વનસ્પતિશાસ્ત્ર

ઉત્ક્રાંતિ, સજીવોની

ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution) સજીવોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા જનીનિક અનુત્ક્રમણીય (irreversible) ફેરફારોને લઈને નિર્માણ થતી નવી જાતિનો ખ્યાલ આપતો કુદરતી પ્રક્રમ. પૃથ્વી પરનાં વિવિધ પર્યાવરણોના નિકેતો(niches)માં અનેક જાતની વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભિન્નતા રહેલી છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અવતરણ તે…

વધુ વાંચો >

ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર)

ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર) : એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં સજીવો દ્વારા થતું ઉત્પાદન. ઉત્પાદન-પરિસ્થિતિવિજ્ઞાન (production-ecology) લીલી વનસ્પતિઓ, તૃણાહારીઓ (herbivorous) અને માંસાહારીઓ (carnivorous) દ્વારા થતી ઉત્પાદનલક્ષી પ્રક્રિયાઓ અને ઉત્પાદકતા સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ પ્રકારનો અભ્યાસ સંપદાઓ(resources)ના પ્રબંધમાં મૂળભૂત અગત્ય ધરાવે છે. માનવ-કલ્યાણ અર્થે નવપ્રસ્થાન પામેલા ઇન્ટરનૅશનલ બાયૉલૉજિકલ પ્રોગ્રામ (IBP) દ્વારા…

વધુ વાંચો >

ઉત્પાદકો

ઉત્પાદકો : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

ઉત્સ્વેદન

ઉત્સ્વેદન (transpiration) : વધારાના પાણીનો વરાળસ્વરૂપે હવાઈ અંગો દ્વારા નિકાલ કરવાની વનસ્પતિની પ્રક્રિયા. તેને બાષ્પોત્સર્જન પણ કહે છે. ઉત્સ્વેદન કરતી સપાટીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડે છે : પર્ણરંધ્ર (stomata) દ્વારા થતું રંધ્રીય ઉત્સ્વેદન, અધિસ્તરના કોષો વચ્ચે થતું ત્વચીય (cuticular) ઉત્સ્વેદન અને વાતછિદ્ર (air pores) દ્વારા થતું ઉત્સ્વેદન. મોટેભાગે ઉત્સ્વેદનપ્રક્રિયા…

વધુ વાંચો >

ઉદ્યાનવિદ્યા

ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…

વધુ વાંચો >

ઉપભોગીઓ (પર્યાવરણ)

ઉપભોગીઓ (પર્યાવરણ) (consumers, phagotrophs) : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

ઉપલસરી (અનંતમૂળ)

ઉપલસરી (અનંતમૂળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hemidesmus indicus R. Br. (સં. અનંતમૂલ, સારિયા, નાગ-જિહવા, ઉત્પલસારિવા; હિં. અનંતમૂલ, કપૂરી; બં. અનંતમૂલ શ્યામાલતા; મ. અનંતમૂલ, ઉપરસાલ, ઉપલસરી, કાવરી; ગુ. સારિવા, ઉપલસરી, ઉપરસાલ, કપૂરી, મધુરી, અનંતમૂળ; ક. સુગંધીબલ્લી, નામદેવેરૂ, કરીબંટ, સોગદે; તે. પલાશગંધી; મલા. નાન્નારી;…

વધુ વાંચો >

ઉપલેટ (કઠ)

ઉપલેટ (કઠ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍૅસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saussurea lappa C. B. Clarke (સં. કુષ્ઠ, હિં. કુઠ, મ. કોષ્ઠ, બં. કુઠ, કં. કોષ્ટ, તે. ચંગલકુષ્ટ, ફા. કાક્ષોહ, અ. કુસ્તબેહેરી, ગુ. ઉપલેટ, કઠ; અં. કોસ્ટસ, કુઠ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, ઉત્કંટો, સૂરજમુખી વગેરેનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ઉર્જીનિયા

ઉર્જીનિયા : જુઓ પાણકંદો (કોળકંદ).

વધુ વાંચો >

ઉલટકંબલ (ઓલટકંબલ)

ઉલટકંબલ (ઓલટકંબલ) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ambroma augusta Linn. f. (હિં. ઉલટકંબલ; બં. સનુકપાસી, ઓલટકંબલ; અં. કેવિલ્સકૉટન, પેરીનિયલ ઇંડિયન હેમ્પ) છે. કડાયો, સુંદરી, મરડાશિંગી અને મુચકુંદ આ વનસ્પતિનાં સહસભ્યો છે. તે મોટો, ઝડપથી વિસ્તરતો રોમિલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે પંજાબ અને…

વધુ વાંચો >