વનસ્પતિશાસ્ત્ર

ગુલબાસ

ગુલબાસ : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mirabilis jalapa Linn. (સં. નક્તા; મ. ગુલબાશી, સાયંકાળી; બં. વિષલાંગુલિયા; હિં. ગુલવાસ; તે. ચંદ્રકાંતા, ચંદ્રમાલી; તા. અંધીમાલીગાઈ; ક. ચંદ્રમાલીગ, સંજામાલીગ; મલા. અંતીમાલારી; અં. ફોર ઓ’ક્લૉક પ્લાન્ટ, માર્વલ ઑવ્ પેરૂ) છે. તેના સહસભ્યોમાં વખખાપરો, પુનર્નવા, બોગનવેલ, વળખાખરો વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

ગુલમેંદી

ગુલમેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagerstroemia indica Linn (હિં. બં. ફરશ, તેલિંગચિના; તે. ચિનાગોરંટા; તા. પાવાલાક-કુરિન્જી, સિનાપ્પુ; ગુ. ગુલમેંદી, લલિત, ચિનાઈ મેંદી; અં. કૉમન ક્રેપ મિર્ટલ) છે. તે સુંદર પર્ણપાતી (deciduous) ક્ષુપ કે નાનું વૃક્ષ છે. ગુલમેંદી ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને સુંદર…

વધુ વાંચો >

ગુલમોર

ગુલમોર : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix regia Rafin. syn. Poinciana regia Bojer ex Hook. (પં. શંખોદરી, મ. ગલતુર, ગુલતુરા, ગુલ્પરી, શંખાસર, ધાક્ટી-ગુલમોહોર; તે. સામિડીતાં-ઘેડું; અં. ગોલ્ડન મોહર, ફ્લેમ ટ્રી, ફ્લેમ્બોયન્ટ) છે. તે ધ્યાનાકર્ષક, શોભન, મધ્યમ કદનું 10 મી. જેટલી ઊંચાઈ ધરાવતું છાયા વૃક્ષ છે.…

વધુ વાંચો >

ગુલાબ

ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે. ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica…

વધુ વાંચો >

ગુલાબ કાતર (secateures)

ગુલાબ કાતર (secateures) : છોડની નાનીમોટી ડાળીઓ સરળતા અને સહેલાઈથી કાપી શકાય તે માટેની મોટી કાતર. ગુલાબની કાંટાવાળી વાંકીચૂકી ડાળીઓ કાપવા માટે ખાસ અનુકૂળ હોવાથી તેને ગુલાબ કાતર કહે છે. ડાળી કાપવાનું પાનું પોપટની ચાંચ જેવું વાંકું હોય છે અને પાછળના હાથાના ભાગમાં સ્પ્રિંગ હોય છે. તેથી તે ડાળી ઉપર…

વધુ વાંચો >

ગુલાબવેલ

ગુલાબવેલ : જુઓ ગુલાબ.

વધુ વાંચો >

ગુવાર

ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે. સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ,…

વધુ વાંચો >

ગુંદર (gum)

ગુંદર (gum) : વનસ્પતિના કોષ કે પેશીના વિકૃત ફેરફારોથી બહાર ઝરતો પદાર્થ. તે સહેલાઈથી ચોંટી જાય તેવો, કલિલી ગુણધર્મો ધરાવનારો છે. વનસ્પતિના રક્ષણાર્થે ઉત્પન્ન થઈને તે નિ:સ્રવણ (exudation) દ્વારા બહાર આવે છે. મુખ્ય ગુંદરો : કતીરા ગુંદર (Chloclospermum gossypium DC.) પાણી સાથે ભળીને અતિ ભારે જેલી બનાવે છે. Sterculia urens…

વધુ વાંચો >

ગુંદરિયો (લીંબુનો)

ગુંદરિયો (લીંબુનો) : Phytophthora પ્રજાતિની કેટલીક ફૂગથી લીંબુ વર્ગમાં થતો રોગ. લીંબુ ઉગાડતા દરેક પ્રદેશમાં તે જોવા મળે છે. અન્ય પ્રદેશોમાં તે છૂટોછવાયો ક્યારેક જોવા મળે છે; પરંતુ મહારાષ્ટ્રમાં તે દર વર્ષે જોવા મળે છે. ખાટી જાતોની સરખામણીમાં મીઠી જાતો વધુ રોગગ્રાહ્ય છે. રોગનું આક્રમણ જમીનની પાસેના થડથી શરૂ થાય…

વધુ વાંચો >

ગૂગળ

ગૂગળ : દ્વિબીજદલાના બર્સેરેસી કુળનો 1થી 3 મીટર ઊંચાઈવાળો વાંકોચૂકો છોડ. ગુ. ગૂગળી ઝાંખર, સં. गुग्गुलु,  અં. Indian Bdellium. તે કુળની અન્ય બે પ્રજાતિઓ – ધુપેલિયો (Boswellia) અને કાકડિયો (Garuga) ગુજરાતનાં શુષ્ક પતનશીલ જંગલોમાં મળે છે. ગૂગળનું લૅટિન નામ Balsamodendron mukul HK હતું. નવું નામ Commiphora wightii (Arn) Bhandari છે.…

વધુ વાંચો >