રમણલાલ ક. ધારૈયા
ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ ઍક્ટ
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઍક્ટ : ભારતના સ્વાતંત્ર્યને લગતો કાયદો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ (ઑગસ્ટ, 1945) બાદ હિન્દને સ્વાતંત્ર્ય આપવાની પ્રક્રિયા વિશેષ વેગીલી બની. હિન્દના મુખ્ય રાજકીય પક્ષોમાં એકતાના અભાવને લીધે તથા મુસ્લિમ લીગ પાકિસ્તાનની પ્રાપ્તિ માટે આગ્રહી હોવાને કારણે ભારતને અખંડિત રાખીને સ્વરાજ્ય આપવાની કૅબિનેટ મિશન યોજના નિષ્ફળ ગઈ. આ સંજોગોમાં લૉર્ડ…
વધુ વાંચો >ઇન્ડિયન ઍસોસિયેશન
ઇન્ડિયન ઍસોસિયેશન : હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાંની અખિલ ભારતીય સ્તરની રાષ્ટ્રવાદી સંસ્થા. તેની સ્થાપના કૉલકાતામાં 1876માં સુરેન્દ્રનાથ બેનરજી, લાલમોહન ઘોષ, કૃષ્ણદાસ પાલ વગેરેએ કરી હતી. તેનું મુખ્ય ધ્યેય (1) જવાબદાર શાસન માટે વ્યાપક પ્રમાણમાં પ્રજામત કેળવવાનું, (2) ભારતની વિવિધ જાતિઓમાં એકતા લાવવાનું, (3) હિન્દુ-મુસ્લિમ ઐક્ય સ્થાપિત કરવાનું તથા (4)…
વધુ વાંચો >ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861
ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861 : ભારતમાં બ્રિટિશ સરકારના માળખામાં પરિવર્તન લાવતો અને ભારતીયોના ધારાસભાના અધિકારોને લગતો કાયદો. ભારતમાંની કંપની સરકારના અંત બાદ બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું. તે પછી દેશના કાયદા ઘડવાના કાર્યમાં ભારતીયોનો સહકાર મેળવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ કાયદા મુજબ ગવર્નર જનરલની કારોબારી સમિતિ પાંચ સભ્યોની કરવામાં આવી.…
વધુ વાંચો >ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ-1892
ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1892 : ભારતમાં ધારાસમિતિઓને વિસ્તૃત કરતો અને ધારાસભ્યોને ચૂંટણી સહિતના વધુ અધિકારો આપતો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની માગણી, સર જ્યૉર્જ ચેઝનીની સમિતિની ભલામણો તથા બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય ચાર્લ્સ બ્રેડલોના પ્રયાસોથી બ્રિટિશ પાર્લમેન્ટે 1892નો ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ પસાર કર્યો. તે મુજબ ગવર્નર જનરલની ધારાસમિતિમાં…
વધુ વાંચો >ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR)
ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) : ઇતિહાસના ક્ષેત્રે સંશોધન તથા વૈજ્ઞાનિક લેખનકાર્યને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે સ્થાપેલી સંસ્થા. તેનો મુખ્ય હેતુ ઇતિહાસકારોનાં પરિસંવાદો, સંમેલનો, કાર્યશિબિરો વગેરે યોજીને ઇતિહાસનાં વિવિધ પાસાં વિશે તેમના વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે. સંસ્થા ઇતિહાસને લગતી સંશોધન-યોજનાઓ, સંશોધન-કાર્યક્રમો તથા સંશોધન-ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ, વિદ્યાપીઠો વગેરેને…
વધુ વાંચો >ઇન્ડિયા કાઉન્સિલ
ઇન્ડિયા કાઉન્સિલ (1858-1935) : હિંદી વજીર અર્થાત્ સેક્રેટરી ઑવ્ સ્ટેટની સલાહકાર સમિતિ. 1858ના કાયદા મુજબ હિંદી વજીર(સેક્રેટરી ઑવ્ સ્ટેટ)ને સલાહ આપવા માટે 15 સભ્યોની એક કાઉન્સિલ સ્થાપવામાં આવી હતી. તેના આઠ સભ્યો બ્રિટિશ સરકારે તથા બાકીના સાત સભ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક-મંડળે નીમવાની જોગવાઈ હતી. તેમાંથી 50 ટકાથી વધારે સભ્યો…
વધુ વાંચો >ઇમેન્યુઅલ વિક્ટર
ઇમેન્યુઅલ વિક્ટર : ઇટાલીનો શાણો અને વ્યવહારુ રાજવી. તે પ્રથમ ઇટાલીના એક આગેવાન રાજ્ય પિડમોન્ડનો શાસક હતો. ઇટાલીના રાષ્ટ્રવાદના પયગંબર મેઝીની તથા તેની ‘યુવા ઇટાલી’ નામે સંસ્થાને તેણે ઇટાલીના એકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં સક્રિય સાથ આપ્યો. પિડમોન્ડના વડાપ્રધાન, પ્રખર દેશભક્ત તથા મહામુત્સદ્દી કાવૂરને ઑસ્ટ્રિયા હસ્તકનું ઇટાલીનું વેનિશિયા તથા ઉત્કૃષ્ટ દેશભક્ત…
વધુ વાંચો >ઇર્વિન, લૉર્ડ
ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ…
વધુ વાંચો >ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન
ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન (1866) : હિન્દના પ્રશ્નો વિશે ઇંગ્લૅન્ડમાં લોકમત જાગૃત કરવા તથા ઇંગ્લૅન્ડની ગવર્નમેન્ટમાં આ પ્રશ્નો રજૂ કરવાના હેતુથી દાદાભાઈ નવરોજીએ લંડનમાં 1866માં સ્થાપેલ સંસ્થા. તેના પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજી તથા મંત્રી તરીકે વ્યોમેશચંદ્ર બૅનરજી ચૂંટાયા હતા. હિન્દ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર હેન્રી ફોસેટ, જૉન બ્રાઈટ વગેરે અંગ્રેજો પણ તેના…
વધુ વાંચો >