વનસ્પતિશાસ્ત્ર
મૂળદાબ
મૂળદાબ : કોષની ચયાપચયની પ્રક્રિયાઓને પરિણામે વનસ્પતિની જલવાહક પેશીનાં વાહકતત્વોમાં ઉત્પન્ન થતો ઘનાત્મક(positive) દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ. મૂળ દ્વારા ક્ષારોનું સક્રિય અભિશોષણ થતાં આસૃતિ વિભવ(osmotic potential)માં ફેરફારો થાય છે અને મૂળદાબ ઉદભવે છે, જેથી પાણી મૂળમાંથી પ્રકાંડમાં ઊંચે ચઢે છે. મૂળદાબ જલવાહિનીમાં દ્રાવ્ય પદાર્થોના સંચયન(accumulation)ને લઈને ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા…
વધુ વાંચો >મૂળા
મૂળા : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Raphanus sativus Linn. (સં. મૂલક; હિં. મૂલી; બં. મૂલા; ગુ., મ. મૂળા; તે., ત., ક. મલા, મુલંગી; અં. રૅડિશ) છે. બાહ્ય લક્ષણો : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ રોમિલ શાકીય વનસ્પતિ છે અને સફેદ કે ચળકતું રંગીન, ત્રાકાકાર, કંદિલ…
વધુ વાંચો >મૃદા (Soil)
મૃદા (Soil) પૃથ્વીના પોપડાનું સૌથી બહારનું ખવાણ પામેલું (weathered) સ્તર. તેની સાથે જીવંત સજીવો અને તેમના કોહવાટની નીપજો મિશ્ર થયેલી હોય છે. મૃદાનો અંગ્રેજી શબ્દ ‘soil’ લૅટિન શબ્દ ‘solum’ પરથી ઊતરી આવ્યો છે. તેનો અર્થ ‘મૂળ દ્રવ્ય’ (parent material) એવો થાય છે, જેમાં વનસ્પતિઓ ઊગે છે. સરોવર કે તળાવનું કાદવયુક્ત…
વધુ વાંચો >મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma)
મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma) : વનસ્પતિનાં લગભગ બધાં જ અંગોમાં જોવા મળતી અત્યંત સામાન્ય પ્રકારની સરળ સ્થાયી પેશી. તે આધારોતક પેશીતંત્ર(ground tissue system)ની મુખ્ય પ્રતિનિધિ છે અને પ્રકાંડના બાહ્યક (cortex) અને મજ્જા(pith)માં મૂળના બાહ્યકમાં, પર્ણદંડની આધારોતક પેશીમાં, પર્ણની મધ્યપર્ણ (mesophyll) પેશીમાં અને જલવાહક (xylem) કે અન્નવાહક (phaloem) પેશીમાં કોષોના સમૂહ તરીકે…
વધુ વાંચો >મૅગ્નોલિયેસી
મૅગ્નોલિયેસી : વનસ્પતિઓના મૅગ્નોલિયોફાઇટા વિભાગ (= દ્વિદળી વર્ગ)માં આવેલું એક કુળ. તે બે ઉપકુળોનું બનેલું છે : મૅગ્નોલિયૉઈડી અને લિરિયોડેન્ડ્રૉઈડી. તે 7 પ્રજાતિઓ અને લગભગ 219 જેટલી જાતિઓનું બનેલું કુળ છે. જોકે કેટલાક વર્ગીકરણની પદ્ધતિઓ મૅગ્નોલિયોઈડી ઉપકુળની બધી વનસ્પતિઓને મૅગ્નોલિયા પ્રજાતિ હેઠળ મૂકે છે. વિતરણ : આ કુળ ઉપોષ્ણકટિબંધીય (subtropical)…
વધુ વાંચો >મેથી
મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…
વધુ વાંચો >મેનિસ્પર્મેસી
મેનિસ્પર્મેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં લગભગ 70 પ્રજાતિ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. તેનું વિતરણ મોટેભાગે પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશોમાં થયેલું છે. બહુ ઓછી જાતિઓ પૂર્વ ભૂમધ્યપ્રદેશો અને પૂર્વ એશિયા સુધી વ્યાપી છે; પરંતુ યુરોપમાં તેની એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. ત્રણ પ્રજાતિઓની…
વધુ વાંચો >મેનીહૉટ
મેનીહૉટ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફૉર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ઊંચું શાકીય, ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપ ધરાવે છે અને બ્રાઝિલ અને અમેરિકાના ગરમ પ્રદેશોનું મૂલનિવાસી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. Manihot esculenta Cruntz. syn. M. utilissima Pohl; M. palmata Muell. (તે. કરાપેંડા લામુ; ત.…
વધુ વાંચો >મૅન્ગ્રોવ
મૅન્ગ્રોવ : સમુદ્રતટ ઉપર કળણભૂમિમાં થતો વનસ્પતિસમૂહ. તેને ચેરનાં કે ભરતીનાં જંગલો કહે છે. Rhizophora પ્રકારની વનસ્પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્ગલ’ (mangle) શબ્દનો ઉપયોગ અમેરિકનો, સ્પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્દનું પછી ‘મૅન્ગ્રોવ’(mangrove)માં રૂપાંતર થયું છે. વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના 30થી વધારે દેશોનો લગભગ 99,300…
વધુ વાંચો >મેન્ડેલ, ગ્રેગોર જોહાન
મેન્ડેલ, ગ્રેગોર જોહાન (જ. 22 જુલાઈ 1822, હીંઝેનડૉર્ફ, ઑસ્ટ્રિયા; અ. 6 જાન્યુઆરી, 1884, બ્રૂન ચેકોસ્લોવેકિયા) : જનીનવિજ્ઞાનના સંસ્થાપક. તે 1843માં ઑસ્ટ્રિયાના બ્રૂન શહેર (હાલના ચેકોસ્લોવેકિયાના બર્નો શહેર)ના સંત ઑગસ્ટાઇનના મઠમાં ગરીબ છોકરા તરીકે જોડાયેલા અને 1847માં તેમને ધર્મોપદેશકની દીક્ષા આપવામાં આવેલી. 1851માં તેમને વિયેના જઈ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પારંગત થવાનો આદેશ…
વધુ વાંચો >