રમેશ ભા. શાહ

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર (જ. 1૦ એપ્રિલ 19૦1, નાગપુર; અ. 3 મે 1971) : ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં. તેમનું બાળપણ નાગપુરમાં વીતેલું, જ્યાં એમના પિતા વકીલાત કરતા હતા. તેમણે 1916માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને 1918માં ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગૅટ (General Agreement on Tariffs and Trade – GATT)

ગૅટ (General Agreement on Tariffs and Trade – GATT) : દુનિયાના 23 દેશોએ 1947માં આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-જકાત અંગે એક સમજૂતી કરી હતી, જે ‘ગૅટ’ના નામે પ્રસિદ્ધ છે. દુનિયામાં ભૌતિક ચીજવસ્તુઓનો જે વેપાર થાય છે તેમાં ગૅટના સભ્ય દેશોનો હિસ્સો 90 %થી અધિક હતો. આ સમજૂતીનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે…

વધુ વાંચો >

ડંકલ દરખાસ્તો

ડંકલ દરખાસ્તો : આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત અને વધુ સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી યોજાયેલી મંત્રણાઓ દરમિયાન સધાયેલી સમજૂતીના સંદર્ભમાં પ્રયોજિત કાર્યવહી અંગે રજૂ થયેલા પ્રસ્તાવોનો ખરડો. બીજા વિશ્વયુદ્ધ પછી ગૅટ(આયાતજકાત અને વેપાર અંગેની સર્વસામાન્ય સમજૂતી)ના આશ્રયે 1979 સુધીમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાતજકાત સહિતનાં નિયંત્રણો ઘટાડવા માટે સાત વાટાઘાટો થઈ ચૂકી હતી. 1986માં…

વધુ વાંચો >

ડૉલર

ડૉલર : વિશ્વના કેટલાક દેશોનું મુખ્ય ચલણ તથા આંતરરાષ્ટ્રીય વિનિમયનું પ્રમુખ માધ્યમ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હૉંગકૉંગ, સિંગાપોર, અમેરિકા વગેરે પંદરેક જેટલા દેશોના ચલણનું નામ ડૉલર છે; પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં ડૉલર એટલે અમેરિકાનું નાણું એમ જ સમજવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો ડૉલર અનૌપચારિક રીતે આંતરરાષ્ટ્રીય નાણું…

વધુ વાંચો >

તરલતા-પસંદગીનો સિદ્ધાંત

તરલતા-પસંદગીનો સિદ્ધાંત : બ્રિટિશ અર્થશાસ્ત્રી કેઇન્સનો  સંપત્તિનાં અન્ય સ્વરૂપોને બદલે નાણાંના રૂપમાં સંપત્તિને પસંદ કરવાના વિકલ્પનો સિદ્ધાન્ત. તરલતા-પસંદગીના ખ્યાલનો ઉપયોગ તેમણે વ્યાજના દર માટેની સમજૂતી આપવા માટે કર્યો હતો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજનો દર બચતોના પુરવઠા અને બચતો માટેની (મૂડીરોકાણ માટેની) માંગ દ્વારા નક્કી થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતો.…

વધુ વાંચો >

દક્ષિણ – દક્ષિણ સહકાર

દક્ષિણ – દક્ષિણ સહકાર : વિશ્વમાં દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે થયેલા પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય રાજકીય સ્વાતંત્ર્યનો અને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સહકારનો છે. દુનિયાના ઉત્તરના કહેવાતા વિકસિત ઔદ્યોગિક દેશોએ તેની પહેલ કરી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વબૅંક જેવી…

વધુ વાંચો >

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નફો

નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…

વધુ વાંચો >

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : પૂર્ણ રોજગારીમાં આર્થિક સમતુલા તથા આર્થિક વૃદ્ધિનું પૃથક્કરણ કરતી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પરંપરામાં વિકસેલી, આર્થિક વિશ્લેષણની એક આગવી પદ્ધતિ. ઓગણીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે સીમાવર્તી વિશ્લેષણની પદ્ધતિ અપનાવીને એક વિશિષ્ટ અભિગમ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અપનાવ્યો હતો. તેમને અનુસરીને ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધાંતો વિકસાવ્યા તેમના સમૂહને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહેવામાં…

વધુ વાંચો >