વિદ્યુત ઇજનેરી
વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી
વાયરિંગ (wiring) અને તેની સાધનસામગ્રી વીજળીથી ચાલતાં સાધનો કે ઉપકરણોને ઇલેક્ટ્રિક વાયરોથી કરવામાં આવતું વીજજોડાણ. વીજળીનો વપરાશ સલામત રીતે થઈ શકે તે માટે યોગ્ય પ્રકારના વાયરિંગની જરૂર છે. વીજપ્રવાહ તાંબા કે ઍલ્યુમિનિયમના વાહકમાંથી પસાર કરવામાં આવે છે. તેનું વીજદબાણ ગૃહઉપયોગ માટે 230 વોલ્ટ જેટલું હોય છે. તેથી વાહક પર રબર…
વધુ વાંચો >વિદ્યુત-ઉપમથક (Electric substation)
વિદ્યુત-ઉપમથક (Electric substation) : વિદ્યુત-ઊર્જાતંત્ર (electric power system)માં વિવિધ પ્રયુક્તિઓ (devices) અને સાધનોનો સમૂહ ધરાવતું સ્થાન. આ એવો સમૂહ હોય છે કે જેમાંથી વિદ્યુત-ઊર્જાને સંચારણ (transmission), વિતરણ (distribution), આંતરિક જોડાણ (interconnection), પરિવર્તન (transformation), રૂપાંતરણ (conversion) અથવા સ્વિચિંગ માટે પસાર કરવામાં આવે છે. વિદ્યુત-ઉત્પાદક મથક અને વિદ્યુતના ઉપભોક્તા વચ્ચેની તે જીવંત…
વધુ વાંચો >વિદ્યુતકોષ (battery)
વિદ્યુતકોષ (battery) : રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરતી પ્રયુક્તિ (device). જ્યારે બે કે વધુ વિદ્યુતકોષને વિદ્યુતકીય રીતે એક જૂથમાં જોડવામાં આવે છે ત્યારે આ ‘બૅટરી’ પદનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ પદનો ઉપયોગ એક કોષ માટે પણ કરી શકાય છે : સામાન્યત: વિદ્યુતકોષ(battery)ના બે પ્રકાર છે : (1) પ્રાથમિક…
વધુ વાંચો >વિદ્યુત-જાળતંત્ર (Electrical grid system)
વિદ્યુત-જાળતંત્ર (Electrical grid system) : વિદ્યુતશક્તિતંત્રનો એવો ભાગ કે જેના દ્વારા પ્રત્યેક વપરાશકાર કે ગ્રાહક સુધી વિદ્યુતઊર્જા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે વીજઉત્પાદક મથકો કોલસાની ખાણો અથવા પાણીના મોટા બંધની નજીકમાં આવેલાં હોય છે; જ્યારે વિદ્યુતનો વપરાશ તેમનાથી દૂર આવેલાં સ્થળોએ, વીજબોજ-કેન્દ્રો(load centres)એ થતો હોય છે. કેટલીક વાર ઉત્પાદનક્ષમતા…
વધુ વાંચો >વિદ્યુતપરિપથ-ભેદક (circuit breaker)
વિદ્યુતપરિપથ-ભેદક (circuit breaker) : સામાન્ય અથવા અસામાન્ય સંજોગોમાં વિદ્યુતશક્તિ-પ્રણાલીના પ્રચાલન દરમિયાન વિદ્યુતપરિપથને ખુલ્લો અથવા બંધ કરતી પ્રયુક્તિ (device). પ્રણાલીના સામાન્ય સંચાલન દરમિયાન તે વીજબોજ(electric load)ને ઊર્જિત (energise) અથવા વિ-ઊર્જિત (deenergise) કરવાનું કાર્ય કરે છે. અસામાન્ય સંજોગોમાં જ્યારે વધુ પડતો વીજપ્રવાહ ઉત્પન્ન થાય, કે પ્રણાલીમાં ખામી ઉદ્ભવે, ત્યારે તેનાથી સાધનોને તથા…
વધુ વાંચો >વિદ્યુત-પવનચક્કી
વિદ્યુત-પવનચક્કી : પવન-ઊર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત પેદા કરવા માટેની પ્રયુક્તિ. પવનની ઊર્જાનો ઉપયોગ સદીઓ પૂર્વેથી થતો આવ્યો છે. પવનચક્કીનો ઉપયોગ કરીને ખેતરોમાં પાણી પાવામાં આવતું તથા અનાજ દળવામાં આવતું. થોડાં વર્ષોથી પવનની શક્તિનો ઉપયોગ વીજ-ઉત્પાદન કરવાની દિશામાં કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને અમુક પ્રમાણમાં પવનશક્તિ(wind-power)-પ્લાન્ટ ચાલી રહ્યા છે. પવનશક્તિ-પ્લાન્ટમાં…
વધુ વાંચો >વિદ્યુત-પ્રમાણ(power factor)મિટર
વિદ્યુત-પ્રમાણ(power factor)મિટર : નિવેશી (input) શક્તિનો કેટલો અંશ ઉપયોગી કાર્ય માટે વપરાય છે તે માપતું સાધન. તે ગતિમાન (moving) પ્રણાલીમાં બે ગૂંચળાં (coils) અને એક અથવા બે સ્થાયી (fixed) ગૂંચળાં ધરાવતું ઇલેક્ટ્રૉડાઇનૉમોમિટરનું રૂપાંતરિત (modified) રૂપ છે. ભારત અને અન્ય ઘણા દેશોમાં સામાન્ય રીતે પ્રત્યાવર્તી વીજપ્રવાહ (alternating current, a.c.) રૂપે વિદ્યુતના…
વધુ વાંચો >વિદ્યુત-મોટર
વિદ્યુત-મોટર વીજશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરતું સાધન. તેને વીજ-પુરવઠા સાથે જોડવાથી તેનું આર્મેચર (armature) ગોળ ફરે છે તેથી તેની ધરી સાથે જોડેલ યંત્ર ફરે છે. ઘણા પ્રકારની વિદ્યુત-મોટરો વિકસાવવામાં આવી છે. વિદ્યુત-મોટરને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : (1) ડી. સી. (direct current) મોટર, (2) એ. સી. (alternate current) મોટર…
વધુ વાંચો >