રોહિત પ્ર. પંડ્યા
બંગભંગ આંદોલન
બંગભંગ આંદોલન : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની મહત્વની ઘટના. ભારતીય રાષ્ટ્રવાદની ભાવનાને ઊગતી ડામવા અને બંગાળીઓની એકતા ખંડિત કરવાના આશયથી તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને વહીવટી સુગમતાના બહાના હેઠળ બંગાળ પ્રાન્તનું વિભાજન કર્યું. તેના વિરોધમાં આ આંદોલન શરૂ થયું, જે સ્વદેશી આંદોલન તરીકે પણ જાણીતું છે. હિંદમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ…
વધુ વાંચો >બિંદુસાર
બિંદુસાર (ઈ. પૂ. ત્રીજી સદી) : પ્રાચીન ભારતનો મૌર્યવંશનો રાજવી. શાસનકાળ ઈ. પૂ. 300થી ઈ. પૂ. 273. પિતા ચંદ્રગુપ્ત અને પુત્ર અશોકની યશસ્વી કારકિર્દી વચ્ચે તેનો સમય ઓછો જાણીતો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનાં વિભિન્ન નામ મળે છે. જૈન ગ્રંથોએ તેને ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે ઓળખાવ્યો છે. સંસ્કૃત ગ્રંથોમાં…
વધુ વાંચો >બિંબિસાર
બિંબિસાર (ઈ. પૂ.ની છઠ્ઠી સદી) : મગધના પ્રતાપી રાજવી. શાસનકાળ ઈ. પૂ. 544થી ઈ. પૂ. 492. તેમના પૂર્વજો વિશે પ્રાચીન ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે; પરંતુ ‘બુદ્ધચરિત્ર’ના લેખક અશ્વઘોષના ઉલ્લેખને માન્ય રાખીને મોટા ભાગના વિદ્વાનો તે ‘હર્યંક વંશ’ના હોવાનું સ્વીકારે છે. પિતા ભટ્ટીય સામાન્ય સામંત હતા. પડોશી રાજ્ય અંગદેશના…
વધુ વાંચો >બૈરામખાન
બૈરામખાન (જ. 1524, બલ્ખ; અ. 31 જાન્યુઆરી 1561, અણહિલવાડ, ગુજરાત) : સગીર શહેનશાહ અકબરનો વાલી અને રાજ્યનો સંચાલક. મુઘલયુગનો મહત્વનો અમીર. પૂર્વજો મૂળ ઈરાનમાં વસતા તુર્ક કબીલાના હતા. દાદા થારઅલી અને પિતા સૈફઅલી મુઘલ સમ્રાટ બાબરની સેવામાં હતા (ઈ. સ. 1524માં). તેનો જન્મ થયા પછી ટૂંકસમયમાં પિતાનું અવસાન થતાં બાળપણ…
વધુ વાંચો >ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન
ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…
વધુ વાંચો >