રજનીકાન્ત જોશી

રામચરિતમાનસ

રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે. ‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ…

વધુ વાંચો >

રીતિકાલ (1650–1850)

રીતિકાલ (1650–1850) : હિન્દી સાહિત્યના ઇતિહાસનો 1650થી 1850નો સમયગાળો નિર્દેશતો તબક્કો. ‘રીતિકાલ’ હિંદીમાં શૃંગારપરક કાવ્યો અને લક્ષણગ્રંથોના રચનાકાળના સંદર્ભમાં રૂઢ થઈ ગયો છે. આ સમયગાળામાં ભક્તિ અને નીતિવિષયક કાવ્યો પણ લખાયાં હતાં, પણ શૃંગાર-વિષયક કાવ્યો અને રીતિ-લક્ષણગ્રંથોને પ્રાધાન્ય મળ્યું. આ કાળમાં ભક્તિ-આંદોલન પોતાની તેજસ્વિતા ગુમાવતું ગયું. કવિતા દરબારી સંસ્કૃતિના પ્રભાવમાં…

વધુ વાંચો >

રેણુ, ફણીશ્વરનાથ

રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11…

વધુ વાંચો >

લાલ, લક્ષ્મીનારાયણ

લાલ, લક્ષ્મીનારાયણ [જ. 4 માર્ચ 1927, જલાલપુર, જિ. બસ્તી (ઉત્તરપ્રદેશ); અ. 20 નવેમ્બર 1987] : હિંદીના નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક, રંગકર્મી અને રંગશિલ્પી. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર તથા વિવેચક પણ હતા. પિતા શિવસેવક લાલ, માતા મૂંગામોતી. માતા ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં. બી.એ.ની ડિગ્રી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી. 1950માં હિંદી વિષય સાથે એમ.એ. થયા.…

વધુ વાંચો >