લવકુમાર દેસાઈ
મહાકાલ
મહાકાલ : ગુજરાતનું એક જાણીતું આધ્યાત્મિક માસિક. શ્રીમન્નૃસિંહાચાર્યે ઈ.સ. 1882માં ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ની સ્થાપના કરી. વર્ગના વિદ્વાન સાધકો છોટાલાલ જીવણલાલ માસ્તર (વિશ્વવંદ્ય), નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી વગેરેને લાગ્યું કે આર્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોના પ્રસાર માટે, ધર્મક્ષેત્રમાં પ્રવર્તતી અણસમજ કે ગેરસમજણને દૂર કરવા માટે તથા અધ્યાત્મજીવનનાં મૂલ્યોનું સંમાર્જન કરવા…
વધુ વાંચો >મહેતા, ભરતરામ ભાનુસુખરામ
મહેતા, ભરતરામ ભાનુસુખરામ (જ. 16 જુલાઈ 1894, સૂરત; અ. 25 ડિસેમ્બર 1970) : ગુજરાતી ચરિત્રકાર, વાર્તાકાર, કવિ, સંપાદક, અનુવાદક. ઉપનામ ‘હંસલ’. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રની શાળાઓમાં લીધેલું. વડોદરામાં ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે આતરસુંબા, બીલીમોરા, સોનગઢ, વડનગર, ચાણસ્મા એમ વિવિધ સ્થળોએ સરકારી ગુજરાતી શાળામાં મુખ્ય…
વધુ વાંચો >યોગિનીકુમારી (ભાગ 1, 2)
યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર…
વધુ વાંચો >રાઈનો પર્વત (1913)
રાઈનો પર્વત (1913) : રમણભાઈ મહીપતરામ નીલકંઠે રચેલું ગુજરાતી સાહિત્યનું પ્રશિષ્ટ સાહિત્યિક નાટક. તેમાં 7 અંક અને 35 પ્રવેશો છે. નાટ્યકારે નાટકનું કથાવસ્તુ મહીપતરામ નીલકંઠ સંપાદિત ‘ભવાઈ સંગ્રહ’માંના ‘લાલજી મણિયાર’ના વેશમાં આવતા દુહા પરથી અને દુહા નીચે પાદટીપમાં મુકાયેલી વાર્તા પરથી લીધું છે અને તેમાં ઉચિત ફેરફારો કરી સ્વપ્રતિભાબળે મૌલિક…
વધુ વાંચો >શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ
શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ (સંસ્થાપક : શ્રીમન્નૃસિંહાચાર્યજી, 1882) : 19મી સદીના અંતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે સ્વધર્મસંરક્ષણાર્થે જે અનેક ધર્મશોધન-સંસ્થાઓનો પ્રાદુર્ભાવ થયો તેમાંની એક. નિ:સ્પૃહવૃત્તિના, યોગૈશ્વર્ય ધરાવતા શ્રીનૃસિંહાચાર્યજીની આસપાસ તેજસ્વી તારકવૃંદ સમું શિક્ષિત શિષ્યમંડળ હતું. તેમાંના અગ્રણીઓ પૈકી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ, નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી, જેકિશનદાસ કણિયા વગેરેએ સાધકોના…
વધુ વાંચો >સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ
સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (જ. 1864, અમદાવાદ; અ. 1942) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના ગુજરાતી લેખક. લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં જન્મ. માતાનું નામ મહાકોરબાઈ. બાલ નગીનદાસ આરંભમાં ભણવામાં મંદબુદ્ધિના હતા. પણ કહેવાય છે કે ઘંટાકરણના મંત્રની સાધના, નીલસરસ્વતીની ઉપાસના અને સદ્ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્યજીના અનુગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી બન્યા. માત્ર 14 વર્ષની નાની વયે તેઓ ‘નીતિવર્ધક…
વધુ વાંચો >