વિજ્ઞાન (સામાન્ય)

સુબ્રમણ્યમ્ કે.

સુબ્રમણ્યમ્, કે. (જ. 19 જાન્યુઆરી 1929, તિરુચિરાપલ્લી, તમિલનાડુ) : સંરક્ષણની બાબતોના નિષ્ણાત. પિતાનું નામ કૃષ્ણસ્વામી ઐયર અને માતાનું નામ સીતાલક્ષ્મી. એમ.એસસી. સુધીનું શિક્ષણ લીધા બાદ 1950માં ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)માં જોડાયા. 1976થી 77 દરમિયાન તમિલનાડુ રાજ્યના ગૃહખાતાના સચિવ રહ્યા. 1977થી 79 દરમિયાન કેન્દ્ર સરકારના કૅબિનેટ સેક્રેટરીના વધારાના સચિવ (additional secretary) પદ…

વધુ વાંચો >

સુરંગ (Dynamite Booby-trap Land-mine)

સુરંગ (Dynamite, Booby-trap, Land-mine) : ખાસ ટોટો દ્વારા નિર્ધારિત સમયે સંહારક વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સાધન. તેની શોધ આલ્ફ્રેડ બી. નોબેલે (1833-96) કરી હતી, જેમાંથી તેણે અઢળક ધનની કમાણી કરી હતી અને તે ધનરાશિમાંથી તેના નામે વિશ્વસ્તર પર નોબેલ પારિતોષિકો દાખલ કરવામાં આવ્યાં. સુરંગ મહદ્અંશે યુદ્ધોમાં, ખાણોમાં, પહાડોમાં…

વધુ વાંચો >

સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB)

સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB) : હૈદરાબાદ ખાતે આવેલું કોષીય અને આણ્વિક જીવવિજ્ઞાન-કેન્દ્ર. તે આધુનિક જીવવિજ્ઞાન વિશે અનુસંધાનનું એક અગત્યનું કેન્દ્ર છે. તેનો મુખ્ય આશય ભારતના જીવપ્રૌદ્યોગિકી(બાયૉટૅક્નૉલૉજી)ના વિકાસનો છે. સી.સી.એમ.બી. જીવવિજ્ઞાનનાં અન્ય પાસાંઓની પણ તકનીકી તાલીમ આપે છે. આ કેન્દ્ર ભારતમાં…

વધુ વાંચો >

સૅન્ટૉસ ડૂમૉન્ટ ઍલ્બર્ટો

સૅન્ટૉસ, ડૂમૉન્ટ ઍલ્બર્ટો [જ. 1873, સૅન્ટૉસ ડૂમૉન્ટ (અગાઉ પામિરા તરીકે ઓળખાતું આ શહેર હવે તેમના નામથી ઓળખાય છે.), બ્રાઝિલ; અ. 1932] : બ્રાઝિલના હવા ઉડાણના અગ્રેસર. તેમણે ફ્રાન્સમાં અભ્યાસ કર્યો અને મોટાભાગની જિંદગી ત્યાં જ ગાળી. 1898માં તેમણે એક બલૂન ઉડાવ્યું. તે પછી તેમણે એક ‘ઍરશિપ’ બનાવ્યું અને 1901માં તેમાં…

વધુ વાંચો >

હાડવૈદ

હાડવૈદ : જુઓ પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >