રમતગમત
મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર)
મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર) (જ. 1 ફેબ્રુઆરી 1915, હૅન્લી, સ્ટૅફર્ડશાયર, મધ્ય ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 2000, Stoke-on Trent, U.K.) : ફૂટબૉલના આંગ્લ ખેલાડી. સૉકરની રમતના ઇતિહાસમાં તે દંતકથારૂપ પાત્ર બની ગયા છે. તે બાજુમાંથી રમનારા (winger) અદભુત ખેલાડી હતા અને શરીર તથા ફૂટબૉલ પર કંઈક એવું જાદુઈ પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવતા…
વધુ વાંચો >મૅથ્યૂસન, ક્રિસ્ટી
મૅથ્યૂસન, ક્રિસ્ટી (જ. 12 ઑગસ્ટ 1880, ફૅક્ટરીવિલે, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 7 ઑક્ટોબર 1925) : અમેરિકાના ખ્યાતનામ બેઝબૉલ ખેલાડી. જમણા હાથે દડો ફેંકનારા (pitcher) તેઓ અગ્રણી ખેલાડી હતા. આ કૌશલ્યને પરિણામે તેઓ તેમની કારકિર્દી દરમિયાન 373 રમતોમાં વિજેતા બન્યા; આ (ગ્રોવર ઍલેક્ઝાન્ડર સાથેનો) એક વિક્રમજનક દેખાવ લેખાય છે. પોતાના શહેરમાં અવૈતનિક…
વધુ વાંચો >મેદાની રમતો
મેદાની રમતો : રમતો – સ્પર્ધાત્મક રમતો આંતરભિત્તીય (INDOOR) તેમજ બહિરભિત્તીય (OUTDOOR) પ્રકારની હોય છે. મેદાની રમતો બહુધા બહિરભિત્તીય રમતો છે. મેદાની રમતો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમાય છે. મેદાની રમતોમાં રમવાની સપાટી જમીન, ઘાસ, બરફ તેમજ કૃત્રિમ ઘાસ – સિન્થેટિક્સ–ની હોય છે. ઘણી રમતો પશ્ચિમના દેશોમાં આંતરભિત્તીય રમાય છે;…
વધુ વાંચો >મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા
મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા (જ. 1906, મૉસ્કો; અ. 1944) : જાણીતાં મહિલા ચેસ-ખેલાડી. 1937માં તેમનાં લગ્ન થવાથી તે બ્રિટિશ નાગરિક બન્યાં. તેમની ગણના ચેસનાં સૌ મહિલા-ખેલાડીઓમાં એક અતિ ચપળ અને નિપુણ ખેલાડી તરીકે થતી હતી. 1927(ત્યારે તેઓ ચેસનાં પ્રથમ મહિલા-ચૅમ્પિયન બન્યાં હતાં)થી 1944 સુધી તેઓ વિશ્વવિજેતાનું પદક ધરાવતાં રહ્યાં. 1944માં લંડન હવાઈ…
વધુ વાંચો >મૅન્ડેટરી ઓવર્સ
મૅન્ડેટરી ઓવર્સ : કોઈ પણ ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસની (ટેસ્ટ) ક્રિકેટ મૅચના અંતિમ દિવસે રમતનો છેલ્લો કલાક બાકી હોય ત્યારે બંને ટીમોને પરિણામ માટે સરખી ન્યાયી તક મળે, એ માટે ફરજિયાત 20 ઓવર્સ ફેંકવામાં આવે છે. હવે આ મર્યાદા ઘટાડીને 15 ઓવર્સની કરવામાં આવી છે, જેને ‘મૅન્ડેટરી…
વધુ વાંચો >મે, પીટર (બાર્કર હાવર્ડ)
મે, પીટર (બાર્કર હાવર્ડ) (જ. 31 ડિસેમ્બર 1929, બર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 27 ડિસેમ્બર 1994, કેમ્પશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : નામી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો. કેવળ શોખ ખાતર રમતા રહેલા તેઓ છેલ્લા મહાન ક્રિકેટ-ખેલાડી હતા. ક્રિકેટ રમવાનો પ્રારંભ તેમણે 1956માં સરેની ટીમથી કર્યો. ઇંગ્લૅન્ડ તરફથી તેઓ 66 ટેસ્ટમાં રમ્યા…
વધુ વાંચો >મૅરી કૉમ
મૅરી કૉમ (જ. 24 નવમ્બેર 1982, કગાથઈ-Kagathei) : ભારતની એક માત્ર મહિલા મુક્કાબાજ. પિતાનું નામ મંગટે ટોનપા (Mangte Tonpa). માતાનું નામ મંગટે અખામ કૉમ (Mangte Akham Kom). 25 એપ્રિલ, 2016ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાજ્યસભાના નિયુક્ત થયેલ સભ્ય. જે 2012ના ઉનાળુ ઑલિમ્પિક માટે લાયક બની હતી. પોતાની 20…
વધુ વાંચો >મૅરેડૉના, ડિયેગો
મૅરેડૉના, ડિયેગો (જ. 1960, લાનૂસ, આર્જેન્ટિના) : આર્જેન્ટિનાના ખ્યાતનામ ફૂટબૉલ ખેલાડી. 1977માં તેઓ આર્જેન્ટિનાના સૌથી નાની વયના આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. તેમણે વીસી વટાવી ન હતી, છતાં તેમને 10 લાખ પાઉન્ડ આપીને ‘બૉકા જુનિયર્સ’ માટે રાખી લેવામાં આવ્યા હતા. 1982માં તેઓ વિશ્વના સૌથી મોંઘા ખેલાડી બની રહ્યા, કારણ કે તે 50…
વધુ વાંચો >મૅરેથૉન દોડ
મૅરેથૉન દોડ : માર્ગ પર યોજાતી લાંબા અંતરની દોડ-સ્પર્ધા. સામાન્ય રીતે તેમાં 42.195 કિમી. એટલે કે 26 માઈલ 385 વારનું અંતર દોડવાનું હોય છે. 1896થી યોજાતી રહેલી ઑલિમ્પિક રમતોમાં તે એક મહત્વની સ્પર્ધા બની રહી છે. જોકે દોડ માટેનું 42.195 કિમી.(26 માઈલ 385 વાર)નું અંતર સુનિશ્ચિત બન્યું 1908માં. એ વર્ષે…
વધુ વાંચો >મૅલરી, મૉલા
મૅલરી, મૉલા (જ. 1892, ઑસ્લો નૉર્વે; અ. 22 નવેમ્બર 1959, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. અમેરિકાની એકલ-ખેલાડીની (singles) ચૅમ્પિયનશિપનાં 8 વાર વિજેતા બનનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી હતાં. ખંત, ધૈર્ય તથા બેઝલાઇન પરના રમત-કૌશલ્ય માટે તે વિશેષ જાણીતાં હતાં; મુખ્યત્વે તે મજબૂતીપૂર્વક ‘ફોરહૅન્ડ’થી તથા રક્ષણાત્મક ફટકા ખેલીને પ્રતિસ્પર્ધીને થકવી નાંખતાં.…
વધુ વાંચો >