વાતાવરણશાસ્ત્ર
વાતાવરણ-જલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface)
વાતાવરણજલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface) : વાતાવરણ અને મહાસાગર-જળના સંપર્કમાં રહેલો સીમાપટ. પૃથ્વીનાં પારિસ્થિતિક પરિબળો પૈકીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની સક્રિયતા માટે આ પટનું ઘણું મહત્વ છે. મોટાભાગની દરિયાઈ જીવસૃદૃષ્ટિના નિભાવ માટે તે ઉપયોગી બની રહે છે. ગરમ થયેલી મહાસાગર-જળસપાટી પરથી પાછાં પડતાં વિકિરણો દ્વારા અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તાર પરનું અંતરાપૃષ્ઠ…
વધુ વાંચો >વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science)
વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science) : પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાયુમંડળનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારના વાયુમંડળમાં સર્જાતી ઘટનાઓનો અભ્યાસ વાતાવરણશાસ્ત્રના વ્યાપમાં ગણાય, જ્યારે તેની ઉપરના વિસ્તારના વાયુમંડળમાંની ઘટનાઓ વાયુશાસ્ત્ર- (aeronomy)ના વ્યાપમાં ગણાય. પૃથ્વીના 100 કિમી. સુધીના વાતાવરણને ત્રણ સ્પષ્ટ વિસ્તારોમાં વહેંચી શકાય છે. સૌથી નીચેનો, સપાટીથી 15…
વધુ વાંચો >વાદળ (clouds)
વાદળ (clouds) : હવામાનની જે બધી ઘટનાઓ ઘટે છે તેમાં વાદળાંની ઘટના ખૂબ કૌતુકસભર છે. વાદળાં સુંદર અને મનોરંજક લાગવા ઉપરાંત તે હવામાનની પરિસ્થિતિ અંગે ઉપયોગી સૂચનો પૂરાં પાડે છે અને દુનિયાભરના હવામાન-નિરીક્ષકો તેનું નિયમિત સર્વેક્ષણ (મૉનિટરિંગ) કરે છે. વાદળાંના પ્રકારો, તેમની ઊંચાઈ અને ઍક્ટાસ(અષ્ટક)માં મપાતી તેમની આકાશમાંની વ્યાપકતા વગેરેનાં…
વધુ વાંચો >વાયુ (gas)
વાયુ (gas) : દ્રવ્ય કે પદાર્થની અવસ્થાઓ (phases) ઘન, પ્રવાહી, વાયુ પૈકીની ત્રીજી અવસ્થા. પ્રાચીન વેદ-પુરાણોમાં સ્થૂળ જગતના જે પાંચ મૂળ તત્ત્વો ગણવામાં આવે છે, તે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુસ્વરૂપની આ સૌપ્રથમ સંકલ્પના ગણાય. કોઈ પદાર્થ સામાન્યપણે વાયુ ન હોય પણ તેને જરૂરી ગરમી આપતાં તે…
વધુ વાંચો >વાયુ-અચળાંક (gas constant)
વાયુ-અચળાંક (gas constant) : આદર્શ વાયુ-સમીકરણમાંનો અનુપાતી અચળાંક (proportionality constant). સંજ્ઞા R. તેને સાર્વત્રિક (universal) મોલર વાયુ-અચળાંક પણ કહે છે. તે એક અન્ય મૂળભૂત અચળાંક, બૉલ્ટ્ઝમૅન અચળાંક (k અથવા kB) સાથે નીચેના સમીકરણ મુજબ સંકળાયેલો છે : R = kL [L = એવોગેડ્રો અચળાંક (સંખ્યા)] (1) ગેલિલિયો સાથે ફ્લૉરેન્સમાં અભ્યાસ…
વધુ વાંચો >વાયુમંડલીય વિદ્યુત
વાયુમંડલીય વિદ્યુત : વાયુમંડળમાં સર્જાતી વિદ્યુત-ઘટનાઓમાં, મેઘગર્જના સાથે દેખાતા વિદ્યુત-પ્રપાતો અને પ્રમુખ દૃશ્ય ઘટના. પરંતુ આ ઉપરાંત સ્વચ્છ જણાતા શાંત વાતાવરણમાં પણ નિરંતર, પરંતુ પ્રમાણમાં ઘણો નિર્બળ એવો વિદ્યુત-પ્રવાહ વહેતો જ હોય છે અને આ બંને પ્રકારની વિદ્યુત-ઘટનાઓ તેમની વચ્ચેના પરસ્પર સંબંધ દ્વારા પૃથ્વીવ્યાપી વિદ્યુત-પ્રવાહની એક સાંકળ સર્જે છે. આ…
વધુ વાંચો >વાયુશાસ્ત્ર (Aeronomy)
વાયુશાસ્ત્ર (Aeronomy) : ઉપલા વાતાવરણને લગતું વિજ્ઞાન. આમ તો પૃથ્વીના સમગ્ર વાયુ-આવરણમાં સર્જાતી ભૌતિક તથા રાસાયણિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ વાયુશાસ્ત્રના વ્યાપમાં આવે; પરંતુ સામાન્ય રીતે આ શબ્દ પૃથ્વીની સપાટીથી 100 કિમી. અને તેથી વધુ ઊંચાઈ પર આવેલ વાયુ-આવરણોમાં સર્જાતી ઘટનાઓના અભ્યાસ સંદર્ભે પ્રયોજાય છે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે,…
વધુ વાંચો >વાયુસમુચ્ચય અને વાતાગ્ર (air masses and air front)
વાયુસમુચ્ચય અને વાતાગ્ર (air masses and air front) પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાતાવરણમાં રહેલા હવાના વિશાળ જથ્થા. તે વાતસમુચ્ચય તરીકે પણ ઓળખાય છે. તે વાતાવરણમાં આશરે 1,600 કિમી.ની ઊંચાઈએ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં ઘણા મોટા વિસ્તારો આવરી લે છે. ત્યાંની વિવિધ ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં તેમની અંદર તાપમાન અને ભેજનું વિતરણ એકસરખું…
વધુ વાંચો >વાર્વ (varve)
વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ…
વધુ વાંચો >વાવાઝોડું
વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના…
વધુ વાંચો >