રસાયણશાસ્ત્ર

કિરાલિટી

કિરાલિટી (chirality) : રાસાયણિક સંયોજનોનો ધ્રુવીભૂત પ્રકાશના તળને ડાબી અને જમણી બાજુએ ઘુમાવવાનો [(વામાવર્તી, left-handed/laevorotatory) અને (right-handed/dextroro-tatory)] સંરચનાકીય ગુણધર્મ. આવાં સંયોજનો અસમમિત પરમાણુ (મુખ્યત્વે કાર્બનનો) ધરાવતાં હોઈ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે. અવકાશવિન્યાસ રસાયણ(stereochemistry)માં કિરાલિટી અગત્યનો ગુણ ગણાય છે. જે અણુઓ કિરાલ હોય તેઓ એકબીજાના પ્રતિબિંબરૂપ હોય છે અને એક સંરચનાનું તેના…

વધુ વાંચો >

કિલેટ સંયોજનો

કિલેટ સંયોજનો : જેમાં કેન્દ્રસ્થ ધાતુ આયન કે પરમાણુ સંલગ્ન લિગેન્ડ સાથે એકથી વધુ સ્થાને સંયોજાયેલ હોય તેવાં વલયરૂપ સવર્ગ (ઉપસહસંયોજક, coordination) સંયોજનો. લિગેન્ડમાં એકથી વધુ બંધકારક પરમાણુઓ હોય, તો જ તે કિલેટકારક (chelating agent) તરીકે વર્તી શકે. દા.ત., ઇથિલિન ડાઇઍમાઇન (H2N – CH2 – CH2 – NH2) એ એમોનિયા(NH3)નો…

વધુ વાંચો >

કીટીન

કીટીન : > C = C = O સમૂહ ધરાવતો કાર્બનિક સંયોજનોનો એક વર્ગ, જેમાંનો એક CH2 = C = O કીટીન પોતે છે. તે એસેટિક એન્હાઇડ્રાઇડ અને અન્ય ઔદ્યોગિક રસાયણો બનાવવામાં ઉપયોગી છે. કીટીન અસંતૃપ્ત કીટોન સૂચવે છે. પણ ગુણધર્મો કાર્બોક્સિલિક ઍસિડ એન્હાઇડ્રાઇડને મળતા આવે છે. એસેટિક ઍસિડ અથવા…

વધુ વાંચો >

કુદરતી વાયુ

કુદરતી વાયુ (natural gas) : પોપડાના છિદ્રાળુ ખડકોમાંથી મળી આવતો દહનશીલ વાયુ. તે ખનિજ તેલની સાથે ઉપલા થર તરીકે અથવા તેની નજીકના ભંડારમાં મળી આવે છે. ખનિજ તેલથી સ્વતંત્ર વાયુક્ષેત્ર (gas field) પણ હોઈ શકે છે. સામાન્ય રીતે તે મથાળા (ટોપી) રૂપે (gas cap), જથ્થા રૂપે (mass of gas) અને…

વધુ વાંચો >

કુર્ચેટોવિયમ

કુર્ચેટોવિયમ : જુઓ રૂથરફોર્ડિયમ

વધુ વાંચો >

કૂન રિકાર્ડ

કૂન રિકાર્ડ (જ. 3 ડિસેમ્બર 1900, વિયેના; અ. 1 ઑગસ્ટ 1967, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન જૈવરસાયણવિદ. 1922માં મ્યુનિક યુનિવર્સિટીમાંથી વિલસ્ટેટરની દેખરેખ નીચે ઉત્સેચકો વિશે સંશોધનકાર્ય કરીને ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1926થી 1929નાં વર્ષો દરમિયાન ઝ્યુરિકની ટૅક્નિકલ સ્કૂલમાં કામ કર્યું. ત્યારપછી  હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે અને પછી કૈસર વિલહેલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ…

વધુ વાંચો >

કૂપર આર્ચિબાલ્ડ સ્કૉટ

કૂપર, આર્ચિબાલ્ડ સ્કૉટ (Couper, Archibald Scott [kooper]) (જ. 31 માર્ચ 1831, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1892, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ) : બ્રિટિશ કાર્બનિક રસાયણવિદ અને સંરચનાકીય કાર્બનિક રસાયણના અગ્રણી. તેમણે ઑગસ્ટ કેકુલેથી સ્વતંત્રપણે કાર્બનની ચતુ:સંયોજકતાનો અને એક કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે બંધ રચી શકે છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો.…

વધુ વાંચો >

કેક્યુલે ફ્રેડરિક ઑગસ્ટ

કેક્યુલે, ફ્રેડરિક ઑગસ્ટ (જ. 7 સપ્ટેમ્બર 1829, ડાર્મસ્ટાટ; અ. 13 જુલાઈ 1896, બૉન) : સંરચનાત્મક કાર્બનિક રસાયણના સ્થાપક અને બેન્ઝીનૉઇડ સંયોજનો માટે વલય સંરચના સૂચવનાર જર્મન રસાયણજ્ઞ. 1847માં તે ગીસન યુનિવર્સિટીમાં સ્થાપત્યના અભ્યાસ માટે દાખલ થયા. પરંતુ જર્મન રસાયણવિદ લીબિખના આકર્ષણને લીધે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. પૅરિસમાં વધુ અભ્યાસ કરીને…

વધુ વાંચો >

કૅડમિયમ

કૅડમિયમ (Cd)  : આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIb) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1817માં જર્મન રસાયણશાસ્ત્રની ફ્રેડરિક શ્ટ્રોમાયરે ઝિંક સંયોજનના ધૂમપથ (flue = ) માંથી તેને શોધી કાઢ્યું અને તેનું Cadmia fornacum એટલે ‘ભઠ્ઠીનું ઝિંક’ નામ પાડ્યું. છેવટે તેનું નામ કૅડમિયમ રાખવામાં આવ્યું. તે સંક્રમણ ધાતુતત્વ છે અને ઝિંક ધાતુને મળતું આવે…

વધુ વાંચો >

કૅનામાઇસીન

કૅનામાઇસીન : ક્ષય તથા ગ્રામ-પૉઝિટિવ, ગ્રામ-નેગેટિવ જીવાણુઓ સામે અસરકારક પ્રતિજીવીઓનો સમૂહ. જાપાનના નાગારોવ પ્રાંતની જમીનના ખેડાણરૂપ સંવર્ધ(culture-broth)માં રહેલા સ્ટ્રેપ્ટોમાઇસસ કૅનામાઇસેટીન નામના જીવાણુઓમાંથી 1957માં ઉમેઝાવા નામના વૈજ્ઞાનિકે આ સમૂહ શોધી કાઢ્યો. કૅનામાઇસીન A, B તથા C એમ ત્રણ પ્રકારના જાણીતા છે. આયન-વિનિમય તથા પેપર વર્ણપટથી આ પ્રકારો શોધવામાં આવ્યા. તેના ઘટકો…

વધુ વાંચો >