રક્ષા મ. વ્યાસ

મહેતા, દિનકર

મહેતા, દિનકર (જ. 17 ઑક્ટોબર 1907, સૂરત; અ. 30 ઑગસ્ટ 1989, અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની, જાણીતા સામ્યવાદી કાર્યકર અને અમદાવાદના નગરપતિ. પિતા કૃષ્ણલાલ મહેતા અને માતા વિજયાબહેન મહેતા. તેમણે શાલેય શિક્ષણ સૂરતમાં મેળવ્યું. આ સમય ભારતભરમાં અને વિશેષે ગુજરાતમાં ગાંધીવાદી પ્રવૃત્તિઓનો હતો, તેથી શાળાજીવન દરમિયાન માનસિક ઘડતર થવા સાથે રાષ્ટ્રીય ભાવનાનો…

વધુ વાંચો >

મહેતા, પ્રિયવદન છગનલાલ

મહેતા, પ્રિયવદન છગનલાલ (જ. 1 મે 1920, સૂરત; અ. 26 મે 1996, અમદાવાદ) : અટીરાના પૂર્વનિયામક અને કાપડ-ઉદ્યોગના ખ્યાતનામ સંશોધક અને વિજ્ઞાની. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બન્યા. તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા અને તે બદલ શિષ્યવૃત્તિ મેળવી ફરી ટૅકનૉલૉજીના સ્નાતક બન્યા. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…

વધુ વાંચો >

મહેતા, વિદ્યાબહેન

મહેતા, વિદ્યાબહેન (જ. 1921, અમદાવાદ; અ. ? અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની અને અગ્રણી સામાજિક કાર્યકર. પિતા છક્કડભાઈ શાહને રેંટિયાપ્રવૃત્તિ અને ખાદી અંગેના કામમાં ઊંડો રસ હતો. તેમના પિતાની બનાવેલી રૂની પૂણીઓ યરવડા જેલમાં ગાંધીજી ઉપયોગમાં લેતા. પિતાની સાથે આ પુત્રી પણ ગાંધીઆશ્રમની પ્રાર્થનાઓમાં ભાગ લેતી. આમ વિદ્યાબહેને બાલ્યાવસ્થામાં જ ખાદી, રેંટિયો…

વધુ વાંચો >

મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા

મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા (જ. 18 જુલાઈ 1918, કૂનુ, ઉમટાટા, ટ્રાન્સકી, દક્ષિણ આફ્રિકા) : રંગભેદ વિરુદ્ધ અશ્વેત પ્રજાના સ્વાતંત્ર્ય અને અધિકારોની લડતના શક્તિશાળી નેતા, રાજનીતિજ્ઞ, ધારાશાસ્ત્રી અને રંગભેદમુક્ત દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ. તેમના પિતા સ્થાનિક થેમ્બુ (Thembu) જાતિના મુખી હતા. તેમણે થેમ્બુ રૉયલ લિનિયેજ સંસ્થામાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થી-રાજકારણમાં ભાગ લેતાં…

વધુ વાંચો >

માઉન્ટબૅટન, લૂઇ (લૉર્ડ)

માઉન્ટબૅટન, લૂઇ (લૉર્ડ) (જ. 25 જૂન 1900, ફ્રૉગમૉર હાઉસ, વિન્ડસર ઇંગ્લૅન્ડ; અ. 27 ઑગસ્ટ 1979, ડાનેગૉલ બે, મલામોર કાઉન્ટી સ્લીગો, આયર્લૅન્ડ) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, બ્રિટિશ નૌકાકાફલાના ઍડમિરલ અને ભારતના છેલ્લા વાઇસરૉય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ. તેમનું મૂળ નામ લૂઇ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ. તેઓ 1917 સુધી પ્રિન્સ ઑવ્…

વધુ વાંચો >

માઉ માઉ

માઉ માઉ : આફ્રિકાવાસી કેન્યનોની રાષ્ટ્રવાદી લડત. કેન્યા આફ્રિકામાંનું મહત્વનું બ્રિટિશ સંસ્થાન હતું. કેન્યાના કેન્દ્રીય વિસ્તારમાં મુખ્યત્વે કીકુયુ જાતિના લોકો વસતા હતા. તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા ‘કેન્યા આફ્રિકન યુનિયન’ નામનો રાજકીય પક્ષ 1940માં સ્થાપ્યો હતો. આ પક્ષના કીકુયુ સભ્યોમાં ગુપ્ત રીતે બ્રિટિશ શાસન વિરુદ્ધ લડતનું આયોજન થયું. બ્રિટિશ શાસન…

વધુ વાંચો >

માઝારીન ઝૂલ

માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા…

વધુ વાંચો >

માણેકશા (ફીલ્ડ માર્શલ)

માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન…

વધુ વાંચો >

માથાઈ, વાંગારી (મુટા)

માથાઈ, વાંગારી (મુટા) (જ. એપ્રિલ, 1940, ન્યેરી, કેન્યા) : 2004ના શાંતિ નોબેલ પારિતોષિક-વિજેતા સૌપ્રથમ આફ્રિકન મહિલા, કેન્યા સરકારનાં મંત્રી અને પર્યાવરણની સુધારણાની ગ્રીનબેલ્ટ મુવમેન્ટનાં જનેતા અને તેનાં પ્રખર સમર્થક. વાંગારી મુટા કેન્યામાંના દૂરના વિસ્તારનાં રહીશ હતાં અને માતાપિતા લગભગ નિરક્ષર હોવાથી તેમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી. જોકે નિરક્ષર માતાપિતા બાળકોના…

વધુ વાંચો >

માનવ-અધિકારો

માનવ-અધિકારો : માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલાં છે. માનવજીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વસ્તરે વ્યાપ્ત બની અને માનવ-અધિકારો રૂપે સ્વીકૃતિ પામી. વૈચારિક સ્તરે માનવ-અધિકારનાં બીજ ગ્રીસના…

વધુ વાંચો >