રક્ષા મ. વ્યાસ
પાટીલ સદોબા કન્હોબા
પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…
વધુ વાંચો >પાલેજવાળા ફતેહઅલી હુસેનદીન
પાલેજવાળા, ફતેહઅલી હુસેનદીન (જ. 11 જૂન 1911, પાલેજ, જિ. વડોદરા; અ. 30 સપ્ટેમ્બર 1995) : જાહેર કાર્યકર અને ગુજરાત વિધાનસભાના એક વખતના અધ્યક્ષ. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. ત્યાંથી બી.એ. તથા એલએલ.બી. થયા. જૂના વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં મામલતદાર-કક્ષાએ પ્રોબેશનર અધિકારી તરીકે અને ત્યારબાદ 4 વર્ષ ડેપ્યુટી કલેક્ટર તરીકે કામગીરી બજાવી.…
વધુ વાંચો >પાસવાન રામવિલાસ
પાસવાન, રામવિલાસ (જ. 5 જુલાઈ 1946, શાહરબાની, જિ. ખાગરિયા, બિહાર) : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત ફાળવવાની બાબતને વરેલા બોલકા દલિત નેતા અને સાંસદ. પિતા જામુન પાસવાન અને માતા રાજકુમારી પાસવાન. તેમણે ખાગરિયાની કોસી કૉલેજમાં અભ્યાસ કરી વિનયનની અનુસ્નાતક પદવી હાંસલ કરી તથા વિદ્યાર્થીકાળ દરમિયાન જ અગ્રણી વિદ્યાર્થી નેતા…
વધુ વાંચો >પિયર્સન લેસ્ટર બાઉલ્સ
પિયર્સન, લેસ્ટર બાઉલ્સ (જ. 23 એપ્રિલ 1897, ટોરૉન્ટો, કૅનેડા; અ. 27 ડિસેમ્બર 1972, ઓટાવા, કૅનેડા) : 1957ના વર્ષના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને કૅનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન. ટૉરન્ટો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેમણે 1928માં એક વર્ષ માટે પોતાની માતૃસંસ્થાઓમાં ઇતિહાસના વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તરત જ 1928માં કૅનેડિયન…
વધુ વાંચો >પેલોસી નાન્સી
પેલોસી, નાન્સી (જ. 26 માર્ચ 1940 બાલ્ટીમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.) : જાન્યુઆરી, 2007થી અમેરિકાની ધારાસભાના નીચલા ગૃહ હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ. તેઓ સાન્ફ્રાંસિસ્કો રાજ્યનાં વતની છે અને તેમના પતિ પૉલ પેલોસી પણ આ જ રાજ્યના વતની છે અને પાંચ બાળકોનું કુટુંબ ધરાવે છે. 1962માં તેઓ સ્નાતક બન્યા. તેમનું કુટુંબ ‘જાહેર…
વધુ વાંચો >પૅસી ફ્રેડરિક
પૅસી, ફ્રેડરિક (જ. 20 મે 1822, પૅરિસ; અ. 12 જૂન 1912, પૅરિસ) : શાંતિ માટેના સર્વપ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા (1901), ફ્રેન્ચ અર્થશાસ્ત્રી તથા આંતરરાષ્ટ્રીય લવાદપ્રથાના હિમાયતી. બીજા વિજેતા સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યાં આંરીદ્યુના(રેડક્રૉસના સ્થાપક) હતા. 1846-49 દરમિયાન ફ્રેન્ચ કાઉન્સિલ ઑવ્ સ્ટેટના લેખાપરીક્ષક (auditor) તરીકે પૅસીએ સેવાઓ આપેલી. ત્યારબાદ તેમણે તેમનો મોટાભાગનો સમય…
વધુ વાંચો >પૈ નાથ
પૈ, નાથ (જ. 25 સપ્ટેમ્બર 1922, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 18 જાન્યુઆરી 1971 બેળગાવ) : ભારતના એક પીઢ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા, શ્રમિકોના ટેકેદાર તથા બાહોશ સાંસદ. મૂળ નામ પંઢરીનાથ. પિતાનું નામ બાપુ. તે શરૂઆતમાં પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. પરંતુ દેશદાઝને કારણે સરકારી નોકરી છોડી વેંગુર્લામાં શિક્ષક બન્યા. માતાનું નામ તાપીબાઈ.…
વધુ વાંચો >પોટ્ટી શ્રીરામુલુ
પોટ્ટી, શ્રીરામુલુ (જ. 1901, ચેન્નઈ; અ. 15 ડિસેમ્બર 1952) : ગાંધીવિચાર અને વ્યવહારના આજીવન પુરસ્કર્તા. શાળાકીય અભ્યાસ ચેન્નઈમાં. અભ્યાસ દરમિયાન ગાંધીવિચારથી પ્રભાવિત થયેલા. આથી પિતાના આગ્રહ છતાં ઉચ્ચ અભ્યાસાર્થે કૉલેજશિક્ષણ ન લીધું અને સૅનિટરી એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ કર્યો. ત્યારબાદ એ જમાનાની ગ્રેટ ઇન્ડિયન પૅનિન્સ્યુલર રેલવે કંપનીમાં નોકરી સ્વીકારી. ટૂંકા…
વધુ વાંચો >પૉલ પૉટ
પૉલ, પૉટ (જ. 19 મે 1925, કૉમ્પાગ થોન પ્રાંત, કંબોડિયા; અ. 15 એપ્રિલ 1998, ઍન્લાગ વેંગ, કંબોડિયા) : કંબોડિયાનો નૃશંસ, કુખ્યાત રાજનીતિજ્ઞ. તેનો જન્મ ધનવાન ખેડૂત પરિવારમાં થયો હતો. એ સમયનું કંબોડિયા ફ્રેંચ રાષ્ટ્રસંઘનું સભ્ય હોવાથી તેને પૅરિસમાં અભ્યાસ કરવાની તક મળી હતી; પરંતુ તેને અભ્યાસમાં બિલકુલ રસ ન હોવાથી…
વધુ વાંચો >