વનસ્પતિશાસ્ત્ર

અનંતમૂળ

અનંતમૂળ : જુઓ, ઉપલસરી.

વધુ વાંચો >

અનાવૃત બીજધારી વનસ્પતિઓ

અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)  તે બીજધારી (Spermatophya) વનસ્પતિઓનો એક વિભાગ છે; જેનાં બીજ ખુલ્લાં હોય છે, બીજાશયના પોલાણમાં હોતાં નથી. ‘Gymnosperm’ બે ગ્રીક શબ્દનો બનેલો સંયુક્ત શબ્દ છે. Gymno-naked; sperma-seed તેનાથી વિરુદ્ધ આવૃતબીજધારી (Angiosperm)માં બીજ બીજાશયના પોલાણમાં હોવાથી આવરિત હોય છે. આ વિભાગની જીવંત વનસ્પતિઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી…

વધુ વાંચો >

અનુકૂલન (જીવવિજ્ઞાન)

અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…

વધુ વાંચો >

અનુક્રમણ

અનુક્રમણ (succession) : ભૂમિના કોઈ નિર્વસિત (denuded) વિસ્તાર પર ક્રમિક અને સંભવિત ક્રમે જીવસમાજ વસવાની પ્રક્રિયા. આ એક વિકાસાત્મક પ્રક્રિયા છે. નિર્વસિત વિસ્તારના નિર્માણનાં ઘણાં કારણો હોઈ શકે. આગ, પૂર, દુષ્કાળ, જ્વાળામુખીના લાવાનું પ્રસરણ તેમજ માણસ દ્વારા ઉજ્જડ વિસ્તારો સર્જાય છે. આવા ઉજ્જડ વિસ્તાર પર વિવિધ-વનસ્પતિસમૂહો ક્રમબદ્ધ રીતે વસવાટ કેળવે…

વધુ વાંચો >

અનુચલન (Tactic movement)

અનુચલન (Tactic movement) :  બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે : પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા…

વધુ વાંચો >

અનુચલન ગતિ

અનુચલન ગતિ (tactic movement) : બાહ્ય ઉદ્દીપનની અસર હેઠળ સજીવોમાં થતું મુક્ત દિશાકીય હલનચલન. વનસ્પતિસૃષ્ટિમાં આ ગતિ સામાન્યપણે નાના અને યુગ્લિના જેવા કશા ધરાવતા જળવાસી એકકોષીય સજીવો અને પ્રજનનકોષો પૂરતી મર્યાદિત હોય છે. આ હલનચલન માટે જવાબદાર પરિબળોને અનુલક્ષીને તેમના પ્રકારો નીચે મુજબ છે : (1) પ્રકાશાવર્તક હલનચલન (phototactic movement)…

વધુ વાંચો >

અન્નવાહક પેશી

અન્નવાહક પેશી (phloem) : અન્નવાહક (લોએમ – Phloem) : અન્નવાહક અથવા અધોવાહી એ એક પ્રકારની વાહક કે વહન કરનાર પેશી છે અને તે નીચે પ્રમાણેના પદાર્થ તથા ભાગોની બનેલી છે. (અ) ચાલની નળી, ચાલની નલિકા (બ) સાથીકોષ (ક) અન્નવાહક મૃદુતક અને (ડ) અધોવાહી તંતુઓ – (અલ્પ પ્રમાણમાં) અન્નવાહક સંપૂર્ણતયા કાર્ય…

વધુ વાંચો >

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અપત્યપ્રસવ (વનસ્પતિ)

અપત્યપ્રસવ (vivipary) (વનસ્પતિ) : સુષુપ્ત અવસ્થા વગરનું બીજનું અંકુરણ. સમુદ્રકિનારે ક્ષારયુક્ત કાદવવાળી પોચી જમીનમાં ઊગતી વનસ્પતિઓનાં ફળ માતૃછોડ પર લાગેલાં હોય, તે અવસ્થામાં જ, બીજનું અંકુરણ થઈ આદિમૂળ અને અધરાક્ષ (hypocotyl) વિકાસ પામે તેને અપત્યપ્રસવ કહે છે. કાંડેલ (Rhizophora), ગોરન (Ceriops), તીવાર (Avicennia), લાવણ્યમયી (Aegiceras), મહેબુલ (Sonneratia), અને નાઇપા (Nipa)…

વધુ વાંચો >

અપબીજાણુતા

અપબીજાણુતા (apospory) : વનસ્પતિઓમાં અર્ધસૂત્રી ભાજન અને બીજાણુ-નિર્માણ થયા સિવાય બીજાણુજનક (sporophyte) અવસ્થામાંથી જન્યુજનક અવસ્થાનો થતો વિકાસ. તેને અબીજકજનન અથવા અવબીજાણુતા પણ કહે છે. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે છે. એક તે જન્યુજનક. તેમાં નરજન્યુ અને માદાજન્યુના મિલનથી યુગ્મનક (zygote) બને અને તેમાંથી પુખ્ત ભ્રૂણ…

વધુ વાંચો >