રોમન સાહિત્ય
એકલૉગ્ઝ
એકલૉગ્ઝ (Eclogues) (ઈ. પૂ. 42થી 37) : રોમન કવિ વર્જિલ(ઈ. પૂ. 70થી 19)નો પ્રથમ કાવ્યસંગ્રહ. સમકાલીન રોમન કવિજનોમાં અને કાવ્યરસિક પ્રજાજનોમાં વર્જિલની અદ્વિતીય કવિ તરીકેની પ્રતિષ્ઠા એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકલૉગ્ઝ’ની પ્રસિદ્ધિ સાથે જ સ્થિરત્વ પામી. થિયોક્રિટસની નિસર્ગકવિતા એકલૉગને સામે રાખીને વર્જિલે દસ એકલૉગ્ઝ ઈ. પૂ. 37માં પ્રકાશિત કર્યાં, પણ ગોપકાવ્યની…
વધુ વાંચો >રોમાનિયન ભાષા અને સાહિત્ય
રોમાનિયન ભાષા અને સાહિત્ય : રોમાન્સ ભાષાઓના પૂર્વ જૂથની સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑવ્ રોમાનિયાની સત્તાવાર ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. તે રુમાનિયન અથવા રોમાનિયન-રોમાના તરીકે પણ ઓળખાય છે. તેની ચાર મુખ્ય બોલીઓમાં ડેકો-રોમાનિયન, એરોમેનિયન અથવા મૅસીડો-રોમાનિયન, મેગ્લેનો-રોમાનિયન અને ઇસ્ત્રો-રોમાનિયન. તે રોમાનિયા, ગ્રીસ, યુગોસ્લાવિયા, આલ્બેનિયા, બલ્ગેરિયામાં ભૂતકાળમાં બોલાતી અથવા હાલ પ્રચલિત ભાષા…
વધુ વાંચો >લ્યૂક્રીશ્યસ
લ્યૂક્રીશ્યસ (જ. ઈ. પૂ. 99; અ. ઈ. પૂ. 55) : રોમન કવિ. ‘દ રેરમ નેચરા’(‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’)ના કવિ. પૂરું નામ ટાઇટસ લ્યૂક્રીશ્યસ કારસ. ઉચ્ચ કુટુંબના રોમન નાગરિક. એમના જીવન વિશેની માહિતી માત્ર સેન્ટ જેરોમીના અહેવાલ દ્વારા જ મળે છે. માનસિક અસ્વસ્થતામાં મુકાયા પછી વચગાળાના સારા સમયમાં એમણે લખ્યું…
વધુ વાંચો >વર્જિલ
વર્જિલ (જ. 15 ઑક્ટોબર ઈ. પૂ. 70, માન્ટુઆ પાસે ઍન્ડિસ; અ. 22 સપ્ટેમ્બર ઈ. પૂ. 19, બ્રુન્ડિસિયમ) : રોમન મહાકવિ. એમનું પૂરું નામ પબ્લિયસ વર્જિલિયસ મેશે. એમનાં માતા-પિતા વિશે સંપૂર્ણ ચોક્કસ માહિતી મળતી નથી; પરંતુ એક મત પ્રમાણે એમનાં પિતા સંપન્ન ખેડૂત હતા, તો વળી અન્ય એક મત પ્રમાણે તેઓ…
વધુ વાંચો >