આર્કિયૉપ્ટેરિસ (Archaeopteris) : પર્ણિકાઓ ઉપર બીજ જેવી રચના ધારણ કરતી અશ્મીભૂત (fossil) ત્રિઅંગી વનસ્પતિની પ્રજાતિ (genus).

Archaeopteris sp. - MUSE

આર્કિયૉપ્ટેરિસ

સૌ. "Archaeopteris sp. - MUSE" | CC BY-SA 3.0

આ વનસ્પતિ કૅનેડા, માઇન, ન્યૂયૉર્ક, પેનસિલવેનિયા અને આયર્લૅન્ડના કલ્કેની પરગણામાંથી અપર ડિવોનિયન (3,450 લાખ વર્ષ પૂર્વે) ખડકોમાંથી મળી છે. અસમ બીજાણુતાની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવતી આ વનસ્પતિ ત્રિઅંગીના સમબીજાણુવાળી સિલોફાઇટેલિસ અને લોઅર કાર્બોનિફેરસની અનાવૃત બીજધારી વનસ્પતિનું ગોત્ર ટેરિડોસ્પર્મેલિસને જોડતી કડીરૂપ છે.

(1) આર્કિ. હાઇબરનિકા-ફળદ્રૂપ પર્ણિકા. તેમાં ફળદ્રૂપ પર્ણિકાઓ વાનસ્પતિક પર્ણિકાઓની મધ્યમાં છે. (2, 3) આર્કિ. લેટિફોલિયા, વંધ્ય અને ફળદ્રૂપ (4, 5) તેના લઘુ અને મહાબીજાણુગુચ્છ

Vol. 2.8

બીજ(seed)નું ઉત્પત્તિસ્થાન અસમબીજાણુતા (heterospory) માં છે. તેના અનુસંધાનમાં બીજાણુતા દર્શાવતું આર્કિયૉપ્ટેરિસનું પર્ણ ઘણા જ આદ્ય ડિવોનિયન ખડકોમાંથી મળેલ છે. તેને આધારે તે લઘુ અને મહાબીજાણુતાને પણ સાંધતી કડીરૂપ છે અને તેમાં જ તેનું ઉદગમસ્થાન રહેલું છે એમ કહી શકાય.

Callixylon નામની કૉર્ડેઇટેક્સ ગોત્રની આરક્ષિત(reserved) જીવાશ્મ-પ્રજાતિના પ્રકાંડના ખંડો આર્કિયૉપ્ટેરિસનાં પર્ણો સાથે ગાઢ રીતે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

સરોજા કોલાપ્પન