લોકકલા
પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો
પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો : પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષોમાં પ્રાપ્ત પાત્રો પર દોરાયેલાં ચિત્રો. ઈ. પૂ. આશરે 2000 વર્ષ પૂર્વે નાશ પામેલી વસાહતો હડપ્પા તેમજ લોથલના ટીંબાના ખોદકામમાંથી મળેલાં માટીનાં વાસણો તેમજ પુષ્કળ ઠીકરાં ઉપર જે ચિત્ર-આલેખો થયા છે તેનો અંકોડો થોડાઘણા ફેરફારો સાથે ગુફાકાલીન ભીંતચિત્રોની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનું શક્ય લાગે…
વધુ વાંચો >પ્રાણીપૂજા
પ્રાણીપૂજા : માનવ-સંસ્કૃતિના વિકાસમાં અગ્નિ, ખેતી, ચક્ર અને શઢવાળી નાવ – એ ચાર મહત્વની શોધ ગણાય છે. આ ચાર શોધોને કારણે માનવજીવનમાં ક્રાંતિકારી આર્થિક પરિવર્તન આવ્યું. ખેતીની શોધના કારણે ખોરાકની શોધમાં આદિ માનવ જે ભટકતું જીવન ગુજારતો હતો તે સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. ખેતીને કારણે તે પશુઓને પાળવા લાગ્યો. ખોરાક…
વધુ વાંચો >ફટાણાં
ફટાણાં : લગ્નગીતોનો એક પ્રકાર. લગ્ન-પ્રસંગે ગવાતાં લોકગીતો તે લગ્નગીતો. ફટાણાં તેનો એક પ્રકાર હોઈ લોકસાહિત્યનો ગીતપ્રકાર છે. ‘ફટ્’ પરથી ‘ફટાણું’ શબ્દ આવ્યો છે. સામા પક્ષને બે ઘડી ‘ફટ્’ કહેવા, ફિટકાર આપવા ગવાતું ગાણું કે ગીત તે ફટાણું. વ્યવહારમાં તો ફટાણું એટલે ગાળનું ગાણું. રાજસ્થાનમાં પણ ફટાણાં ‘શાદી-બ્યાહ કી ગાલિયાં’…
વધુ વાંચો >બજાણિયો
બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે : ‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ; લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’ ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા…
વધુ વાંચો >બહુરૂપી (લોકકલા)
બહુરૂપી (લોકકલા) : ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા. ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. એ જાતભાતના વેશ સાથે તદનુરૂપ અભિનય પણ કરે છે. આવા કલાકારો–બહુરૂપીઓની એક જાતિ છે. જૂના વખતમાં મનોરંજનનાં માધ્યમો બહુ ઓછાં હતાં ત્યારે બહુરૂપીઓએ લોકજીવનને ગમ્મતના ગુલાલ દ્વારા હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો…
વધુ વાંચો >ભરતકામ
ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના…
વધુ વાંચો >ભીલ, દિવાળીબહેન
ભીલ, દિવાળીબહેન (જ. 1949, દલખાણિયા, જિ. અમરેલી) : ગુજરાતી લોકસંગીતનાં વિખ્યાત ગાયિકા. આદિવાસી જાતિમાં જન્મ. મૂળ અટક લઢિયા. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. પિતા પૂંજાભાઈને જૂનાગઢ ખાતે રેલવેમાં નોકરી મળતાં તેમના પરિવારે જૂનાગઢ સ્થળાંતર કર્યું. માતાનું નામ મોંઘીબહેન. તેમની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ…
વધુ વાંચો >મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ
મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ (જ. 1944, સિંધ, હૈદરાબાદ) : ભાતીગળ કલાશૈલીનાં લોકકલાકાર. મૂળ કચ્છનાં વતની. 1947માં ભારતના ભાગલા થતાં પિતા નગાભાઈ સાથે જૂનાવાડજ અમદાવાદમાં ગાંધીનગર ટેકરા પર આવીને વસ્યાં. પિતા મોચીનું કામ કરતા હતા. તેઓ તેમને ચંપલ બનાવવામાં મદદ કરતાં. 14 વર્ષની વયે ગોવિંદભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. તેઓ માતા પાસેથી…
વધુ વાંચો >મપેટ્સ
મપેટ્સ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું પપેટ-વૃંદ. પપેટ-સંચાલક જિમ હેન્સનનું આ સર્જન છે. 1968માં પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમ (PBS) તરફથી પ્રારંભાયેલા બાળકો માટેના કાર્યક્રમ ‘સિસમ સ્ટ્રીટ’ નિમિત્તે મપેટ્સને ખૂબ મહત્વ સાંપડ્યું. 1976માં વધારે પાત્રોનું ઉમેરણ કરીને આ વૃંદનું વિસ્તરણ કરવામાં આવ્યું અને સાંજના ટેલિવિઝન પર ‘ધ મપૅટ શો’ નામના સાપ્તાહિક…
વધુ વાંચો >મરસિયા
મરસિયા : કાવ્યનો એક પ્રકાર. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને તે સાથે તેના ગુણ વર્ણવવામાં આવે છે. કોઈ આપત્તિ અથવા દુ:ખદ ઘટના વિશે લખાયેલ શોકગીતને પણ ‘મરસિયો’ કહેવામાં આવે છે. આ શબ્દ અરબી ભાષાના ‘રષા’ શબ્દ ઉપરથી બન્યો છે. અરબીમાં તેનો અર્થ રુદન…
વધુ વાંચો >