રમણિકભાઈ મ. શાહ
કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ)
કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ) : જૈન આગમ સાહિત્યમાં છેદસૂત્રો તરીકે ઓળખાતા છ ગ્રંથોમાંનો એક. તે કલ્પસૂત્ર કે દશાશ્રુતસ્કંધ તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય ભદ્રબાહુને એના કર્તા માનવામાં આવે છે. અર્ધમાગધી ભાષામાં ગદ્યબદ્ધ આ આગમ ગ્રંથ પર ‘નિર્યુક્તિ’ અને ‘ચૂર્ણી’ નામક ટીકાઓ પણ રચાયેલી છે. ગ્રંથમાં દસ પ્રકરણો છે. એમાં આઠમા અને દસમા…
વધુ વાંચો >કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી)
કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) : પ્રાકૃત ભાષામાં રચાયેલું સંગીતરૂપક. માત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલાં નાટકોનો આ પ્રકાર સટ્ટક તરીકે ઓળખાય છે. આવા સટ્ટકોમાં તે આદ્ય અને વિશિષ્ટ સટ્ટક છે. તેની રચના સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર યાયાવરવંશીય કવિરાજ રાજશેખરે (ઈ. સ. દશમી સદી) કરી છે. ચાર જવનિકા અર્થાત્ અંકોના બનેલા ‘કપ્પૂરમંજરી’નું કથાવસ્તુ હર્ષની રત્નાવલીના…
વધુ વાંચો >કરલકખણ (કરલક્ષણ)
કરલકખણ (કરલક્ષણ) : અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચાયેલી સામુદ્રિકશાસ્ત્રવિષયક પદ્યબદ્ધ લઘુ કૃતિ. આમાં પ્રાકૃત ભાષાની 61 ગાથાઓમાં કરલક્ષણ અર્થાત્ હાથમાં દેખાતાં લક્ષણો કે હસ્તરેખાઓનો અભ્યાસ કરાયો છે. હસ્તરેખાઓનું મહત્વ, પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈને કરી શકાતું ભવિષ્યકથન વગેરે વિષયોની આમાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યા, કુળ,…
વધુ વાંચો >કલ્પસૂત્ર
કલ્પસૂત્ર : દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન. શ્વેતામ્બર જૈન માન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં છ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ નામક છેદસૂત્ર ચોથું છે. તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુસ્વામી મનાય છે. તેનું વાચન પર્યુષણપર્વ દરમિયાન થતું હોવાથી તેને પર્યુષણા કલ્પસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પસૂત્રના પ્રથમ ભાગ જિનચરિતમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવળજ્ઞાન અને…
વધુ વાંચો >કસાયપાહુડ (કષાયપ્રાભૃત)
કસાયપાહુડ (કષાયપ્રાભૃત) : લગભગ બીજી-ત્રીજી ઈસવી શતાબ્દીમાં થઈ ગયેલા ગુણધર નામના આચાર્યની રચના. દિગમ્બર જૈન પરંપરામાં આગમશાસ્ત્રો તરીકે માન્ય ષટ્ખંડાગમ ગ્રંથોની જેમ જ કસાયપાહુડ(કષાયપ્રાભૃત)નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ આ પદ્યમય ગ્રંથનું પ્રમાણ 233 ગાથાનું છે. ષટ્ખંડાગમના ટીકાકાર આચાર્ય વીરસેને જ કસાયપાહુડ પર ટીકા વીશ હજાર ગ્રંથાગ્ર પ્રમાણની…
વધુ વાંચો >કહાવલી (કથાવલી)
કહાવલી (કથાવલી) (ઈ. સ.ની બારમી સદી આશરે) : પ્રાકૃત ગદ્યમાં રચાયેલ વિશાળ પૌરાણિક કોશ. શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિવિરચિત. કૃતિમાંથી રચયિતાના નામ સિવાય કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. કથાવલીની વિક્રમ સંવત 1497(ઈ.સ. 1440)માં લખાયેલી એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે. વળી કથાવલીમાં અંતિમ કથાનક રૂપે પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રનું જીવનચરિત્ર મળે…
વધુ વાંચો >
કપ્પસુત્ત (બૃહત્કલ્પ)
કપ્પસુત્ત (બૃહત્કલ્પ) : જૈન મુનિઓના આચારવિચાર સંબંધી નિયમોના વિવેચન સમા છેદસૂત્રોમાં કલ્પ કે બૃહત્કલ્પ તરીકે જાણીતો ગ્રંથ. આને કલ્પાધ્યયન પણ કહેવામાં આવે છે. પજ્જોસણાકપ્પથી આ ભિન્ન છે. પ્રાચીન પ્રાકૃત ભાષામાં ગદ્યબદ્ધ આ ગ્રંથમાં સાધુ-સાધ્વીઓને માટે સાધક (કલ્પ = યોગ્ય) અને બાધક (અકલ્પ = અયોગ્ય) સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિનું વિસ્તૃત વિવેચન…
વધુ વાંચો >