રા. ય. ગુપ્તે
જનીન સંકેત
જનીન સંકેત : શરીરમાં પ્રોટીન-અણુઓના નિર્માણમાં અગત્યના એવા, m-RNA પર આવેલા ત્રણ ન્યુક્લીઓટાઇડના સમૂહો વડે બનેલા સંકેતો. તેમને ત્રિઅક્ષરી (triplet) જનીન સંકેતો કહે છે. આનુવંશિક લક્ષણોના સંચારણ માટે અગત્યના સંકેતો DNAના અણુઓમાં આવેલા હોય છે. કોષની અંતરાવસ્થા દરમિયાન સંકેતોનું અનુલેખન (transcription) m-RNAના અણુઓના સ્વરૂપે કરવામાં આવે છે. આ અણુમાં ક્રમવાર…
વધુ વાંચો >જળવ્યાળ (hydra)
જળવ્યાળ (hydra) : મીઠાં જળાશયોમાં રહેતું એક કોષ્ઠાંત્રી (Coelenterata) સમુદાયનું પ્રાણી. તે 0.2થી 2.0 સેમી. લાંબું નળાકાર પ્રાણી છે. તેનો આગલો છેડો ખુલ્લો હોય છે જે મુખ કે અધોમુખ (hypostomium) કહેવાય છે. અધોમુખને ફરતે 8થી 10 લાંબાં, પાતળાં અને સંકોચનશીલ એવાં સૂત્રાંગો (tentacles) આવેલાં હોય છે. શરીરનો બીજો છેડો બંધ…
વધુ વાંચો >જળો (leech)
જળો (leech) : નૂપુરક (Annelida) સમુદાયનું હિરુડીનિયા વર્ગનું પ્રાણી. તે ભેજવાળી જગ્યા કે મીઠાં જળાશયોમાં રહી બાહ્ય-પરોપજીવી જીવન પસાર કરે છે. કેટલીક જળો સમુદ્રનિવાસી હોય છે. મીઠાં જળાશયોમાં વાસ કરતી જળો ગોકળગાય અને અન્ય કૃમિઓનું ભક્ષણ કરવા ઉપરાંત માછલી, કાચબા જેવાનું લોહી ચૂસે છે. ઢોર અને માણસ જેવાં સસ્તનો પણ…
વધુ વાંચો >જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores)
જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores) : કીટક અને કીટક જેવાં જંતુઓનો આહાર કરનાર પ્રાણીઓ. સૃષ્ટિ પરનાં બધાં પ્રાણીઓ પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતાં હોય છે. પ્રાણીઓની કુલ જાતિઓની 60 % જેટલી વસ્તી માત્ર કીટકોની બનેલી છે. તેથી ઘણાં પ્રાણીઓ પોષક તત્ત્વો મેળવવા કીટકોનું ભક્ષણ કરે તેમાં નવાઈ નથી.…
વધુ વાંચો >જિરાફ
જિરાફ : સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે 5.5 મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી…
વધુ વાંચો >જીવશાસ્ત્રો
જીવશાસ્ત્રો : તમામ પ્રકારના સજીવોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રત્યેક સજીવ પર્યાવરણના સંપર્કમાં રહીને જીવનાવશ્યક પદાર્થોને મેળવે છે અને પોતાનો વિકાસ સાધે છે. સજીવોનો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તેમના નિવાસો ઉપરાંત શરીરની વિશિષ્ટ રચના, શરીરમાં થતી વિવિધ જૈવી ક્રિયાઓ અને સંતતિ જેવાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવો પડે છે. તેના અનુસંધાનમાં…
વધુ વાંચો >જૈવ પ્રદીપ્તિ
જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર…
વધુ વાંચો >જૈવ-સમાજો
જૈવ-સમાજો (biotic communities) : વિશિષ્ટ પર્યાવરણમાં સ્થાયી જીવન પસાર કરનાર સજીવોનો સમૂહ. મોટા ભાગના સજીવો માત્ર વિશિષ્ટ નિવસનતંત્રમાં રહેવા અનુકૂલન પામેલા હોય છે. સફેદ રીંછ માત્ર ઉત્તર ધ્રુવપ્રદેશમાં, જ્યારે પૅંગ્વિન પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. સામાન્ય રીતે હાથી ગીચ જંગલમાં અને ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે છે. સમુદ્ર,…
વધુ વાંચો >ટ્રાઇડેક્સ
ટ્રાઇડેક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની સ્થાનિક પ્રજાતિ હોવા છતાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયામાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની 7 જેટલી જાતિઓ નોંધાયેલી છે તે પૈકી કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. Tridax procumbens Linn. (પરદેશી ભાંગરો ઊંધા ફૂલી: અં. મેક્સિકન ડેઇઝી) ભારતમાં…
વધુ વાંચો >ટ્રાએન્થેમા
ટ્રાએન્થેમા : વનસ્પતિના દ્વિદળી વર્ગની એઇઝોએસી (ફિકોઇડી) કુળની પ્રજાતિ. તે ભૂપ્રસારી શાકીય જાતિઓ ધરાવે છે અને વિશ્વના ઉષ્ણ તેમજ ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં Trianthema decandra, Linn; (હિં. गाडनाणी) T. govindia, Buch Ham; T. portulacastrum, Linn; T. triquetra, willd ex Rottl, અને T. hydaspica Edgew થાય છે. T. Portulacastrum Linn.…
વધુ વાંચો >