રવીન્દ્ર વસાવડા
બેગન
બેગન : બૅંગણ (રીંગણાં) – egg plant : બંગાળનાં મંદિરોની એક શૈલી. બંગાળનાં બેગુનિયા મંદિરોનો આકાર રીંગણા જેવો હોવાથી તેઓ આ નામે પ્રચલિત થયેલાં. બંગાળમાં પાલ શૈલીનાં આ મંદિરો (નવમી અને દસમી સદી) સ્થાનિક ભાષામાં બેગુનિયા મંદિરો તરીકે ઓળખાય છે. આવાં મંદિરોનાં જૂથ (સમૂહ) બારાકાર, બરદ્વાન નજીક જોવા મળે છે.…
વધુ વાંચો >બેન્ટેઈ સ્રાઈ
બેન્ટેઈ સ્રાઈ : ઈશ્વરપુર, કમ્બોડિયાનું શિવમંદિર. ઈ.સ. 967માં બંધાયેલ આ મંદિર અંગકોરથી 20 કિમી. ઉત્તરપૂર્વમાં આવેલું છે. આમાં મુખ્યમંદિર, દેરીઓ, વાચનાલય અને ગોપુરમ્ તેમજ સમૂહને ફરતું વિશાળ જળાશય–વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો (બૌદ્ધ અને હિંદુ) વ્યાપક પ્રસાર રહેલો. અશોકના સમયથી લગભગ નવમી સદી સુધી જુદા જુદા…
વધુ વાંચો >બેલફ્રાય
બેલફ્રાય : દેવળની સ્થાપત્યરચનાનો એક ભાગ. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દેવળની ઇમારતોના છાપરા ઉપર અને મહદ્અંશે ટાવર ઉપર ઘંટ બંધાતો, જેથી સમય પ્રમાણે અને પ્રાર્થનાને વખતે ઘંટારવ કરી શકાય. આ ઘંટ બાંધવાની વ્યવસ્થા માટે રચાતા ઇમારતી ભાગને બેલફ્રાય કહેવામાં આવે છે. ઘટનાં કદ-આકાર અને ઉપયોગ પ્રમાણે આની રચના થતી. દેવળોના બાંધકામમાં…
વધુ વાંચો >બોડીગાઇ
બોડીગાઇ : પુષ્પબોધિકા. દ્રવિડ સ્થાપત્યમાં સ્તંભશીર્ષનો ભાગ. તે ભરણા રૂપે બહાર પડતો હોય છે અને તેના દ્વારા ઉપરના પાટડાને આધાર પ્રાપ્ત થાય છે. દ્રવિડ સ્તંભો આ જાતની કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જાતનું બાંધકામ પાંડ્ય શૈલીમાં તેરમી સદી દરમિયાન પ્રચલિત હતું. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત)
મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત) : 4 ‘ઇવાન’વાળી ભવ્ય મસ્જિદ–મદ્રસા. આ ઇમારતમાં 4 ખૂણે 4 મદ્રસા અને એક બાજુ મસ્જિદનું આયોજન, અગાઉની આવી કોઈ પણ ઇમારત કરતાં વધારે વિશાળતાથી કરાયું છે. આ ઇમારત મામલૂક સમય(1356–1359)માં બંધાયેલ તેમજ ઈરાન અને સીરિયાથી આવેલ કારીગરો દ્વારા તેનું કલાત્મક નિર્માણ થયેલ. આ સંસ્થામાં ‘ઇવાન’ને મદ્રસાના…
વધુ વાંચો >