વિપુલ યાજ્ઞિક

કૅલ્શિયમ માર્ગરોધકો

કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) : ઉત્તેજિત (stimulated) કોષમાં કૅલ્શિયમનાં આયનોના પ્રવેશને અટકાવતાં ઔષધોનું જૂથ. કોષમાં કૅલ્શિયમ આયનો પ્રવેશી શકે તે માટેનો ધીમો માર્ગ (slow channel) હોય છે જેના દ્વારા ઉત્તેજિત અથવા અધ્રુવિત (depolarised) કોષમાં કૅલ્શિયમનાં આયનો ધીમે ધીમે પ્રવેશે છે. આ માર્ગ કોષપટલનાં છિદ્રોનો બનેલો હોય છે. કોષમાં પ્રવેશેલા…

વધુ વાંચો >

ક્લૉનિડીન

ક્લૉનિડીન : લોહીનું દબાણ ઘટાડતું એક ઔષધ. ક્લૉનિડીન α2-એડ્રિનર્જિક પ્રકારના અનુકંપી સ્વીકારકો(sympathetic receptors)નું વિશિષ્ટ રીતે (selectively) ઉત્તેજન કરે છે. તે દ્વારા તે લોહીનું દબાણ ઘટાડે છે, ઘેન લાવે છે તથા હૃદયના ધબકારા ધીમા કરે છે. જો નસ વાટે તે અપાય તો સૌપ્રથમ લોહીનું દબાણ વધે છે અને ત્યાર પછી તે…

વધુ વાંચો >

ક્વિનિડીન

ક્વિનિડીન : હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવાર માટે વપરાતું ઔષધ. ક્વિનિડીન સિંકોનાની છાલમાંથી મળતું ક્વિનીન જેવું એક આલ્કેલૉઇડ છે. તે હૃદયની તાલબદ્ધતા(rhythm)ના વિકારોમાં વપરાતાં ઔષધોના IA જૂથનું છે. આ જૂથનાં ઔષધો કોષપટલ પર આવેલા સોડિયમ-માર્ગ(sodium-channel)ને અવરોધે છે અને તેથી હૃદયના સ્નાયુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના ક્રિયાવિભવ (action potential)ના ‘O’…

વધુ વાંચો >