રા. ય. ગુપ્તે
દાંત (માનવેતર પ્રાણી)
દાંત (માનવેતર પ્રાણી) : અન્ન ચાવવા માટેનો મુખમાં ક્રમબદ્ધ ગોઠવાયેલો સફેદ કઠણ અવયવ. પક્ષીઓ અને કેટલાંક અપવાદરૂપ સસ્તનો સિવાયનાં, માછલીથી માંડીને મનુષ્ય સુધીનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ પ્રકારના દાંતનો ઉપયોગ કરે છે. દાંત મુખ્યત્વે પાચનતંત્ર સાથે સંકળાયેલ છે, છતાં તે શિકાર, સંરક્ષણ જેવી આક્રમક કે સ્વબચાવ…
વધુ વાંચો >દૂધરાજ
દૂધરાજ (The Paradise Flycatcher) : ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોએ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજીમાં rocket bird, window bird અને robin birdના નામે ઓળખાય છે. તલવાર જેવી લાંબી…
વધુ વાંચો >ધર્મકુમારસિંહજી
ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા…
વધુ વાંચો >નાગ (cobra)
નાગ (cobra) : ભારતમાં સર્વત્ર દેખાતો, સરીસૃપ વર્ગના સ્ક્વૅમાટા શ્રેણીના ઇલેપિડે કુળનો ઝેરી સાપ. ફેણ, નાગનું વિશિષ્ટ લક્ષણ. ત્રીજા ક્રમાંકથી ત્રીસ ક્રમાંકની પાંસળીઓ વચ્ચે આવેલું શરીર વિસ્તૃત બનવાથી ફેણનું નિર્માણ થાય છે. ફેણના પાછલા ભાગમાં ચશ્માંને મળતી એક આકૃતિ આવેલી હોય છે. આ આકૃતિ બે અથવા એક વર્તુળની બનેલી હોય…
વધુ વાંચો >નાગરાજ (king cobra)
નાગરાજ (king cobra) : દુનિયાના ઝેરી સર્પોમાં સૌથી વધુ મોટો સાપ. તે મહાનાગ પણ કહેવાય છે. વર્ગીકરણ : નામ : નાજા હન્નાહ, કુળ : ઇલેપિડી; ઉપશ્રેણી : સર્પેન્ટિના; શ્રેણી સ્ક્વોમોટા; વર્ગ સરીસૃપ સમુદાય : મેરુદંડી; સૃષ્ટિ : પ્રાણીસૃષ્ટિ. નાગરાજની લંબાઈ 450થી 540 સેમી. હોય છે. 560 સેમી. (18 ફૂટ) લાંબો…
વધુ વાંચો >નીલગાય (રોઝ – Blue bull)
નીલગાય (રોઝ – Blue bull) : શ્રેણી સમખુરી(arteodactyla)ના, બોવિડે કુળનું સમસંખ્યામાં આંગળી ધરાવતું વાગોળનારું તૃણાહારી સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus. ભારતમાં આ પ્રાણી હિમાલયની તળેટીથી માંડીને મૈસૂર સુધીના ભારતીય દ્વીપકલ્પના ભાગોમાં વસે છે. પૂર્વ બંગાળ, આસામ કે મલબાર કિનારાના પ્રદેશોમાં તે જોવા મળતું નથી. તે પર્વતીય કે ગાઢ જંગલને…
વધુ વાંચો >નીલશિર (Mallard)
નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને…
વધુ વાંચો >નોળવેલ (નાની)
નોળવેલ (નાની) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના કુલ એરિસ્ટોલોકિયેસી (ઈશ્વરી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia indica Linn. (સં. સુનંદા, ઈશ્વરી, અહિગંધા, ગંધનાકુલી; બં. હિં. ઈસરમૂલ, અર્કમૂલ, ઇસરૉલ, રુદ્રજટા, ઈશ્વરમૂલ; મ. સાંપસંદ, સાપસણ; ગુ. સાપસન, નાની નોળવેલ, અર્કમૂલ; મલા. ઈશ્વરમૂલ્લ; તા. પેરૂમારિન્દુ, ગરુડા-કકોડી; તે. નાલ્લેશ્વરી, દુલાગવેલા; એ. ફા. જરવંદે; અં. ઇન્ડિયન…
વધુ વાંચો >નોળિયો (mongoose)
નોળિયો (mongoose) : સાપના દુશ્મન તરીકે જાણીતું માંસાહારી (carnivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતા નોળિયા(અથવા નકુળ)નો સમાવેશ હર્પેટિસ કુળમાં થાય છે. ભારતમાં સૌથી વધુ પરિચિત નોળિયા તરીકે H. edwardsiની ગણના થાય છે. સાપને મારનાર તરીકે મશહૂર હોવા છતાં અન્ય પ્રાણીઓની જેમ સાપના ઝેરની અસર નોળિયા પર પણ થાય છે અને…
વધુ વાંચો >પાક (crops)
પાક (crops) ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ…
વધુ વાંચો >