વનસ્પતિશાસ્ત્ર
આમૂરા
આમૂરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની સદાહરિત વૃક્ષો ધરાવતી એક પ્રજાતિ. તેનું ઇંડો-મલયેશિયન પ્રદેશોમાં મુખ્યત્વે વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી Amoora wallichii King. (બં. લાલી, પિત્રજ; હિં. લાલચોની, આ. અમારી, ગુ. અમારી, રોહીડો) ઇમારતી લાકડા માટે અગત્યની વૃક્ષ-જાતિ છે. તેની એક જાતિ…
વધુ વાંચો >આર્કટૉટિસ
આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે. એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી…
વધુ વાંચો >આર્કિયૉપ્ટેરિસ
આર્કિયૉપ્ટેરિસ (Archaeopteris) : પર્ણિકાઓ ઉપર બીજ જેવી રચના ધારણ કરતી અશ્મીભૂત (fossil) ત્રિઅંગી વનસ્પતિની પ્રજાતિ (genus). આ વનસ્પતિ કૅનેડા, માઇન, ન્યૂયૉર્ક, પેનસિલવેનિયા અને આયર્લૅન્ડના કલ્કેની પરગણામાંથી અપર ડિવોનિયન (3,450 લાખ વર્ષ પૂર્વે) ખડકોમાંથી મળી છે. અસમ બીજાણુતાની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવતી આ વનસ્પતિ ત્રિઅંગીના સમબીજાણુવાળી સિલોફાઇટેલિસ અને લોઅર કાર્બોનિફેરસની અનાવૃત…
વધુ વાંચો >આર્ટેબૉટ્રિસ
આર્ટેબૉટ્રિસ (Artabotrys) : જુઓ લીલો ચંપો
વધુ વાંચો >આર્થ્રોકનેમમ
આર્થ્રોકનેમમ : દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arthrocnemum indicum (Willd) Moq. (ગુ. ભોલાડો) છે. તે ભારતનું વતની છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અને મુંબઈમાં વસઈના કિનારે ઊગી નીકળતી ચેર (mangrove) વનસ્પતિ છે. જામનગર-ભાવનગરના ઘોઘા બંદરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને મળતી આવતી પ્રજાતિ Salicornia…
વધુ વાંચો >આર્દ્રતા
આર્દ્રતા (વનસ્પતિશાસ્ત્ર) : હવામાં રહેલા ભેજનું માપ. સામાન્યત: તે સાપેક્ષ (relative) કે નિરપેક્ષ (absolute) આર્દ્રતા તરીકે માપવામાં આવે છે અને ટકાવારીમાં દર્શાવાય છે. આંતરકોષીય અવકાશ (intercellular space), વાયુકોટરો અને રંધ્રો (stomata) દ્વારા એક સળંગ વાતાયન (ventilation) વનસ્પતિમાં રચાય છે. તેની મારફતે ભેજ આવજા કરે છે. સાપેક્ષ આર્દ્રતા વાતાવરણમાં રહેલાં બે…
વધુ વાંચો >આર્બર, અગ્નેસ
આર્બર, અગ્નેસ (જ. 23 ફેબ્રુ. 1879, લંડન : અ. 22 માર્ચ 1960 કેમ્બ્રિજશાયર) : અંગ્રેજ મહિલા વનસ્પતિશાસ્ત્રી. તેમણે એકદળી વનસ્પતિઓની તુલનાત્મક અન્ત:સ્થ સંરચના (anatomy) ઉપર મહત્વના મૌલિક વિચારોનું પ્રદાન કરેલું છે. લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી. (1899) તથા ડી.એસસી. (1905) અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.(1909)ની ઉપાધિ મેળવી હતી. આમ તેમના કાર્યમાં વિજ્ઞાન અને…
વધુ વાંચો >આલુ
આલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. सं. आरुक; हिं. आलुका; ગુ. આલુ, જરદાલુ; અં. Apricot. આલુ(genus)નું લૅટિન નામ Prunus armeniaca છે. ગુલાબ (Rose), Rubus, Fragaria, Geum, સફરજન અને Pyrus અને Potentilla તેનાં સહસભ્યો છે. પરંતુ તે સર્વેમાંથી ફક્ત Potentilla નર્મદાના તટપ્રદેશમાં અને પાવાગઢ ઉપર ખાબોચિયાના કાંઠે મળે…
વધુ વાંચો >આલ્ટરનેન્થેરા
આલ્ટરનેન્થેરા (Alternanthera) : જુઓ જળજાંબવો.
વધુ વાંચો >આલ્થિયા
આલ્થિયા : જુઓ ગુલખેરૂ
વધુ વાંચો >