રામજીભાઈ ઠા. સાવલિયા
સ્તંભનક
સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…
વધુ વાંચો >સ્તંભન પાર્શ્વનાથ
સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…
વધુ વાંચો >હરિભદ્રસૂરિ (વિરહાંક)
હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે. તેમણે સંસ્કૃત…
વધુ વાંચો >હસ્તવપ્ર
હસ્તવપ્ર : ભાવનગર જિલ્લામાં ઘોઘાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિમી. દૂર આવેલું હાથબ ગામ. એ હસ્તકલ્પ-હસ્તિકલ્પ-હસ્તવપ્ર-હસ્તકવપ્ર-અસ્તકંપ્ર તરીકે પણ ઓળખાતું. પૂર્વકાલીન હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ જતા. સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળે છે. ‘પેરિપ્લસ’ના લેખકે ‘અસ્તકંપ્ર’ કહ્યું…
વધુ વાંચો >