વાતાવરણશાસ્ત્ર
કૉરપેન વ્લાદિમિર પેતર
કૉરપેન, વ્લાદિમિર પેતર (જ. 25 સપ્ટેમ્બર 1846, લેનિનગ્રાડ, રશિયા; અ. 22 જૂન 1940, ગ્રાઝ, ઓસ્ટ્રિયા) : વિશ્વ આબોહવા વિસ્તારોના વર્ગીકરણ તેમજ તેના નકશાઓ માટે પ્રસિદ્ધિ પામેલ, જર્મન આબોહવાશાસ્ત્રી (climatologist) તથા વાયુશાસ્ત્રી (meteorologist). ક્રીમિયાના એક નવયુવાન વિદ્યાર્થી તરીકે કૉરપેનને, વનસ્પતિ ઉપર આબોહવાની અસરોમાં રસ પડવા લાગ્યો હતો. 1875થી 1919 સુધી હૅમ્બર્ગની…
વધુ વાંચો >કોષ્ણવાતાગ્ર
કોષ્ણવાતાગ્ર (warm-airfront) : વાતાવરણના ક્ષોભમંડળ -(troposphere)માંનો કોષ્ણ હવાનો એક વાતાગ્ર. ક્ષોભમંડળમાં કોષ્ણ અને શીતલ વાતસમુચ્ચય(airmass)ના સંસર્ગ વિભાગમાં લગભગ હંમેશાં હવામાનના વિક્ષોભ નજરે પડે છે. સામાન્યત: કોષ્ણ હવા પ્રમાણમાં હલકી હોવાથી શીતલ હવા કરતાં ઉપર ચઢે છે એટલે સંસર્ગ વિસ્તાર (contact zone) ઢળતી સપાટી જેવો હોય છે. આ સપાટી પૃથ્વીતલને જ્યાં…
વધુ વાંચો >ચક્રવાત (cyclone)
ચક્રવાત (cyclone) : સ્થાનિક લંબની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં ઘૂમતા પ્રબળ પવનો. વિષુવવૃત્તીય પટ્ટાની બહાર આવેલાં ક્ષેત્રોમાંથી પસાર થતી વિશાળ, પરિભ્રામી (rotary) વાતાવરણીય પ્રણાલીમાં પવન સ્થાનિક અનુલંબ(vertical)ની આસપાસ પૃથ્વીના ભ્રમણની દિશામાં જ ઘૂમે છે. આને લીધે ચક્રવાત દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાવર્ત (clockwise) અને ઉત્તર ગોળાર્ધમાં વામાવર્ત (anticlockwise) રીતે ઘૂમે છે. પરિણામે…
વધુ વાંચો >ચક્રવાયુસ્તંભ (tornado)
ચક્રવાયુસ્તંભ (tornado) : ખૂબ જ નીચા દબાણવાળા કેન્દ્રની આસપાસ પ્રચંડ ઝડપથી ઘૂમતો, 10થી 100 મી. વ્યાસના ભૂખરાથી કાળા રંગના ઊંચા સ્તંભ જેવો ભ્રમિલ(vortex)પવન. જો તે નાનો હોય તો તેને વંટોળિયો (whirlwind) કહે છે. જો તે સરોવર કે દરિયા ઉપરથી ઉદભવે કે પસાર થાય તો તેને જલસ્તંભ (waterspout) કહે છે. નીચે…
વધુ વાંચો >ચાંદ્ર આંદોલન (libration)
ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57…
વધુ વાંચો >ચુંબકપ્રકાશીય અસર (magnetooptical effect)
ચુંબકપ્રકાશીય અસર (magnetooptical effect) : ચુંબકપ્રેરિત પ્રકાશીય અસર. તે ત્રણ જુદા જુદા પ્રકારની છે : (1) ફૅરેડે અસર, (2) કૉટન-મોટન અસર અને (3) વોઇટ અસર. (1) ફૅરેડે અસર : 1825માં માઇકલ ફૅરેડેએ કોઈ પ્રકાશીય માધ્યમ ઉપર ચુંબકીય ક્ષેત્રની કેવી અસર થાય છે તે અંગે સંશોધન કર્યું. તેણે શોધી કાઢ્યું કે…
વધુ વાંચો >ચુંબકશીલતા (magnetic permeability)
ચુંબકશીલતા (magnetic permeability) : પદાર્થનો એક ચુંબકીય ગુણધર્મ. તેનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર વડે પદાર્થમાં ઉદભવતી ચુંબકીય અભિવાહ (flux) ઘનતા (ચુંબકીય પ્રેરણ – magnetic induction) B અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા Hના ગુણોત્તર જેટલું છે. તેને ગ્રીક મૂળાક્ષર ‘મ્યુ’ (μ) વડે દર્શાવવામાં આવે છે. ચુંબકશીલતા બે પ્રકારની હોય છે : (i) શુદ્ધ…
વધુ વાંચો >ચુંબકીય અનુનાદ (magnetic resonance)
ચુંબકીય અનુનાદ (magnetic resonance) : અમુક પરમાણુઓની ચુંબકીય પ્રચક્રણતંત્રને પ્રત્યાવર્તી (alternating) ચુંબકીય ક્ષેત્ર લગાડતાં, પ્રચક્રણતંત્રને વિશિષ્ટ અનુનાદી (resonant) આવૃત્તિએ, પરમાણુઓ વડે ઉદભવતી ઊર્જાશોષણની ઘટના. પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રનું પ્રત્યાવર્તન (alteration), ચુંબકીય સિસ્ટમની પ્રાકૃતિક આવૃત્તિ સાથે સમકાલિક (synchronous) હોવું જરૂરી છે. મહદ્ અંશે પ્રાકૃતિક આવૃત્તિ એ ઘટક પરમાણુઓ-(constituent atoms)ની સમષ્ટિ ચુંબકીય ચાકમાત્રા…
વધુ વાંચો >ચુંબકીય એકધ્રુવ (magnetic monopole)
ચુંબકીય એકધ્રુવ (magnetic monopole) : ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન જેવા વિદ્યુતકણને અનુરૂપ અને ઉત્તર અથવા દક્ષિણ ચુંબકીય વિદ્યુતભાર ધરાવતો કાલ્પનિક ચુંબકીય કણ. ચુંબકીય એક ધ્રુવનું પ્રતિપાદન સંરક્ષણ (conservation) અને સંમિતીય (symmetry) નિયમોને આધારે થયેલું છે. સ્થિર વિદ્યુતભાર વિદ્યુતક્ષેત્ર અને ગતિ કરતો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકીય કણ પણ સ્થિર…
વધુ વાંચો >ચુંબકીય ક્ષેત્રસીમા
ચુંબકીય ક્ષેત્રસીમા : ચુંબક મંડળ(magnetosphere)ની બાહ્ય સીમા. પૃથ્વીની આસપાસના અવકાશમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. પૃથ્વીના પેટાળમાં આવેલી પીગળેલી ધાતુઓના આયનીકૃત સ્વરૂપના વિદ્યુતપ્રવાહોથી મહદંશે આ ચુંબકીય ક્ષેત્ર સર્જાય છે તેવું હાલમાં માનવામાં આવે છે. વળી પૃથ્વીના વાતાવરણમાંના આયનોસ્ફિયર નામના સ્તરમાં થતી વિદ્યુતભારિત કણોની ગતિના કારણે ઉદભવતા વિદ્યુતપ્રવાહ પણ, પૃથ્વીના ચુંબકીય…
વધુ વાંચો >