વનસ્પતિશાસ્ત્ર
કાન્સ્કોરા
કાન્સ્કોરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક પ્રજાતિ. તેની 22 જેટલી એકવર્ષાયુ શાકીય જાતિઓ મુખ્યત્વે ભારત, મલાયા, ઑસ્ટ્રેલિયા અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં વિતરણ પામેલી છે. તેની ગુજરાતમાં 6 જેટલી જાતિઓ નોંધાઈ છે. ડાંગ, પાવાગઢ, લુણાવાડા અને ગોધરામાંથી Canscora concanensis; ગઢના જૂના કાંગરા પર C. decurrens Dalz.; અંબાજી, બાલારામ જેવા…
વધુ વાંચો >કાયફળ
કાયફળ : સં. कट्फल; હિં. कायफल; શાસ્ત્રીય નામ Myrica. તે દ્વિદળીના કુળ Myricaceaeનું મધ્યમ કદનું ઝાડવું છે. તે એક જ પ્રજાતિના કુળનું છે અને તે આઠ જાતિઓ ધરાવે છે. તેમાંની એક M. nagi Thunb હિમાલયના રાવી પ્રદેશમાં, ખાસિયા ટેકરીઓ અને સિલહટ પાસે મળે છે. તે જલદ સુગંધી ફેલાવે છે. સાદાં…
વધુ વાંચો >કારેલી
કારેલી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રકાંડસૂત્રી નાજુક લતા. તેનું વૈજ્ઞાનિક નામ Momordica charantia Linn. (સં. કારવલ્લી; મ. કારલી; ક. હાગલકાયિ, મિડિગાયિ; તા કલક્કોડિ, પાગલ; મલા કેપાવળિળ, પાવલ; હિં. કરૈલા; બં. કરલા; તે. કરીલા, કાકરકાયાં; અં. બીટરગાર્ડ, કરિલાફ્રુટ) છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રવરણાં, ઘિલોડી, કોળું, પંડોળાં, પરવળ વગેરેનો સમાવેશ થાય…
વધુ વાંચો >કાર્નેશન
કાર્નેશન : દ્વિદળી વર્ગમાં આવેલા કૅર્યોફાઇલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus caryophyllus Linn. (ગુ. ગુલનાર, ગુલેઅનાર; અં. કાર્નેશન, ક્લૉવ પિંક) છે. તેના સહસભ્યોમાં વજ્રદંતી, ફૂલછોગારો, વૅકેરિયા વગેરેનો સમાવેશ થાય છે. તે ટટ્ટાર, 45 સેમી.થી 60 સેમી. ઊંચી, સંધિમય પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરમાં 1500 મી.થી…
વધુ વાંચો >કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર)
કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર) : પ્રકાશસંશ્લેષણ દરમિયાન હવામાંનાં અંગારવાયુ અને પાણી વડે સર્જાતા કાર્બોદિત પદાર્થ. દરેક સજીવ માટે તે અનિવાર્ય છે. મોટાભાગની વનસ્પતિઓમાં (ખાસ કરીને ધાન્યમાં) ખોરાકના રૂપમાં કાર્બોદિતનો મોટો સંચય જોવા મળે છે. આ સંચય અન્ય સજીવોના ખોરાકમાં કાર્બોદિતનો સ્રોત બને છે. કાર્બોદિત પદાર્થો પાચન દરમિયાન તેમના મૂળભૂત ઘટકો, એટલે કે…
વધુ વાંચો >કાર્લ સ્નાર્ફ
કાર્લ સ્નાર્ફ (જ. 12 ડિસેમ્બર 1879 વિયેના; અ. 18 જૂન 1947 વિયેના) : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ. તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય દૃષ્ટિએ નિહાળી…
વધુ વાંચો >કાલમેઘ
કાલમેઘ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Andrographis paniculata (Burom f.) Wall ex Nees (સં. ભૂનિંબ, ગુ. કરિયાતું, દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલામેથી; હિં. કાલમેઘ, કિરાયત; બં. કાલમેઘ; ક. નેલાબેરુ, મલા. કિરિયાત્તુ, નેલાવેપ્પુ; ત. નીલાવેમ્બુ; તે. નીલાવીમુ; અં. ધ ક્રિએટ) છે. તેના સહસભ્યોમાં કાળી અંઘેડી,…
વધુ વાંચો >કાશીદ
કાશીદ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia siamea Lam. (મ. કાસ્સોદ; ત. મંજે-કોન્ને; ગુ. કાશીદ; તે. – ક. સિમાતંગેડુ) છે. ગુજરાતમાં કેસિયાની 20 જેટલી જાતિઓ થાય છે. તેમાં ચીમેડ, કાસુંદરો, પુંવાડિયો, મીંઢીઆવળ, આવળ, ગરમાળો, સોનામુખી વગેરેનો સમાવેશ થાય છે. કાશીદ મોટા સદાહરિત વૃક્ષ-સ્વરૂપે જોવા…
વધુ વાંચો >કાષ્ઠ (wood)
કાષ્ઠ (wood) સપુષ્પ, ઉચ્ચવર્ગીય વનસ્પતિઓની છાલની નીચે આવેલ કઠણ અને રેસાયુક્ત પદાર્થ. તે કઠણ થયેલ કોષોમાંથી બને છે. રાસાયણિક બંધારણની ર્દષ્ટિએ કાષ્ઠ એ ‘સેલ્યુલોઝ’, ‘હેમિસેલ્યુલોઝ’ અને કાષ્ઠદ્રવ્ય (lignin) જેવા કાર્બનિક બહુલકો(polymers)નું મિશ્રણ છે. કાષ્ઠનાં બે મુખ્ય કાર્યો : રોપ એટલે કે વૃક્ષને ટેકો આપવાનું અને મૂળ દ્વારા સ્વીકારેલા પાણી અને…
વધુ વાંચો >કાષ્ઠલતા (lianas)
કાષ્ઠલતા (lianas) : રાક્ષસકાય વેલા. તે પ્રકાંડની અંદર દ્વિતીયક વૃદ્ધિ (secondary growth) થવાથી લચી પડતી આરોહી વનસ્પતિઓ છે. તેમનાં વિવિધ અંગોનાં રૂપાંતરણથી તે ઉપર ચડે છે, જેમ કે આશ્લેષી પ્રકાંડ અગ્રખાખર વેલ(butea superba Roxb)માં, વેરવિખેર પથરાયેલા કંટકો નેતર(calamus rotang Roxb)માં, અસાધારણ મૂળ ટેકોમારિયામાં, પ્રકાંડ તંતુ હાડસાંકળ(Vitis quadrangularis)માં, પર્ણદંડ મોરવેલ(Clematis triloba…
વધુ વાંચો >