રસાયણશાસ્ત્ર
ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ઉષ્માક્ષેપક પ્રક્રિયા : ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં, નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં થતા ઊર્જાના ફેરફાર (એન્થાલ્પી ફેરફાર) હેસના નિયમ વડે નક્કી કરવામાં આવે છે; તે DH વડે દર્શાવવામાં આવે છે અને આવી પ્રક્રિયામાં તે ઋણ હોય છે. ગ્રૅફાઇટ કે કાર્બનનું દહન,…
વધુ વાંચો >ઉષ્માગતિશાસ્ત્ર
ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) જુદી જુદી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માના સ્થાનાંતર, અને ઉષ્મા અને કાર્ય વચ્ચેના પરસ્પર રૂપાંતરણનો અભ્યાસ. તે પ્રાકૃતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં વિવિધ પ્રકારની ઊર્જાનો ગુણદર્શક અને પરિમાણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેનો અભ્યાસ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેમાં સારી એવી અગત્ય ધરાવે છે.…
વધુ વાંચો >ઉષ્માનળી
ઉષ્માનળી (heat pipe) : તાપમાનના ઓછા તફાવતવાળા કાંઈક લાંબા અંતરે ઉષ્માના પરિવહન માટે વપરાતી પ્રયુક્તિ. આને એક પ્રકારનું ઉષ્માવિનિમયક (heat-exchanger) ગણી શકાય. આ પ્રયુક્તિના એક પ્રકારમાં બન્ને છેડે બંધ પણ જરૂરી ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી વડે અંશત: ભરેલી ઊભી પોલી નળી વપરાય છે. આ નળીનો પ્રવાહીવાળો છેડો વધુ તાપમાન ધરાવતા ક્ષેત્રમાં…
વધુ વાંચો >ઉષ્માશોષક પ્રક્રિયા
ઉષ્માશોષક પ્રક્રિયા : જેમાં ઉષ્મા-ઊર્જાનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયા. આમાં પર્યાવરણમાંથી ઊર્જા શોષાય છે. આથી નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં વધુ હોય છે, એટલે કે DH ધન હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર સ્વત: ઉષ્માશોષક પ્રક્રિયામાં પ્રણાલી અને પરિસર(surrounding)ની ઍન્ટૉપીમાં વધારો થાય છે. પ્રકાશ-સંશ્લેષણથી વનસ્પતિમાં ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા ઉષ્માશોષક…
વધુ વાંચો >ઉષ્માસંચરણ
ઉષ્માસંચરણ (heat-propagation) તાપમાનના તફાવતને પરિણામે એક પદાર્થ અથવા પ્રણાલીમાંથી બીજામાં ઉષ્મારૂપી ઊર્જાનું સંચરણ. રાસાયણિક ઇજનેર જે સંક્રિયાઓ કરે છે તે સર્વમાં ઘણુંખરું ઊર્જા ગરમીના રૂપમાં ઉત્પન્ન થાય છે કે શોષાય છે. આથી ગરમીના પરિવહન અંગેના નિયમો તથા આ પરિવહન ઉપર નિયમન રાખી શકે તેવાં ઉપકરણો રાસાયણિક ઇજનેરીમાં ઘણાં અગત્યનાં છે.…
વધુ વાંચો >ઊંજકો
ઊંજકો (lubricants) : યંત્રોના ઊંજણ માટે વપરાતા પદાર્થો. આદિમાનવ કાદવ અને બરૂનો ઉપયોગ સ્લેજગાડી (sledge) તથા ભારે વજન ઘસડવા માટે કરતો હતો તેમ માનવાને કારણ છે. યંત્રોના વિકાસ સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતાં વિવિધ પ્રકારનાં ઊંજકો ઉપયોગમાં આવ્યાં છે. ઝડપી યંત્રોનો ઉપયોગ શક્ય બનાવવામાં ઊંજકોનો ફાળો ઘણો અગત્યનો છે. ઊંજકો તરીકે…
વધુ વાંચો >એકમ પ્રચાલન
એકમ પ્રચાલન (unit operation) : રાસાયણિક પદાર્થોના ઉત્પાદનમાં ભૌતિક ફેરફાર કરવા પ્રયોજાતી શ્રેણીબદ્ધ ક્રિયાઓમાંની એક. કોઈ પણ રાસાયણિક સંયંત્ર(plant)માં કાચા માલ ઉપર ભૌતિક તેમજ રાસાયણિક ક્રિયા ક્રમવાર કરીને તેને પરિષ્કૃત (finished) રૂપમાં ફેરવવામાં આવે છે. કોઈ પણ વિનિર્માણપ્રવિધિમાં એકમ પ્રચાલનોને રાસાયણિક સંયંત્રના નિર્માણઘટકો તરીકે ગણી શકાય. વિવિધ ઉદ્યોગોમાં વપરાતી આ…
વધુ વાંચો >એકમ-પ્રવિધિ
એકમ-પ્રવિધિ (unit process) : રાસાયણિક ફેરફાર દ્વારા પ્રક્રિયકોમાંથી પરિષ્કૃત પેદાશ તૈયાર કરવા માટે પ્રયોજાતી ચોક્કસ પ્રકારની શ્રેણીબદ્ધ ક્રિયાઓમાંની એક. જેમ એકમ-પ્રચાલન ભૌતિક ફેરફારોને સ્પર્શે છે તેમ એકમ-પ્રવિધિ રાસાયણિક ફેરફારોને સ્પર્શે છે. એકમ-પ્રવિધિ રાસાયણિક રૂપાંતરણ તરીકે પણ ઓળખાય છે. આ વિભાવનાના પુરસ્કર્તા અમેરિકન રાસાયણિક ઇજનેર ગ્રોગિન્સ (1930) હતા. એકમ-પ્રચાલનો (ભૌતિક રૂપાંતરણો,…
વધુ વાંચો >ઍક્વા રિજિયા
ઍક્વા રિજિયા : સાંદ્ર નાઇટ્રિક ઍસિડનું તેનાથી ત્રણથી ચારગણા સાંદ્ર હાઇડ્રૉક્લૉરિક ઍસિડ સાથેનું મિશ્રણ. તે સુવર્ણ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓને ઓગાળી શકતું હોઈ તેનું આ નામ પાડવામાં આવ્યું છે. (તેનો અર્થ ‘શાહી પાણી’ થાય છે.) તેને અમ્લરાજ પણ કહે છે. આ મિશ્રણના પ્રબળ ઉપચાયક (oxidising) ગુણોનું કારણ નાઇટ્રોસિલ ક્લોરાઇડ…
વધુ વાંચો >