વનસ્પતિશાસ્ત્ર
એધા
એધા : વનસ્પતિના પ્રાથમિક દેહનિર્માણ તરફ દોરી જતા પેશીઓના આનુક્રમિક પરિપક્વન દરમિયાન પ્રાગ્-એધા(procambium)નો રહી જતો અવિભેદિત (undifferentiated) ભાગ. આ અવિભેદિત ભાગ વાહીપુલ(vascular bundle)માં અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીની વચ્ચે આવેલો હોય છે. તેને પુલીય એધા (fascicular cambium) કહે છે. આ કોષો વર્ધનશીલ (meristematic) હોય છે અને વિભાજન પામવાની ક્ષમતા…
વધુ વાંચો >ઍનાકાર્ડિયમ, એલ.
ઍનાકાર્ડિયમ, એલ. (Anacardium, L.) : જુઓ કાજુ.
વધુ વાંચો >ઍનાકાર્ડિયેસી
ઍનાકાર્ડિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેલિસ ગોત્રનું એક કુળ. આ કુળ 73 પ્રજાતિઓ અને લગભગ 600 જેટલી જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયું હોવા છતાં યુરેશિયા અને અમેરિકાના ઉત્તર સમશીતોષ્ણ વિસ્તારોમાં કેટલીક જાતિઓ થાય છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Rhus (50 જાતિઓ), Searsia (50 જાતિઓ),…
વધુ વાંચો >એનાગેલિસ
એનાગેલિસ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રિમ્યુલેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું વિતરણ પશ્ચિમ યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. Anagalis arvensis Linn. (ગુ. ગોળ ફૂદી, કાળી ફૂદી; હિં. જંગમની, કૃષ્ણનીલ) એક નાની, બહુ શાખિત, 15 સેમી.થી 45 સેમી. ઊંચી એકવર્ષાયુ શાકીય જાતિ છે…
વધુ વાંચો >એનીથમ
એનીથમ (Anethum) : જુઓ સવા (સુવા).
વધુ વાંચો >એનોગાઇસસ વૉલ ઍક્સ ગ્વીલેમ ઍન્ડ પેર
એનોગાઇસસ વૉલ ઍક્સ ગ્વીલેમ ઍન્ડ પેર (Anogeissus, Wall. ex Guillem and perr) : જુઓ ધવ (ધાવડો).
વધુ વાંચો >એનોના, એલ.
એનોના, એલ. (Annona L.) : જુઓ સીતાફળ, રામફળ.
વધુ વાંચો >એનોનેસી
એનોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – રાનેલિસ, કુળ – એનોનેસી. આ કુળમાં લગભગ 75 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ મોટેભાગે…
વધુ વાંચો >ઍન્ટિગૉનન
ઍન્ટિગૉનન : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગૉનેસી કુળની ખડતલ આરોહી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં Antigonon leptopus Hook. & Arn.(ગુ. આઇસક્રીમ વેલ, અં. કોરલ ક્રીપર, પિંક કોરલીટા, સેન્ડવિચ આઇલૅંડ ક્રીપર)નો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે વાડો ઉપર, કમાન, દીવાલ કે જાળી…
વધુ વાંચો >