વનસ્પતિશાસ્ત્ર

વર્બેસ્કમ (Verbascum L.)

વર્બેસ્કમ (Verbascum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 300 ઉત્તર શીતકટિબંધ તથા યુરેશિયન જાતિઓ ધરાવે છે. આ જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને મૂળ સોટી મૂળતંત્ર ધરાવે છે. તેનાં મૂળ ટેરેક્સેકમની જેમ કરચલીવાળાં હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો પણ મોટાભાગનાં પીળા રંગનાં પુષ્પો…

વધુ વાંચો >

વસંતીકરણ

વસંતીકરણ : બીજાંકુરની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓને ઉત્તેજવા તેને વાવતાં અગાઉ નિશ્ચિત સમય માટે આપવામાં આવતી યોગ્ય તાપમાનની કે રાસાયણિક પટ ઈન્ડોલ એસેટિક ઍસિડ-IAA (IAA, જીબરેલિન કે સાયટોકાયનિન જેવા વનસ્પતિ-અંત:સ્રાવો)ની ચિકિત્સા. આ પ્રકારની ચિકિત્સાથી ભ્રૂણમાં થતાં જૈવરાસાયણિક પરિવર્તનોને કારણે તેના વિકાસની પ્રક્રિયા ઉત્તેજાય છે અને શિયાળુ જાતમાં વસંતઋતુમાં પુષ્પનિર્માણ શક્ય…

વધુ વાંચો >

વાઇટેસી

વાઇટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી; ઉપવર્ગ  મુક્તદલા (Polypetalae); શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae); ગોત્ર  સિલેસ્ટ્રેલિસ, કુળ વાઇટેસી. આ કુળમાં 11 પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. તે…

વધુ વાંચો >

વાકુંબા

વાકુંબા : સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. તેના વિવિધ ભાગો મુખ્યત્વે થડ, ફળ, ફૂલ અને બીજના બનેલા છે. વાકુંબા આંજિયા, આગિયા, મકરવા વગેરે નામોથી પણ ઓળખાય છે. વાકુંબાની આશરે નેવું જેટલી જાતો નોંધાયેલી છે; પણ તે પૈકી ભારતમાં મુખ્યત્વે બે જાતો – ઓરોબેન્કી ઇન્ડિકા અને ઓરોબેન્કી સરન્યુઆ પુષ્કળ નુકસાન કરે છે. આ…

વધુ વાંચો >

વાપુંભા (કુંભી)

વાપુંભા (કુંભી) : દ્વિદળી વર્ગમાં આવેલા લેસિથિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Careya arborea Roxb. (સં. કુંભા, કટભી; મ. કિન્હઈ, કિણહી; હિં. કટણી, કરહી; ક. કરીય ક્લિગેં; તે. અરાયા ડુડ્ડીપ્પા, ત. આયમા; મલ. આલમ, પેલુ; અં. કુંબી) છે. તે વિશાળ, પર્ણપાતી, 18 મી.થી 36 મી. ઊંચું વૃક્ષ છે અને…

વધુ વાંચો >

વાયવરણો

વાયવરણો : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crataeva nurvala Buch Ham. syn. C. religiosa Hook F. & Thoms. (સં., બં. વરુણ; મ. વાયવર્ણા, હાડવર્ણા, વાટવર્ણા; હિં. બરના; ગુ. વાયવરણો, ક. મદવસલે; તે. ઉરૂમટ્ટિ, જાજિચેટ્ટુ; ત. મરલિંગમ્) છે. તે મધ્યમ કદનું 9.0મી.થી 10મી. ઊંચું પર્ણપાતી (deciduous)…

વધુ વાંચો >

વાયુરંધ્ર

વાયુરંધ્ર : વનસ્પતિઓના અધિસ્તરના કોષો વચ્ચે આવેલાં વાયુ-વિનિમયની પ્રક્રિયા સાથે સંકળાયેલાં છિદ્રો. તે વિશિષ્ટ પ્રકારના બે રક્ષક કોષો (guard cells) દ્વારા ઘેરાયેલાં હોય છે. છિદ્ર અને રક્ષક કોષોથી બનતી રચનાને વાયુરંધ્ર કહે છે. તેઓ ખાસ કરીને પર્ણોની સપાટીએ આવેલા હોવાથી તેમને પર્ણરંધ્ર પણ કહે છે. ઘણી વનસ્પતિઓમાં રક્ષક કોષોની સાથે…

વધુ વાંચો >

વાયોલા (Viola L.)

વાયોલા (Viola L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વાયોલેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 500 જાતિઓ ધરાવે છે જે મોટેભાગે શીતકટિબંધમાં થાય છે. વાયેલા ઓડોરાટા અને વા. કેનિના (The Sweet and dog violets), વા. ટ્રાઇકલર (The Pansy or heart’s – ease) તેની જાણીતી જાતિઓ છે અને બગીચાઓમાં ઉગાડાય છે. તેના…

વધુ વાંચો >

વાયોલેસી

વાયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળની જાતિઓ સમગ્ર વિશ્વમાં મળી આવે છે. તે આશરે 16 પ્રજાતિઓ અને 850 જાતિઓ ધરાવે છે. વાયોલા (Viola), હિબેન્થસ (Hybanthus) અને રિનોરિયા (Rinorea) આ કુળની મુખ્ય પ્રજાતિઓ છે. આ કુળની જાતિઓ બહુવર્ષાયુ શાકીય અથવા ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે; ક્વચિત્ લતા-સ્વરૂપે [દા.ત., એન્ચિયેટા…

વધુ વાંચો >

વારાહી કંદ

વારાહી કંદ : એકદળી વર્ગમાં આવેલા ડાયોસ્કોરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dioscoria bulbifera Linn. syn. D. crispata Roxb; D. pulchella Roxb; D. sativa Thunb; D. versicolor Buch-Ham. (સં. વારાહી કંદ; હિ. વારાઈ કંદ; ગુ. વારાહી કંદ, વણાવેલ, ડુક્કરકંદ, કનક; બં. બનાલુ, કુકુરાલુ; મ. મણાકુંદ. કારુકારિન્દા, ગથાલુ; તે. ચેદુપડ્ડુડુમ્પા;…

વધુ વાંચો >