યોગેશ જોશી
બ્રૉન્ટ, શાર્લોટ
બ્રૉન્ટ, શાર્લોટ (જ. 21 એપ્રિલ 1816, થૉર્નટન, યૉર્કશાયર; અ. 31 માર્ચ 1855) : આઇરિશ અંગ્રેજ નવલકથાકાર અને કવયિત્રી. પિતા પૅટ્રિક, પાદરી. માતા મારિયાનું અવસાન થયું ત્યારે શાર્લોટની વય પાંચ વર્ષની હતી. શિક્ષણ કાઉઆન બ્રિજની ‘કવર્જી ડૉટર્સ સ્કૂલ’માં. જેન આયર’ નવલકથામાંની લોવુડની શાળા તે આ જ. પાછળથી શાળાએ જવાનું બંધ થતાં…
વધુ વાંચો >બ્લેક વિલિયમ
બ્લેક વિલિયમ (જ. 28 નવેમ્બર 1757, લંડન; અ. 12 ઑગસ્ટ 1827) : કવિ, ચિત્રકાર, ધાતુ પર કલાકૃતિઓ કોતરનાર, સ્વપ્નદ્રષ્ટા. જીવનકાળ દરમિયાન તેની અવગણના થયેલી. તેને જાણતા કવિઓ અને ચિત્રકારો તેને ગાંડોઘેલો ગણતા. તેના મરણનાં સો વર્ષ બાદ તેનાં કાવ્યો અને ચિત્રોની કદર થઈ. ભાવિને જોઈ-પરખી શકવાની એનામાં કુદરતી ર્દષ્ટિ હતી.…
વધુ વાંચો >ભટ્ટ, ધ્રુવ
ભટ્ટ, ધ્રુવ (જ. 8 મે 1947, નિંગાળા, જિ. ભાવનગર) : નવલકથાકાર, કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓનાં અલગ અલગ ગામોમાં. એસ. વાય. બી. કોમ. સુધી અભ્યાસ (1972). પિતા પ્રબોધરાય કવિ. આથી ગળથૂથીમાંથી સાહિત્ય-સંસ્કાર. ઇજનેરી કારખાનામાંથી મૅનેજર તરીકે નિવૃત્ત. હાલ નચિકેતા ટ્રસ્ટ વતી વલસાડ જિલ્લાના ધરમપુર પાસેની કેટલીક…
વધુ વાંચો >માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ
માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ (જ. 23 જુલાઈ 1886, લા કોરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પૅનિશ લેખક, વિદેશનીતિના પ્રવીણ રાજદ્વારી પુરુષ અને ઇતિહાસકાર. રાષ્ટ્રસંઘ માટેની તેમની સેવા તેમજ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં તેમનાં ફળદાયી લખાણો માટે જાણીતા. સ્પૅનિશ લશ્કરી અધિકારીના પુત્ર. પિતાના આગ્રહના કારણે તેમણે પૅરિસમાં…
વધુ વાંચો >માર્કસ ઑરેલિયસ
માર્કસ ઑરેલિયસ (જ. 26 એપ્રિલ 121, રોમ; અ. 17 માર્ચ 180, રોમ) : પ્રાચીન રોમન સમ્રાટ અને ફિલસૂફ. આત્મસંયમ વિશેની સ્ટોઇકવાદની ફિલસૂફી પરના ચિંતન-મનન માટે તે જાણીતો હતો. તેનો જન્મ રોમના ખાનદાન પરિવારમાં થયો હતો. ઍન્ટોનાઇનસ પાયસ રોમનો સમ્રાટ બન્યો (ઈ. સ. 138) એ અગાઉ તેણે માર્કસ ઑરેલિયસ અને લુસિયસ…
વધુ વાંચો >માલાર્મે, સ્તેફાન
માલાર્મે, સ્તેફાન (જ. 18 માર્ચ 1842, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1898, વૅલ્વિન્સ, ફૉન્તેન બ્લો, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિતામાં પ્રતીકવાદીઓના આંદોલનના પ્રણેતા (પૉલ વર્લેન સાથે) અને કવિ. તેમણે એડ્ગર ઍલન પોનાં કાવ્યોનો અનુવાદ કર્યો હતો. માલાર્મેને માતાની હૂંફ વધુ સમય મળી નહોતી. તેઓ પાંચેક વર્ષના હતા ત્યારે માતાનું ઑગસ્ટ 1847માં, 10…
વધુ વાંચો >માશાદો ય રીઝ, ઍન્ટોનિયો
માશાદો ય રીઝ, ઍન્ટોનિયો (જ. 26 જુલાઈ 1875, સેવિલે; અ. 21 ફેબ્રુઆરી 1939, કૉલિયોર, ફ્રાન્સ) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમના પિતા સેવિલેના જાણીતા લોકસાહિત્યકાર હતા. 1883માં તેઓ સપરિવાર માડ્રિડ જઈ સ્થાયી થયા. તેમણે લિબ્ર દ એન્સેનાઝા ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ લીધું. કેટલોક સમય તેમણે પૅરિસમાં અનુવાદક તરીકે કામ કર્યું. કવિ દારિયોના…
વધુ વાંચો >મૉન્તાલે, યૂજેનિયો
મૉન્તાલે, યૂજેનિયો (જ. 12 ઑક્ટોબર, 1896 જિનોઆ; અ. 12 સપ્ટેમ્બર 1981, મિલાન) : ઇટાલિયન કવિ, ગદ્યકાર, સંપાદક અને અનુવાદક. તેમને 1975માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. 1930 તથા 1940ના દાયકામાં ઉગારેતી તથા ક્વૉસિમૉદોની સાથે મૉન્તાલેની ગણના કીમિયાગર કવિ તરીકે થયેલી. માલાર્મે, રેમ્બો અને વાલેરી જેવા ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓનો તેમના…
વધુ વાંચો >મોપાસાં, ગાય દ
મોપાસાં, ગાય દ (જ. 5 ઑગસ્ટ 1850; અ. 6 જુલાઈ 1893, પૅરિસ) : ફ્રેન્ચ સર્જક. મુખ્યત્વે વાર્તાકાર તથા નવલકથાકાર. કવિતા, નાટક તથા પ્રવાસનિબંધોય એમણે લખ્યા છે; પણ ટૂંકી વાર્તાના કસબી-કલાકાર તરીકે વિશેષ જાણીતા. માતા-પિતા નૉર્મન. ફ્રાન્સમાં તે સમયે છૂટાછેડાનો કાયદો નહોતો છતાં 15 વર્ષના લગ્નજીવન બાદ ગાયનાં માતા-પિતા અલગ થયાં.…
વધુ વાંચો >રિલ્કે, રાઇનર મારિયા
રિલ્કે, રાઇનર મારિયા (જ. 4 ડિસેમ્બર 1875, પ્રાગ, બોહેમિયા, ઑસ્ટ્રિયા-હંગેરી (અત્યારે ઝેક પ્રજાસત્તાકમાં); અ. 29 ડિસેમ્બર 1926, વાલ્મૉન્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રો-જર્મન કવિ. મૂળ નામ રેને મારિયા રિલ્કે. ઑસ્ટ્રો ‘દુઇનો એલિજિઝ’ અને ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ માટે જગવિખ્યાત. ખાસ સુખી નહિ તેવા પરિવારનું એકનું એક સંતાન. તેમના પિતા જોસેફ મુલકી સેવામાં હતા.…
વધુ વાંચો >