રમણલાલ જોશી
ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર
ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર (જ. 15 એપ્રિલ 1885, સૂરત; અ. 16 જાન્યુઆરી 1963, નવસારી) : ગુજરાતી નિબંધકાર અને તત્વજ્ઞાનના અધ્યાપક. પિતા પ્રસિદ્ધ વૈયાકરણ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. પિતાની નોકરીમાં બદલીઓ થતાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદા જુદા સ્થળોએ લીધું હતું. 1904માં બી.એ., 1906માં એમ.એ. અને 1907માં એલએલ.બી. થયા. વડોદરા કૉલેજમાં ફિલૉસૉફીના…
વધુ વાંચો >ત્રિવેદી, ઉત્તમલાલ
ત્રિવેદી, ઉત્તમલાલ (જ. 16 ડિસેમ્બર 1872, અમદાવાદ; અ. 9 ડિસેમ્બર 1923) : ગુજરાતી સાહિત્યમાં ‘પંડિતયુગ’ના એક સત્વશીલ વિવેચક, ચિંતક અને અનુવાદક. પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ સદાલક્ષ્મી. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં. પિતા સૌરાષ્ટ્રના લીંબડી રાજ્યમાં દીવાન હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1887માં મૅટ્રિકની…
વધુ વાંચો >પંડ્યા શિવ
પંડ્યા, શિવ (જ. 1928, વસો, ખેડા; અ. 14 જુલાઈ 1978, અમદાવાદ) : ગુજરાતના વ્યંગચિત્રકાર અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસો અને નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળના ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં કલાશિક્ષણ પામ્યા. પછી વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર તરીકે કામ કર્યું. મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને વ્યક્ત કરતી રચનાઓનો એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ 1979માં પ્રગટ થયો.…
વધુ વાંચો >પાઠક હીરાબહેન રામનારાયણ
પાઠક, હીરાબહેન રામનારાયણ (જ. 12 એપ્રિલ 1916, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી લેખિકા અને વિવેચક. હીરાબહેન ‘પાઠક’ થયાં એ પહેલાં હીરા કલ્યાણરાય મહેતા હતાં. 1945માં તેમણે રામનારાયણ વિ. પાઠક સાથે લગ્ન કર્યું. તેઓ પાઠકસાહેબનાં વિદ્યાર્થિની હતાં. પાઠકસાહેબના આ દ્વિતીય લગ્ને ઘણી ચકચાર જગાવેલી. પ્રાથમિક શિક્ષણ તેમણે મુંબઈની…
વધુ વાંચો >પારેખ રમેશ મોહનલાલ
પારેખ, રમેશ મોહનલાલ (જ. 27 નવેમ્બર 1940, અમરેલી; અ. 17 મે, 2006, રાજકોટ) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ નર્મદાબહેન. વતન અમરેલીમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1958માં મૅટ્રિક. 1960થી જિલ્લા પંચાયત – અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ એમની સર્જકતાનાં પ્રેરક બળો. માતાનું…
વધુ વાંચો >પેટલીકર, ઈશ્વર મોતીભાઈ
પેટલીકર, ઈશ્વર મોતીભાઈ (જ. 9 મે 1916, પેટલી; અ. 22 નવેમ્બર 1983, અમદાવાદ) : જાણીતા ગુજરાતી લેખક અને સમાજચિંતક. મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ; પરંતુ સાહિત્યજગતમાં ‘ઈશ્વર પેટલીકર’ તરીકે પ્રસિદ્ધ. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, નિબંધો વગેરેના લેખક. વ્યવસાયે શિક્ષક અને પછી પત્રકાર. ગુજરાતના સામાજિક સેવાક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત. તેમણે વર્ષો સુધી…
વધુ વાંચો >બ્રોકર, ગુલાબદાસ
બ્રોકર, ગુલાબદાસ (જ. 20 સપ્ટેમ્બર 1909, પોરબંદર; અ. 10 જૂન 2006, પુણે) : ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘કથક’. તેમણે ટૂંકી વાર્તા, એકાંકી, નાટક, વિવેચન, ચિંતનાત્મક નિબંધ, પ્રવાસવર્ણન, સંસ્મરણ-આલેખન, અનુવાદ વગેરે ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મૅટ્રિક થયા પછી મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1930–32ની સત્યાગ્રહ-લડતોમાં તેમણે…
વધુ વાંચો >ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ
ભાયાણી, હરિવલ્લભ ચૂનીલાલ (જ. 26 મે 1917, મહુવા, સૌરાષ્ટ્ર; અ. 11 નવેમ્બર 2000, મુંબઈ) : પ્રસિદ્ધ ભાષાવિજ્ઞાની, સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. 1934માં મૅટ્રિક. 1939માં સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. 1941માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, ભારતીય વિદ્યા ભવન-મુંબઈમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ. તેઓ 1951માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ, કવિ…
વધુ વાંચો >માનસી
માનસી : વિજયરાય વૈદ્ય-સંપાદિત સામયિક. વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી વિજયરાય વૈદ્યે 1935માં ડેમી કદમાં ‘માનસી’ ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. આ સામયિકને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવ્યું. ‘માનસી’ એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એમ કહ્યું. આ પૂર્વે 1924થી 1935 સુધી તેમના તંત્રીપદ હેઠળ ‘કૌમુદી’ માસિક પ્રગટ થતું…
વધુ વાંચો >