યોગેશ મણિલાલ દલાલ

બાલસંભાળ (માનવેતર)

બાલસંભાળ (માનવેતર) (parental care) : સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ એવાં બાળકોની પ્રજનકો વડે લેવાતી યોગ્ય કાળજી. બાળક સ્વતંત્ર રીતે જીવવાનું સામર્થ્ય કેળવે ત્યાં સુધી પ્રજનકો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે. સામાન્યપણે બાલસંભાળની વૃત્તિ પ્રાણીઓની પ્રજનનશક્તિ સાથે સંકળાયેલી છે. મોટી સંખ્યામાં ઈંડાં મૂકનાર પ્રાણીઓ બાલસંભાળ જેવા કાર્યમાં પોતાની શક્તિનો વ્યય કરતાં નથી.…

વધુ વાંચો >

મગજ (માનવેતર પ્રાણીઓ)

મગજ (માનવેતર પ્રાણીઓ) : શરીરના અગ્રભાગમાં આવેલાં સંવેદનાંગોના સંકુલ સાથે સંકળાયેલ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. તે ગ્રાહી (receptor) અંગોની મદદથી બાહ્યસ્થ પર્યાવરણિક પરિબળો વિશે પરિચિત રહી મેળવેલ સંકેતોનું વિશ્લેષણ કરે છે અને તેને અનુરૂપ શરીરના વિવિધ અવયવોને યોગ્ય કાર્યવહી કરવા સૂચનો મોકલે છે. સામાન્યપણે તે અંત:સ્થ પર્યાવરણગત પરિબળોની માહિતી મેળવવાની…

વધુ વાંચો >

સાબર (Sambar)

સાબર (Sambar) : સામાન્યપણે મૃગ (અથવા હરણ) નામથી ઓળખાતા નખરિત (ungulate) શ્રેણીના (cervidae) કુળનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતું સાબર અન્ય પ્રદેશમાં વસતા તમામ સાબર કરતાં કદમાં સૌથી મોટું હોય છે. તે cervus unicolor, (Kerr) – એ શાસ્ત્રીય નામથી ઓળખાય છે. તેની ઊંચાઈ 1.3 મીટર જેટલી હોય છે. પુખ્ત વયના સાબરનું…

વધુ વાંચો >

સ્પર્શ

સ્પર્શ : પદાર્થને અડકતાં કે તેના ભૌતિક સંસર્ગમાં આવતાં અનુભવાતી સંવેદના. સ્પર્શ-સંવેદના દ્વારા પદાર્થનો આકાર કે તેની કઠણતાનો અનુભવ થાય છે. તેના દ્વારા ઉષ્મા, શીતલતા, પીડા કે દબાણની પરખ પણ થાય છે. સ્પર્શને લગતાં સંવેદનાગ્રાહી કેન્દ્રો ત્વચા કે મુખમાં તથા ગર્ભાશય અને ગુદાની શ્લેષ્મકલામાં આવેલાં છે. આ ઉપરાંત તે સ્નાયુઓ,…

વધુ વાંચો >