રાજ્યશાસ્ત્ર
લિમયે, મધુ
લિમયે, મધુ (જ. 1 મે 1922, પુણે; અ. 1996, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સમાજવાદી ભારતીય નેતા. પિતાનું નામ રામચંદ્ર તથા માતાનું નામ શાંતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમની રાજકીય કારકિર્દીના શરૂઆતના ગાળામાં તેમણે મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારમાં કૉંગ્રેસ વતી કામ કર્યું હતું. 1938–48 દરમિયાન કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સક્રિય સભ્ય હતા. 1942ના…
વધુ વાંચો >લિયાકતઅલીખાન
લિયાકતઅલીખાન (જ. 1 ઑક્ટોબર 1895, કર્નાલ, હરિયાણા; અ. 16 ઑક્ટોબર 1951, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને હિંદના વિભાજન પહેલાના ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા. લિયાકતઅલી ધનાઢ્ય મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. કર્નાલમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, તેઓ અલીગઢ ગયા અને 1918માં બી.એ. થયા. 1919માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, ઑક્સફર્ડની એક્ઝિટર…
વધુ વાંચો >લિયુ શાઓ ચી
લિયુ શાઓ ચી (જ. 1898, ચીનશાન, હુનાન પ્રાંત, ચીન; અ. 12 નવેમ્બર 1969, કાઈ-ફગ, હુનાન પ્રાંત) : ચીનના સામ્યવાદી પક્ષના પ્રથમ હરોળના નેતા અને માઓ-ત્સે-તુંગના અનુગામી. સમૃદ્ધ ખેડૂત પિતાના તેઓ સૌથી નાના પુત્ર હતા. ચાંગસા અને શાંઘાઈમાં અભ્યાસ કરી શાંઘાઈમાં હતા ત્યારે તેઓ 1920માં સોશ્યલિસ્ટ યૂથ સોસાયટીમાં જોડાયા. 1921માં મૉસ્કો…
વધુ વાંચો >લિંકન, અબ્રાહમ
લિંકન, અબ્રાહમ (જ. 12 ફેબ્રુઆરી 1809, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા; અ. 15 એપ્રિલ 1865, વૉશિંગ્ટન ડી. સી., અમેરિકા) : અમેરિકાના તારણહાર, ગુલામોના મુક્તિદાતા, પ્રખર માનવતાવાદી અને તે દેશના 16મા પ્રમુખ. પિતા ટૉમસ લિંકન અને માતા નાન્સી હૅન્ક્સ લિંકન અત્યંત ગરીબીમાં પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. વર્જિનિયા રાજ્યમાં સ્થિર થયેલાં આ પતિ-પત્ની…
વધુ વાંચો >લિંગ્દોહ, જેમ્સ માઇકલ
લિંગ્દોહ, જેમ્સ માઇકલ (જ. 8 ફેબ્રુઆરી 1939, શિલોંગ, મેઘાલય, ભારત) : ભારતના ચૂંટણીપંચના અધ્યક્ષ. વિદ્યાર્થી તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવનાર જેમ્સ લિંગ્દોહે ભારતમાંથી અનુસ્નાતક પદવી મેળવી થોડો સમય પ્રિન્સટન યુનિવર્સિટીમાં અને પછી હાર્વર્ડ યુનિવર્સિટીની કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટમાં અભ્યાસ કર્યો. ફ્રેન્ચ અને જર્મન તથા અન્ય ભાષાઓ તેઓ અસ્ખલિત રીતે લખી, વાંચી…
વધુ વાંચો >લી કુઆન યુ
લી કુઆન યુ (જ. 16 સપ્ટેમ્બર 1923, સિંગાપોર) : સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન. સિંગાપોરમાં સ્થાયી થયેલા શ્રીમંત ચીની કુટુંબમાં તેમનો જન્મ થયો હતો અને તેમની પ્રથમ ભાષા અંગ્રેજી હતી. શાલેય અભ્યાસને અંતે તેજસ્વી કારકિર્દીને કારણે તેમને શિષ્યવૃત્તિ મળતાં સિંગાપોરની રેફલ્સ કૉલેજમાં દાખલ થયા અને પછી કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડમાં અભ્યાસાર્થે ગયા. ત્યાં કાયદાના…
વધુ વાંચો >લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ)
લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ) : આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થાને સાકાર કરવાનો પ્રયાસ કરનારી સંસ્થા. આજના સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પુરોગામી સંસ્થા રાષ્ટ્રસંઘ કે લીગ ઑવ્ નૅશન્સ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914થી 1918)ને અંતે તેની રચનાનો નિર્ણય લેવાયો. તેના બંધારણને ખતપત્ર કે ‘કવેનન્ટ’ (covenant) તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા વર્સાઈની સંધિના ભાગ રૂપે અસ્તિત્વમાં…
વધુ વાંચો >લી, ટ્રિગ્વે હલ્વદાન
લી, ટ્રિગ્વે હલ્વદાન (જ. 16 જુલાઈ 1896, ક્રિસ્ટાનિયા, ઑસ્લો, નૉર્વે; અ. 30 ડિસેમ્બર 1968, જિલ્લો, નૉર્વે) : નૉર્વેના રાજકારણી, મુત્સદ્દી અને યુનોના સૌપ્રથમ મહામંત્રી. પ્રારંભે યુવાવયે તેઓ નૉર્વેની લેબર પાર્ટીમાં જોડાયા અને 1912માં આ પક્ષના હોદ્દા પર ચૂંટાયા, ક્રમશ: આગળ વધતાં 1926માં પક્ષના ઉચ્ચ હોદ્દા પર ચૂંટાયા. દરમિયાન 1919માં ઑસ્લો…
વધુ વાંચો >લીન, પિઆઓ
લીન, પિઆઓ (જ. 5 ડિસેમ્બર 1907, હુઆંગ-કુઆંગ, હુપેહ પ્રાંત; અ. 13 ડિસેમ્બર 1971, મૉંગોલિયન પ્રજાસત્તાક) : ચીનના રાજકીય નેતા અને પ્રમુખ સામ્યવાદી લશ્કરી કમાન્ડર. ચીનના દુબેઈ વિસ્તારમાં એક નાના જમીનદાર પરિવારમાં જન્મેલ લીન વામ્પોઆ એકૅડેમીમાં અભ્યાસ દરમિયાન સામ્યવાદી નેતા ચાઉ-એન-લાઈના સંપર્કમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. 1928માં સામ્યવાદી પક્ષ રાષ્ટ્રીય…
વધુ વાંચો >લીંબડી સત્યાગ્રહ
લીંબડી સત્યાગ્રહ : સૌરાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન જવાબદાર રાજ્યતંત્ર માટે થયેલ પ્રજાકીય સત્યાગ્રહ. તે ઈ. સ. 1939માં થયો હતો. ગુજરાતમાં બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. પરંતુ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજાઓની સત્તા હોવાથી ત્યાં નાગરિક અધિકારો અને જવાબદાર રાજ્યતંત્ર માટે ચળવળ ચલાવવામાં આવતી હતી. સૌરાષ્ટ્રના રાજાઓ રૈયત ઉપર…
વધુ વાંચો >