વનસ્પતિશાસ્ત્ર
ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર
ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑન ઇન્ટરનેશનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા ઉષ્ણ કટિબંધના દેશોની બટાટાની જાતોની સુધારણા માટે 1971માં લિમા(પેરુ)માં સ્થાપવામાં આવેલ કેન્દ્ર. તેની ખાસ જવાબદારી જનનરસ (germ plasm) એકત્રિત કરી તેને જાળવી રાખવાની છે. આજ સુધીમાં તેણે બટાટાની 11,000થી વધુ જાતોની નોંધણી કરી છે. બટાટાની જાતોની સુધારણાનું કાર્ય કરતાં…
વધુ વાંચો >ઇન્દ્રજવ (કડો)
ઇન્દ્રજવ (કડો) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holarrhena antidysenterica (Linn.) Wall. syn. Wrightia antidysenterica Wall. (સં. કુટજ; હિં. કુર્ચી, કુશ; બં. કુડચી; મ. કુડા, કરૈયા; ક. કોડશિંગે, કોડમુરક; તા. વેપ્પાલે; તે. કોડિશચટ્ટુ, કરજમુ; મલ. વેનપાલા) છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદાં, રૂંછાળો દૂધેલો,…
વધુ વાંચો >ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં)
ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus colocynthis (Linn.) Schrad syn. C. vulgaris Schrad. (સં. ઇન્દ્રવારુણી, ચિત્રફલ, મહેન્દ્રવારુણી, એંદ્રી; હિં. લઘુ ઇન્દ્રાયણ, લઘુ ફરફેંદુ; મ. લઘુ ઇન્દ્રાવણું; ગુ. ઇન્દ્રવારણું, કડવી કોઠીંબી; બં. રાખાલશશા, રાખાલતાડુ; ક. હામેકકે; તે. એતિપુચ્છા; તા. પેયકામટ્ટી ટુમટ્ટી; અં. બીટર-ઍપલ,…
વધુ વાંચો >ઇફેડ્રા
ઇફેડ્રા : વનસ્પતિઓના અનાવૃત્ત બીજધારી વિભાગમાં આવેલા ઇફેડ્રેસી કુળની એક પ્રજાતિ. તે નીચી, બહુશાખિત, ટટ્ટાર, ભૂસર્પી (procumbent) કે કેટલીક વાર આરોહી ક્ષુપ જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ પ્રદેશોના શુષ્ક વિભાગોમાં થયેલું છે. તેની કેટલીક જાતિઓ ઇફેડ્રીન નામનું આલ્કેલૉઇડ ધરાવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. Ephedra…
વધુ વાંચો >ઇફેડ્રીન
ઇફેડ્રીન : જુઓ ઇફેડ્રા.
વધુ વાંચો >ઇમ્પેશિયન્સ
ઇમ્પેશિયન્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક ખૂબ મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય, ભાગ્યે જ ક્ષુપ કે પરરોહી (epiphytic) અને વધતે-ઓછે અંશે રસાળ (succulent) જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય એશિયા કે આફ્રિકાના પહાડી પ્રદેશોની મૂલનિવાસી છે, છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશો અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. ભારતમાં…
વધુ વાંચો >ઇરેન્થિમમ
ઇરેન્થિમમ: વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ક્ષુપ જાતિઓની બનેલી છે અને એશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તેનાં આકર્ષક પર્ણો અને પુષ્પોને કારણે ભારતીય ઉદ્યાનોમાં તેને ઉગાડવામાં આવે છે. તે આછા છાંયડાવાળી જગાઓએ થાય…
વધુ વાંચો >ઇલાયચી
ઇલાયચી : એકદળી વર્ગમાં આવેલા સીટેમિનેસી કુળના ઉપકુળ ઝિન્જિબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum Maton. (સં. એલા; મ. વેલદોડે; હિં. ઇલાયચી, છોટી એલચી; ગુ. ઇલાયચી, એલચી; બં. છોટી એલચી, એલાયચ; ક., તા. યાલાકકી; તે. એલાકી; મળ. એલ, એલાતરી, યેલામ; અં. કાર્ડેમન) છે. તેના સહસભ્યોમાં સોનેટકા, કપૂરકાચલી, આદું, હળદર,…
વધુ વાંચો >ઇલેક્ટ્રૉન વહનશૃંખલા
ઇલેક્ટ્રૉન વહનશૃંખલા (electron transport chain) : ઉપચયિક (oxidation) શ્વસન દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રૉનોનું સ્થાનાંતર કરીને ઑક્સિજન સાથેની પ્રક્રિયામાં મદદરૂપ થનાર સહઉત્સેચકોની શૃંખલા. આ શૃંખલામાં અનુક્રમે NAD+ (નિકોટિન એમાઇડ ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ), FAD+ (ફ્લેવિન ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ) Co-Q+ (સહઉત્સેચક Q) અને સાયટોક્રોમ (cyt) જૂથના સહઉત્સેચકો b, C1, C અને Aનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >