વસંત પરીખ

વેદોપદેશચંદ્રિકા

વેદોપદેશચંદ્રિકા : ગુજરાતી લેખક દ્યા દ્વિવેદની ‘નીતિમંજરી’નો ઉપદેશ વેદકથાઓ સાથે રજૂ કરતો ગ્રંથ. વેદવિદ સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજશ્રીએ એકીસાથે વિદ્વાન અને સામાન્ય જિજ્ઞાસુને વેદના માધ્યમથી ઉત્તમ નીતિબોધ અને આધ્યાત્મિક ચિંતનનો લાભ આપતો હિન્દી ભાષામાં લખેલો અને વારાણસીથી પ્રકાશિત થયેલો ગ્રંથ (સં. 2026). આ ગ્રંથનું સંપાદન સ્વામી ગોવિંદાનંદજી મહારાજે કર્યું છે. આ…

વધુ વાંચો >

વેંકટમાધવ

વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી…

વધુ વાંચો >

વૈદિક જાતિ

વૈદિક જાતિ : વેદમાં ઉલ્લેખાયેલી જાતિઓ. વેદકાલીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ચોક્કસ કુળ અને કુટુંબના લોકોના વર્ગોને જાતિ કે ટોળીના નામે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ વગેરેમાં તેમના કેટલાક ઉલ્લેખો મળે છે, તેથી તે ‘વૈદિક જાતિ’ એવી સંજ્ઞાથી ઓળખાય છે. પ્રાચીન ભારતીય સાહિત્યના કાળક્રમે ઉપલબ્ધ થતા સર્વપ્રથમ સ્મારક તરીકે વેદનું સ્થાન…

વધુ વાંચો >

શાક્ત સંપ્રદાય

શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને…

વધુ વાંચો >

શૈવદર્શન

શૈવદર્શન : પ્રાચીન ભારતનું શિવને પ્રમુખ માનતું દર્શન. વેદમાં એક તબક્કે અગ્નિ એ જ રુદ્ર છે એમ કહ્યું છે અને પછી ક્રમશ: રુદ્રનું શિવમાં રૂપાંતર થયું. અહીં રુદ્ર એક દેવ છે. તેમની આકૃતિનું પણ વર્ણન છે. તેઓ એકીસાથે દુષ્ટ તત્વના સંહારક અને સત્-તત્વના રક્ષક તથા કલ્યાણદાતા એવા દેવ છે. અહીં…

વધુ વાંચો >

શૈવ સંપ્રદાય

શૈવ સંપ્રદાય : પ્રાચીન ભારતીય સંપ્રદાય. શૈવધર્મે વૈદિક સમયમાં જ એક વિશિષ્ટ ધર્મ તરીકે સ્થાપિત થવાનો આરંભ કરી દીધો હતો અને પછી તેનો વ્યાપ વધતો જ રહ્યો. દક્ષિણમાં શિવોપાસના અતિપ્રચલિત બની. પરિણામે રુચિ, ભાવના અને રૂઢિ વગેરેના કારણે શિવપૂજા કે ઉપાસના પણ વિવિધ પ્રકારે થવા લાગી. તેમાં તંત્રોએ પણ જબરો…

વધુ વાંચો >