રમેશ શાહ
આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી
આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી : ચિલીમાં પૉર્ટોરિકોના આરેસિબો નગરથી આશરે 16 કિમી. દક્ષિણે આવેલી, વિશ્વનો મોટો ટેલિસ્કોપ ધરાવનાર રેડિયો ઑબ્ઝર્વેટરી (વેધશાળા). કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ઈ. ગૉર્ડને 1958માં વિચારેલી મૂળ યોજના અનુસાર આ વેધશાળા 1963માં ચાલુ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ઉપકરણ 305 મીટર પહોળાઈનો સ્થિર (immobile) રેડિયો ટેલિસ્કોપ છે. તે…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી: જાદવપુર (કૉલકાતા) ખાતેની રાષ્ટ્રીય સંશોધનસંસ્થા. મૂળ 1935માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ નામથી ડૉ. જે. સી. રે (તેના સ્થાપક-નિયામક) અને તેમના દીર્ઘર્દષ્ટિવાળા સાથીદારોની પ્રેરણાથી સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થપાઈ હતી. 1956માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે તેનો હવાલો સંભાળતાં તેનું નવું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ: એપ્રિલ, 1971માં ભારત સરકારના આધિપત્ય નીચે સ્થપાયેલ ભૂચુંબકત્વ (geomagnetism) અને વાયુગતિશાસ્ત્ર (aeronomy) ક્ષેત્રની અગ્રણી સ્વાયત્ત સંશોધન-સંસ્થા. તે જૂની અને જાણીતી કોલાબા અને અલિબાગ વેધશાળાઓની અનુગામી ગણાય છે. તેનું વડું મથક મુંબઈમાં છે અને તેના ત્રણ મુખ્ય વિભાગો છે : (1) વેધશાળા અને આધારસામગ્રી(data)નું પૃથક્કરણ, (2) ઉચ્ચ…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ (IIP) : 1960માં નવી દિલ્હી અને 1963થી દહેરાદૂન ખાતે કાર્ય કરતી પેટ્રોલિયમ અંગેની સંસ્થા. તે CSIRની એક મહત્વની પ્રયોગશાળા છે. તેનું મુખ્ય ધ્યેય પેટ્રોલિયમ અને તેની પેદાશો, કુદરતી વાયુ અને પેટ્રો-રસાયણોના પ્રક્રમણ (processing) તથા ઉપયોગ અંગેનું સંશોધન અને વિકાસકાર્ય છે. આ ઉપરાંત આ ક્ષેત્ર અંગેના બજાર-સર્વેક્ષણ…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (IIRS) : ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસની નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સી(NRSA)ના એક વિભાગ તરીકે કાર્ય કરતી સંસ્થા. ઇન્ડિયન ફોટોઇન્ટરપ્રિટેશન ઇન્સ્ટિટ્યૂટ(IPI)ની સર્વે ઑવ્ ઇન્ડિયાની છત્રછાયા નીચે નેધરલૅન્ડ્ઝની સરકારના સહકારથી 1966માં તેની સ્થાપના થઈ હતી. આનું માળખું નેધરલૅન્ડ્ઝની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍરોસ્પેસ સર્વે ઍન્ડ સાયન્સીઝ અનુસાર રચવામાં આવ્યું…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IIS) : 1911માં બૅંગાલુરુમાં સ્થાપવામાં આવેલી વિજ્ઞાન અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં ઉચ્ચ શિક્ષણ તથા સંશોધનની સગવડ ધરાવતી ભારતની જૂનામાં જૂની અને ખ્યાતનામ સંસ્થા. જમશેદજી નસરવાનજી તાતા(1839-1904)ને છેક ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રતીતિ થઈ હતી કે દેશના ભવિષ્યના વિકાસનો નિર્ણાયક આધાર વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાંના સંશોધન ઉપર રહેલો…
વધુ વાંચો >ઇન્ડિયન ઍકૅડેમી ઑવ્ સાયન્સીઝ
ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ : વિશ્વવિખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામને 1934માં સ્થાપેલી સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય વિજ્ઞાન(શુદ્ધ અને પ્રયુક્ત)નો વિકાસ સાધવાનું અને તેના ઉદ્દેશોને ટેકો આપવાનું છે. (i) વિજ્ઞાનનાં સામયિકો અને પુસ્તકોનું પ્રકાશન, (ii) ચર્ચાસભાઓ અને કાર્યશિબિરોનું આયોજન અને (iii) વાર્ષિક સંમેલન ભરવું – એ આ સંસ્થાની…
વધુ વાંચો >ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (I. A. R. I.) : કૃષિવિદ્યા સાથે સંકળાયેલ વિવિધ શાખાઓમાં ઉચ્ચ કેળવણી, સંશોધન અને તાલીમ આપતી ભારતની અગ્રિમ સંસ્થા. આ સંસ્થાની મૂળ શરૂઆત ભારત સરકારે 1905માં ઉત્તર બિહારના પુસા નામના ગામે કરેલી. આ કારણથી આ સંસ્થા લોકોમાં ‘પુસા ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે ઓળખાય છે. 1934માં બિહારમાં થયેલા મહાવિનાશકારી…
વધુ વાંચો >ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ
ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ : વિજ્ઞાનસંશોધનની ભારતીય સંસ્થા. સ્થાપના 1876. ડૉ. મહેન્દ્રલાલ સરકાર (હોમિયોપેથ તબીબ) જેવા દૂરદર્શી સમાજસુધારક આચાર્યની પ્રેરણા તથા તેમના કેટલાક સમકાલીનોના ઉદાર સહયોગથી કૉલકાતામાં તે સ્થપાયેલી. 19મી સદીમાં ભારતમાં આવેલ નવજાગૃતિ દરમિયાન થોડાક સંનિષ્ઠ મહાનુભાવો નવા વિચારોને આવકારીને સમાજનું પુનરુત્થાન કરવા માગતા હતા. વિજ્ઞાનના…
વધુ વાંચો >ઇન્ડિયન કેમિકલ સોસાયટી
ઇન્ડિયન કેમિકલ સોસાયટી : ભારતના કલ્પનાશીલ દેશભક્તો અને પ્રખ્યાત રસાયણજ્ઞોએ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉયને સંસ્થાપક પ્રમુખ અને પ્રો. જ્ઞાનેન્દ્રનાથ મુકરજીને સંસ્થાપક મંત્રી તરીકે નીમીને કૉલકાતામાં સ્થાપેલું રસાયણશાસ્ત્રને લગતું મંડળ. સ્થાપના : 1924. આ મંડળે તેનો હીરક મહોત્સવ ઑક્ટોબર (14-19), 1984માં ઊજવ્યો હતો. આ મંડળ સ્થાપવા પાછળના બે મુખ્ય ઉદ્દેશો છે :…
વધુ વાંચો >