વિદ્યુત ઇજનેરી
દાબવિદ્યુત અસર
દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા…
વધુ વાંચો >દોલકો
દોલકો : ઊર્જારૂપાંતરણ માટેની એક પ્રયુક્તિ. આવી પ્રયુક્તિ દ્વારા ડી.સી. સ્રોતમાંથી વિદ્યુતશક્તિ મેળવાય છે અને તેનું વિદ્યુત-દોલનોમાં રૂપાંતર થાય છે. આ રીતે પેદા થતાં દોલનો વિવિધ આવૃત્તિઓ, તરંગ સ્વરૂપ અને શક્તિ-સ્તર ધરાવતા એ.સી. પ્રવાહ છે. દોલકપરિપથ સાકાર કરવા માટે શૂન્યાવકાશ કરેલી નળીઓ, ટ્રાન્ઝિસ્ટર અને સંકલિત પરિપથ (integrated circuit) જેવા વિવિધ…
વધુ વાંચો >ધુવારણ
ધુવારણ : ગુજરાતમાં ખેડા જિલ્લાના ખંભાત તાલુકાનું, વિદ્યુતમથકને કારણે જાણીતું બનેલું ગામ. સ્થાન : 22° 14´ ઉ. અ. અને 72° 46´ પૂ. રે.. તે મહી નદીના મુખ ઉપર ખંભાતના અખાતના કિનારે ખંભાતથી અગ્નિકોણમાં 15 કિમી. અંતરે અને વાસદ-કઠાણા સ્ટેશનથી 9 કિમી. અંતરે આવેલું છે. વિદ્યુતમથકનો કચરો નદી મારફત સમુદ્રમાં સહેલાઈથી…
વધુ વાંચો >પરાવૈદ્યુત (dielectric)
પરાવૈદ્યુત (dielectric) : વિદ્યુત-પ્રતિબળ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતો પદાર્થ. આવા પદાર્થો સામાન્ય રીતે અવાહક હોય છે. પરાવૈદ્યુત એવું દ્રવ્ય કે એવો પદાર્થ છે, જેમાં ઊર્જાના ન્યૂનતમ વ્યય સાથે વિદ્યુતક્ષેત્રને ટકાવી રાખી શકાય છે. કોઈ પણ ઘનપદાર્થ ત્યારે જ પરાવૈદ્યુત બને છે જ્યારે તેનો સંયોજકતા-પટ (valence band) પૂર્ણ રીતે ભરાય…
વધુ વાંચો >પરાવૈદ્યુત તાપન (dielectric heating)
પરાવૈદ્યુત તાપન (dielectric heating) : ઉચ્ચ દબાણ અને ઉચ્ચ આવૃત્તિવાળા વીજપ્રવાહના તરંગોથી તાપન કરવાની રીત. વિદ્યુત-તાપનના ત્રણ પ્રકાર છે : અવરોધ-તાપન, પ્રેરણા-તાપન અને પરાવૈદ્યુત-તાપન. પરાવૈદ્યુત-તાપન, જે પદાર્થ વિદ્યુતનો અવાહક હોય તેને ગરમ કરવા માટે વપરાય છે. તે પદાર્થની લાક્ષણિકતાને અનુલક્ષીને 1 MHzથી 300 MHz આવૃત્તિએ કાર્ય કરે છે. પદાર્થ ઉપર…
વધુ વાંચો >પરાવૈદ્યુતાંક (dielectric constant)
પરાવૈદ્યુતાંક (dielectric constant) : વિદ્યુતભારના વહન સામે માધ્યમની અવરોધશક્તિની માત્રાનું માપ. વિદ્યુત-સ્થાનાંતર અને તે પેદા કરનાર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર તરીકે તેને વ્યક્ત કરવામાં આવે છે. તેની સંજ્ઞા ∈ (એપ્સોલોન) છે અને તેનો એકમ ફૅરાડ/મીટર છે. તેનું મૂલ્ય હંમેશાં એકથી વધારે હોય છે. શૂન્યાવકાશ અથવા મુક્ત અવકાશના પરાવૈદ્યુતાંકને નિરપેક્ષ પરાવૈદ્યુતાંક (∈o)…
વધુ વાંચો >પૅન્ટોડ
પૅન્ટોડ : પાંચ ઇલેક્ટ્રૉડ (વિદ્યુત-ધ્રુવ) ધરાવતી નિર્વાત કરેલી કાચની નળી (vaccum-tube). તેને વાલ્વ પણ કહે છે. કારણ કે આ પ્રયુક્તિ એક જ દિશામાં કાર્ય કરે છે. 1946માં ગણકયંત્ર ‘એનિયાક’ એટલે કે electronic numerical integrator and calculator – ENIACમાં 19,000 વાલ્વનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કમ્પ્યૂટરમાં વાલ્વના ઉપયોગથી તેનું કદ ખૂબ…
વધુ વાંચો >પૈકારા
પૈકારા : તમિળનાડુ રાજ્યમાં આવેલું મહત્ત્વનું જળવિદ્યુતમથક. નીલગિરિ જિલ્લામાં ઉટાકામંડથી વાયવ્યમાં આશરે 20 કિમી. અંતરે તે આવેલું છે. તમિળનાડુ અને કર્ણાટકની સરહદ પર વહેતી મોયાર નદીના ઉપરવાસના પ્રવાહ પર પૈકારા આવેલું છે. આ જળવિદ્યુતમથકનું કામ 1932માં પૂર્ણ કરવામાં આવેલું. તેની ઉત્પાદનક્ષમતા 70 મેગાવૉટ જેટલી છે. મોયાર નદીના વિસ્તારમાં સરેરાશ 2,000…
વધુ વાંચો >પ્રસ્ફુરણગણક (scintillation counter)
પ્રસ્ફુરણગણક (scintillation counter) : વિદ્યુત-કણ અથવા વિકિરણ માપવા માટે વપરાતા સંસૂચક (detector). તે ઉત્સર્જિત પ્રકાશના પ્રસ્ફુરણ અથવા ઝબકારાને પ્રકાશ-સંવેદનશીલ સાધન (મોટેભાગે પ્રકાશ-ગુણક-photomultiplier) દ્વારા ગ્રહણ કરીને કાર્ય કરે છે. પ્રસ્ફુરણ-ગણકની મદદથી વિદ્યુત-કણ, ગૅમા-કિરણો અથવા એક્સ-કિરણોનું અસ્તિત્વ તથા તેમની શક્તિ અથવા પ્રસ્ફુરણ માધ્યમની અંદર થતો તેમની શક્તિનો વ્યય (energy loss) માપી શકાય…
વધુ વાંચો >