વનસ્પતિશાસ્ત્ર
સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ
સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ (જ. 22 સપ્ટેમ્બર 1750, સ્પેન્ડાઉ, જર્મની; અ. 7 એપ્રિલ 1816, બર્લિન) : જર્મન વનસ્પતિવિજ્ઞાની અને શિક્ષક. તેમણે વનસ્પતિઓમાં લિંગતા વિશે અભ્યાસ કર્યો અને ફલન(fertilization)નો સિદ્ધાંત આપ્યો, જે આજે મૂળભૂત રૂપે સ્વીકૃતિ પામ્યો છે. સ્પ્રેન્ગેલે ધર્મશાસ્ત્ર (theology) અને ભાષાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે સ્પેન્ડાઉ અને બર્લિનમાં કેટલાંક…
વધુ વાંચો >સ્ફીરાન્થસ
સ્ફીરાન્થસ : જુઓ ગોરખ મૂંડી.
વધુ વાંચો >સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ)
સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ) : લિપિડ(તેલ)નો સંગ્રહ કરતી અંગિકા. તેને ઓલીઓઝોમ પણ કહે છે. તૈલીબીજમાં તેના શુષ્ક વજનનો મોટો ભાગ ટ્રાઇઍસાઇલ ગ્લિસરોલ (ટ્રાઇગ્લિસરાઇડ) સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્ફીરોઝોમમાં આ લિપિડ સંચિત સ્વરૂપે જોવા મળે છે. કોષની અંગિકાઓમાં તે વિશિષ્ટ એટલા માટે છે કે તેની ફરતે ‘અર્ધ-એકમપટલ’ (half-unit membrane) આવેલો હોય છે. આ…
વધુ વાંચો >સ્ફેનોપ્સીડા
સ્ફેનોપ્સીડા : વનસ્પતિઓના ત્રિઅંગી (Pteridophyta) વિભાગનો એક વર્ગ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને વિભાગ-કૅલેમોફાઇટા કે આર્થ્રોફાઇટા કે સ્ફેનોફાઇટા તરીકે અથવા વર્ગ-આર્ટિક્યુલેટી કે ઇક્વિસીટીની તરીકે પણ ઓળખાવે છે. સ્મિથે સ્ફેનોપ્સીડાનું વિભાગ-કૅલેમોફાઇટા તરીકે વર્ગીકરણ કર્યું છે અને સ્ફેનોફાઇલેલ્સને ગોત્ર તરીકે સ્થાપ્યું છે. સ્ફેનોપ્સીડામાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા ગૌણ હોય છે.…
વધુ વાંચો >સ્ફેનોફાઇલેલ્સ
સ્ફેનોફાઇલેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી (pteridophyta) વિભાગમાં આવેલા સ્ફેનોપ્સીડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. તે ઉપરી મત્સ્યયુગ(Devonian)માં ઉદભવ પામી અંગારયુગ (Carboni-ferous) અને અધરિક પર્મિયનમાં ચરમ સીમાએ વિકસી અધરિક રક્તાશ્મયુગ (Triassic) સુધી જીવંત રહી, પુરાકલ્પ(Paleozoic era)ના અંતમાં વિલુપ્ત થયું. તે અર્વાચીન ઇક્વિસીટમની ઉત્ક્રાંતિની સીધી રેખામાં હોવાનું મનાતું નથી; પરંતુ પાર્શ્ર્વરેખામાં વિકાસ પામ્યું હોવાનું…
વધુ વાંચો >સ્માઈલેક્સ
સ્માઈલેક્સ : જુઓ સારસાપરીલા.
વધુ વાંચો >સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)
સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને…
વધુ વાંચો >સ્વપોષિતા (autotrophism)
સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…
વધુ વાંચો >સ્વર્ટીઆ
સ્વર્ટીઆ : જુઓ કરિયાતું.
વધુ વાંચો >સ્વીટ વીલીઅમ
સ્વીટ વીલીઅમ : દ્વિદળી વર્ગમાં આવેલા કેર્યોફાઇલેસી કુળની એક શોભન વનસ્પતિની જાત. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus barbatus chinensis છે. ‘ડાયન્થસ’ કે ‘પિંક’ તરીકે જાણીતી જાતિ કરતાં થોડી અલગ વનસ્પતિ છે. તેની બહુવર્ષાયુ જાત ગુજરાતમાં સારી રીતે થતી નથી; પરંતુ એકવર્ષાયુ જાત શિયાળામાં ઉછેરી શકાય છે. તે શિયાળુ છોડ તરીકે થાય…
વધુ વાંચો >