)
હીરા દખણ (બિયાનો ગુંદ) : બિયાના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ચીકણો રસ કે ગુંદર. તેનું સ્વરૂપ અને ગુણ ખાખરાના ગુંદની સાથે મળતાં આવે છે. વિવિધભાષી નામો : સં. વિજયસાર, બીજક નિર્યાસ; હિં. હીરાદોખી, હીરા દક્ખણ, ચિનાઈ ગોંદ; ગુ. હીરા દખણ; મ. બિબળા; ક. કેપિનહોન્ને; ફા. દમ્મુલ અખબીન; અં. મલબાર કિનો; લૅ.…
વધુ વાંચો >હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ)
હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ) : શરીરનાં વાયુ, પિત્ત અને કફ અનેક કારણોથી વિકૃત થતાં તે રસધાતુને દૂષિત કરે અને તેથી હૃદયમાં એકત્રિત થાય ત્યારે તેની નૈસર્ગિક ક્રિયાઓમાં અવરોધ પેદા કરતો રોગ. તે હોજરી, યકૃત, ફેફસાં જેવાં અંગોની વિકૃતિથી ઉત્પન્ન હૃદયની પીડાનો રોગ છે. તેમાં હૃદયની માંસપેશી, હૃદયાવરણ, હૃદયખંડ તથા હૃદય-કપાટ વગેરે(અલગ અંગો)ની…
વધુ વાંચો >